EV Hotels, CLERHP ડોમિનિકન રિપબ્લિકમાં રિસોર્ટ બનાવશે

400 રૂમની હોટેલ પુન્ટા કેના ખાતે લેરિમેર સિટી એન્ડ રિસોર્ટનો હિસ્સો હશે

0
564
કેન પટેલ દ્વારા સ્થાપવામાં આવેલી એટલાન્ટા સ્થિત ટેકનોલોજીલક્ષી હોટેલ બ્રાન્ડ ઇવી હોટેલ્સ સ્પેનિશ ફર્મ CLERHP સાથેની ભાગીદારીમાં ડોમિનિકન રિપબ્લિકમાં પુન્ટા કેના ખાતે 400 રૂમનું લક્ઝરી રિસોર્ટ બનાવવાની છે.

લકઝુરિયસ સહેલગાલનું અદભુત સરનામુ બનશે લેરિમેર સિટી એન્ડ રિસોર્ટ ફેરેલોન ડી વેરોન હશે, પુન્ટા કેના ખાતેનું આ એક જબરજસ્ત સ્તળ બની રહેશે, એમ બ્લેકલાયન્સ ઇન્ટરનેશનલ ગ્રુપના સીઇઓ લીઓનાર્ડો પેડ્રો હર્મીઝે જણાવ્યું હતું. કંપની CLERHP સાથેની ભાગીદારીમાં ડોમિનિકન રિપબ્લિકમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિકસાવી રહી છે. આ વિસ્તારમાં રેસ્ટોરા, ક્લબ્સ, શોપ્સ અને 18 હોલના ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે.

પટેલે જણાવ્યું હતું કે હોટેલ બ્રાન્ડ વિકસાવવા માટે ઘણા વર્ષો સુધી પડદા પાછળ કામ કર્યા બાદ બંનેએ હોટેલ બ્રાન્ડને ઇનોવેટ કરી છે અને ઉદ્યોગમાં ક્રાંતિ આણી છે. હવે ઇવીની અસર સમગ્ર વિશ્વમાં ફેલાતી જોવા આતુર છે. મારી વાત માનો અમે હજી તો શરૂઆત જ કરી છે. લેરિમેર સિટી એન્ડ રિસોર્ટ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસી આકર્ષણોમાં એક હશે અને ઇવી ખાતે અમારી ટીમ આ સ્માર્ટ સિટીનો હિસ્સો બનીને ખુશ છે. વૃદ્ધિ કોઈ એક પગલાથી આવતી નથી. તે અવિરત પ્રયત્નો, હિંમત અને આકરી મહેનતથી આવે છે. અમે અહીં હોસ્પિટાલિટી ક્ષેત્રને નવો જ આયામ આપવા અને નવા પ્રકારનો અનુભવ પૂરા પાડવા આતુર છીએ અને તેનાથી જીવન ફરીથી ચેતનાસભર બનશે. આ પ્રકારનું ઇનોવેશન ટીમ સ્પોર્ટ છે.

CLERHP સ્પેનિશ કંપની છે અને તેની પેટા કંપની બોલિવિયા, પારાગ્વ અને ડોમિનિકન રિપબ્લિકમાં છે. તે બાંધકામ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. કંપનીએ બિલ્ડટેક કંપનીઓમાં રોકાણ કર્યુ છે, જે આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, બાંધકામ અને ઓપરેશન્સ સેક્ટરમાં વધારે ઉત્પાદકતા લાવતા ટૂલ્સ બનાવે છે.

CLERHPના પ્રમુખ જુઆન એન્ડ્રીસ રોમેરએ જણાવ્યું હતું કે અમને ઇવી હોટેલ્સ સાથેનો કરાર એકદમ રોમાંચક અને પ્રેરણાજનક લાગ્યો છે. કંપની હોટેલ્સમાં ટેકનોલોજી અંગે પ્રતિબદ્ધ છે, જેના મૂલ્યો અમારા મૂલ્યોની ઘણા નજીક છે. નવા સ્માર્ટ સિટીમાં લેરિમેર સિટી એન્ડ રિઝોર્ટ માટે આ એકદમ ફિટ બેસે છે.

તાજેતરમાં ઇવી હોટેલ્સે મેટાવર્સ સાથે ભાગીદારીકરતા મેટાવેસ્ટર ક્લબ બેપ્સવર્લ્ડ બનાવી છે. ઇવી હોટેલ્સ પ્રોપર્ટીઝમાં ક્રિપ્ટોકરન્સી અને એનએફટી એક્સ્ચેન્જ શિકાગો ડિજિટલ એક્સ્ચેન્જ સાથેની ભાગીદારીમાં ક્રિપ્ટો ટ્રેડ ફ્લોરનો સમાવેશ થાય છે, જ્યાં ક્રિપ્ટો ટ્રેડિંગ કમ્યુનિટી વ્યક્તિઓને મળીને માહિતી અને તેની નિપુણતા પૂરી પાડી શકે છે.