કેલિફોર્નિયાના હોટેલિયરનું ટોચના ઉદ્યોગસાહસી તરીકે યાહૂ.કોમ દ્વારા સન્માન

ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ બીઝનેસ તરીકે ઓસીબીજે દ્વારા એશિયન અમેરિકનની માલિકીની પ્રિન્સ ઓગ્રેનાઇઝેશનનું પણ નામ સૂચવાયું

0
1028
કેલિફોર્નિયા ખાતેના હોટેલિયર સુનિલ ‘સન્ની’ તોલાણી, અહીં તેમના પરિવાર સાથે તથા તેમની હોસ્પિટાલિટી કંપની ખાતે. ધી પ્રિન્સ આર્ગેનાઇઝેશનની તાજેતરમાં યાહૂ ફાયનાન્સ અને ઓરેન્જ કાઉન્ટી બીઝનેસ જર્નલ દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

કેલિફોર્નિયા ખાતેના હોટેલમાલિક સુનિલ ‘સન્ની’ તોલાણીનું નામ યાહૂ ફાયનાન્સ તરફથી ટોચના ઉદ્યોગ સાહસી તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તોલાણીની ધી પ્રિન્સ ઓર્ગેનાઇઝેશનની પસંદગી ઓરેન્જ કાઉન્ટી, કેલિફોર્નિયામાં સૌથી ઝડપથી વિકસનાર ખાનગી કંપની તરીકે પણ ઓરેન્જ કાઉન્ટી બીઝનેસ જર્નલ દ્વારા પસંદગી કરવામાં આવી છે.

યાહૂ ફાયનાન્સની યાદીમાં તોલાણીની પસંદગી ફક્ત તેમના દ્વારા સંચાલિત થતી વિવિધ હોટેલો માટે જ નથી થઇ પરંતુ ચેરિટી વર્ક માટે, યુથ એમ્પાવરમેન્ટ અને એજ્યુકેશન કામગીરી માટે પણ તેમની પસંદગી થઇ છે. તેમને અગાઉ પણ અનેક પુરસ્કાર અને પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 2016 ટ્રીપએડવાઇઝર સર્ટિફિકેટ ઓફ એક્સલેન્સ વગેરે સહિતનો સમાવેશ થાય છે. નોન રેસિડેન્ટ ઈન્ડિયન વેલ્ફેર સોસાયટી દ્વારા તાજેતરમાં તેમને નેલ્સન મન્ડેલા લીડરશિપ એવોર્ડથી પણ તેમનું સન્માન કરાયું હતું.

સુનિલ તોલાણીએ આપમેળે આગળ આવેલ વ્યક્તિવિશેષ છે, તેઓ વિશેષ સન્માન ધરાવે છે અને વૈશ્વિક ઈન્ડિયન અમેરિકન સીઈઓ, સોશ્યલ આન્ત્રેપ્રિન્યોર, ફિલાન્થ્રોપિસ્ટ અને હ્યુમેનીટેરિયન છે, તેમ યાહૂ ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. (ધી પ્રિન્સ ઓર્ગેનાઇઝેશન એ) નિયમિતપણે થર્ડ પાર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રશંસા પામતી રહે છે અને કામ કરવા માટેના સૌથી શ્રેષ્ઠ સ્થળમાં તેની ગણના થાય છે. પ્રિન્સનું નામ ફાસ્ટેસ્ટ ગ્રોવિંગ પ્રાઇવેટ કંપની તરીકે તથા માઇનોરિટી-ઓવન્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે આ પ્રકારે સતત ત્રીજી વખત પસંદગી પામી છે.

ધી ઓસીબીજે દ્વારા પ્રિન્સ ઓર્ગેનાઇઝેશનને તેની એકંદર બીઝનેસ ફિલોસોફીના પ્રતિબિંબ બદલ ભારભાર પ્રસંશા કરવામાં આવી છે તેમ તોલાણીએ જણાવ્યું હતું. આ ફિલોસોફીમાં કર્મચારીઓમાં મૂડીરોકાણ, વેપારીઓ તથા ફ્રેન્ચાઇઝી પાર્ટનરો સાથે સિદ્ધાંતથી અને સમાન રીતે વ્યવહાર, સમાજને મદદરૂપ થવું તથા એ બાબતની ખાતરી કરવી કે તેની પ્રોપર્ટીઝની સફળતા માટે ઇન્વેસ્ટીંગ તથા બીઝનેસ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

વેપારમાં બદલાવ આવી રહ્યો છે, ફોર્સીસનું મજબૂત મિશ્રણ-એમ્પ્લોઇ એક્ટિવિઝમ, મીડિયામાં વધતી પારદર્શિતા, ગવર્મેન્ટ ગ્રિડલોક અને વૈશ્વિક સ્તરની સમસ્યાઓ જેવી કે કોવિડ-19 મહામારી, અસમાનતામાં વધારો અને ક્લાયમેન્ટ ચેન્જ સહિતની અનેક બાબતો- આપણને એ સતત યાદ કરાવે છે કે ફક્ત નફા તરફ ધ્યાન આપવું જરૂરી નથી. નફા ઉપરાંતનો હેતુ પણ હવે અનિવાર્ય બન્યું છે, આ બાબત છેલ્લાં 13 વર્ષથી અમારી કંપની માટે અપવાદરૂપ બની છે. મહામારીને કારણે અમારા કર્મચારીઓમાં એનજ્રી પ્રત્યેની સમજ, મહત્વાકાંક્ષા, ઇચ્છા, ગૌરવ અને સિદ્ધિ માટેનો હેતુ પણ મહામારીને કારણે આવ્યો છે. તેની અસર અમારી સંસ્થા પર બહોળા સ્તરે પડી છે અને અમે આ પ્રકારનો ઉત્સાહ અને ગર્વ અમારા કામદારોમાં જોયો નથી.

તોલાણી એ પણ ઉમેરે છે કે તેઓ કોલોરાડોની પોતાની બે હોટેલની પણ મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હતા, જોકે તેમના પૂર્વ કર્મચારી અને વર્તમાન ત્રણ કર્મચારી તાજેતરમાં બીમાર પડી ગયા હતા. તેમના સાજા થયા પછી તેઓ આ મુલાકાત ગોઠવશે.