કેલિફોર્નિયાના હોટેલિયરે અફઘાની પરિવારને તેમની દિકરી માટે મદદ કરી

યુદ્ધગ્રસ્ત દેશમાંથી હિજરત કરી આવનારા શરણાર્થીઓને નોકરી આપવા માટેના ગઠબંધનમાં પ્રિન્સ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક સામેલ થયા છે

0
720
અફઘાનિસ્તાનમાં ફક્ત 550 ડોલરનું દેવું ચૂકવી નહીં શકનારાએ નાણાં બદલ પોતાની ત્રણ વર્ષની દિકરી નાજીબાને આધેડને વેચી દેવાના કિસ્સાથી વ્યથિત કેલિફોર્નિયાના હોટેલિયર સુનિલ ‘સન્ની’ તોલાનીએ નાજીબાના પરિવારને આર્થિક સહાય મોકલાવી છે. તસવીર સૌજન્ય વોલસ્ટ્રીટ જર્નલ.

સુનિલ તોલાની અમેરિકા સ્થિત અફઘાનિસ્તાના શરણાર્થીઓ માટેના ટેન્ટ ગઠબંધન સાથે પણ જોડાયા છે, જેથી તેઓ આ શરણાર્થીઓને પોતાની કંપની પ્રિન્સ ઓર્ગેનાઇઝેશમાં નોકરી આપી શકે.

એક પરિવાર મુશ્કેલીમાં હતું અને મદદની રાહ ઝંખતું હતું, તેવા સમયે હોટેલિયર સુનિલ ‘સન્ની’ તોલાની એ પરિવારને મદદ માટે આતુર થઇ ઉઠ્યા હતા. તેમણે તાત્કાલિક નિર્ણય કર્યો અને હજારો માઇલ દૂર અઘફાનિસ્તાનમાં મદદની રાહ તકતા એ પરિવારને સહાય પહોંચાડવામાં આવી.

એક બાળકીનું જીવન દાંવ પર લાગ્યું હતું.

અને હવે, તોલાની યુદ્ધગ્રસ્ત દેશના શરણાર્થીઓને મદદરૂપ થવા માટેના સંગઠનમાં જોડાઈને તેમને મદદરૂપ બની રહ્યાં છે.

તોલાનીએ વોલ સ્ટ્રીટ જર્નલમાં ત્રણ વર્ષીય બાળકી નાજીબાને તેના પરિવારે ફક્ત 550 ડોલરની રકમના દેવાની ચૂકવણી બદલ એક આધેડને સોંપી દીધી એ સમાચાર વાંચ્યા હતા. નાજીબાની માતા સાલેહા, કે જે વેસ્ટર્ન અફઘાનિસ્તાનમાં ઘરોમાં હાઉસક્લિનર તરીકે કામ કરીને દરરોજના 70 સેન્ટ્સની આવક મેળવતી હતી કારણ કે તેનો વૃદ્ધ પતિ કોઇ કામ કરતો ન હતો, તેમ સેવાભાવી અફઘાની મદદગારે જણાવ્યું હતું.

સાલેહાને છ બાળકો છે અને તે પ્રસૂતિ સમયે મૃત્યુ પામેલી પોતાની બહેનના સંતાનોનું પણ લાલનપાલન કરી રહી છે. ચેરિટીના જણાવ્યા અનુસાર નાજીબાનો પરિવાર જે આધેડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યું અને નાણાંની બદલે નાજીબાને સોંપી હતી તેની સાથે એના લગ્ન નહીં થવા દેવાય.

તેમણે જણાવ્યું કે તે તરૂણાવસ્થા સુધી પહોંચે ત્યાં સુધી તે ઘરનું સફાઈકામ કરશે અને ત્યાર પછી તેના કોઇ એક પુત્ર સાથે લગ્ન કરી લેશે.

તોલાનીએ જણાવ્યું હતું કે આ સમાચાર જાણીને તેમને આઘાત લાગ્યો હતો અને તેમણે તરત અફઘાનિસ્તાનમાં મદદ પહોંચાડવા માટે સેવાભાવી સંસ્થાનો સંપર્ક કર્યો હતો.

તોલાનીએ કહ્યું હતું કે ઉધાર લીધેલા નાણાંની બદલે આધેડને બાળકી સોંપી દેવાનો નિર્ણય કરનારા એ પરિવારને 550 ડોલરનું દેવું ચૂકવવા માટે અહીંથી મદદ મોકલવાનો નિર્ણય કરાયો છે અને અમને આશા છે કે જો એ બાળકી ફરીથી પોતાની માતા અને પરિવાર સાથે મળી શકશે તો કદાચ આ દિવાળીએ તે અમારા માટે સૌથી મોટી ભેટ હશે. આ કાર્ય સરળ તો નથી પર એટલું મુશ્કેલ પણ નહીં બને.

અફઘાન સહાયકે 65000 ડોલરથી વધારેની રકમ એકઠી કરી છે. આ રકમનો ઉપયોગ એવા અનેક પરિવારોને મદદ પહોંચાડવામાં આવશે કે જેઓ આ પ્રકારે આર્થિક દેવામાં દબાયેલા છે. ઓગસ્ટ 15 પછી જ્યારથી ત્યાં તાલિબાની શાસન શરૂ કરાયું છે ત્યારથી ત્યાં માનવ અધિકારને લગતી સમસ્યાઓ વધી છે.

તોલાની અફઘાની શરણાર્થીઓને મદદ કરવાના હેતુ સાથે બનેલા સંગઠન ટેન્ટ સાથે જોડાયા છે, જે આવા શરણાર્થીઓને આર્થિક મદદ સહિતની સહાય પૂરી પાડવામાં મદદરૂપ બને છે. અન્ય કંપનીઓ નોકરીઓની તક, તાલીમ સહિતની તક પૂરી પાડે છે. જેમાં ઇન્ટર કોન્ટીનેન્ટલ હોટેલ ગ્રુપ અને હિલ્ટન ઉપરાંત અમેઝોન, ફેસબુક અને ફાઇઝર તથા ટાયસન ફૂડ્સનો સમાવેશ પણ થાય છે.

અમેરિકા નિર્ણયક તબક્કે છે, ત્યારે આપણા સમાજના દરેક ભાગે આવા અફઘાનિસ્તાની શરણાર્ણી ભાઇઓ અને બહેનોનું સ્વાગત કરવાનું રહે છે, તેમ શરણાર્થીઓ માટેના સંગઠન ટેન્ટના ભાગીદાર સ્થાપક અને ચોબાનીના સ્થાપક હમદી ઉલુકાયા કહે છે.  જ્યારે આ શરણાર્થીઓ નોકરીની તક હાંસલ કરે છે ત્યાર પછી તેઓ શરણાર્થી નથી રહેતા. ત્યારે તેઓ પગભર બની જાય છે.

તોલાનીની કંપની ધી પ્રિન્સ ઓર્ગેનાઇઝેશન, અનેક ચેરિટેબલ એક્ટિવિટીમાં અગાઉથી વિવિધ પ્રકારે સહાય કરી રહી છે.

તેઓ કહે છે કે અમે પ્રિન્સ ઓર્ગેનાઇઝેશનમાં ઇમિગ્રાન્ટસ અને શરણાર્થીઓને નોકરીમાં પહેલા તક આપીએ છીએ, અમને ટેન્ટ સંસ્થા મળીને આગળ કામ કરવામાં ગર્વ થાય છે.