હોટેલ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મહામારીને કારણે અનેક મહત્વના ફેરફારો આવ્યા છે. ક્ષેત્રને થયેલી અસરમાંથી બેઠા થવામાં સમય લાગી શકે તેમ છે. જોકે મહામારીને કારણે હોટેલ્સમાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળ્યા છે. તજજ્ઞોનું માનવું છે કે આ ફેરફારો આવનારા સમયમાં મહામારી પત્યા પછી પણ કાયમી ધોરણે રહેશે.
હિલ્ટન દ્વારા હોટેલ ક્ષેત્રે થયેલા મહત્વના સાત ફેરફારો અંગે જણાવવામાં આવ્યું છે જે આવનારા સમયમાં પણ કાયમી ધોરણે રહેશે.
હોટેલ ક્ષેત્રના પોતાના અનુભવના આધારે હિલ્ટન દ્વારા આ બાબત જણાવવામાં આવી છે કે ભવિષ્યમાં મુસાફરો દ્વારા આ અપેક્ષાઓ રાખવામાં આવશે.
હોટેલ ડિઝાઇન
આવનારા સમયને ધ્યાનમાં રાખીને હોટેલ ડિઝાઇનમાં ફેરફાર જોવા મળી શકે છે. જેમાં સામાજીક અંતર, ગેસ્ટ અને કર્મચારીઓ વચ્ચેનો સંપર્ક ટાળવો સહિત ઘરની અંદર અને બહાર વચ્ચેની રેખાઓને અસ્પષ્ટ કરવાની નવીન રીતોનો સમાવેશ થાય છે.
આ અંગે હિલ્ટનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ફોર ગ્લોબલ ડિઝાઇન લેરી ટ્રેકસલર કહે છે કે હાલના સમયે મોટાભાગના લોકો ખૂબ સાવચેતી રાખીને પ્રવાસ કરી રહ્યાં છે અને પોતાના રહેવાના સ્થળે સ્વચ્છતા તથા વ્યક્તિગત સલામતી સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને અમારી સાથે રહેવાનું પસંદ કરી રહ્યાં છે.
હિલ્ટન અનુસાર લોબી બાર્સ સહિતના સ્થળોએ ખુલ્લી જગ્યા સહિતની સુવિધા ગેસ્ટને વધારે પસંદ આવી રહી છે.
સંપર્કરહિત ગેસ્ટ અનુભવ
હિલ્ટન અનુસાર ઘણા ગેસ્ટ ચેક-ઇન કરતા સમયની સાથે સાથે ફોન પર પોતાના રૂમની પસંદગી કરવી અથવા હોટેલ પહોંચીને સીધા પોતાના રૂમમાં પહોંચવાનું પસંદ કરે છે-કારણ કે તેમનો ફોન જ હવે તો એક ચાવી બન્યો છે.
જ્યારે ગેસ્ટ ઓનલાઇન રીતે હિલ્ટનની હોનર્સ એપના માધ્યમથી ચેક-ઇન કરે છે ત્યારે તેઓ ડિજિટલ ચાવી માટે પણ વિનંતી કરી શકે છે. ડિજિટલ ચાવી સાથે તેઓ પોતાના સ્માર્ટફોનની મદદથી પોતાના હોટેલરૂમમાં, ફિટનેસ સેન્ટર, પૂલ અને હોટેલની અન્ય જગ્યાએ પ્રવેશ કરી શકે છે.
પારદર્શક સ્વચ્છતા
ગેસ્ટ પોતાના રોકાણ દરમિયાન સ્વચ્છતાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ હાલના બદલાયેલા સમયે તેઓ એવી સફાઈ કે સ્વચ્છતાનો આગ્રહ રાખે છે કે જે પારદર્શક હોય. સફાઈ કરનારાઓને લઇને પણ ગેસ્ટ વધારે સતર્ક બન્યા છે. તેઓ હોટેલમાં પોતાના રોકાણ દરમિયાન વધારે સલામતી અને સફાઈનો અનુભવ કરવા માગે છે.
સર્જનાત્મકતા
હાલના સમયે ઓન-ધી ગો મીલ અને પીણાં કે કોકટેલ સહિતનું ચલણ વધ્યું છે. વરચ્યુઅલ સ્તરે વાઇનનો સ્વાદ માણી શકનારા વધ્યા છે. હોટલમાં ગેસ્ટને રોકાણ દરમિયાન ભારે સ્વચ્છતા સાથે ભોજન આરોગવાનું પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમાં સર્જનાત્મકતા વધી છે.
આ અંગે એડમ ક્રોસિની, વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ગ્લોબલ હેડ એફબી બ્રાન્ડ હિલ્ટન કહે છે કે મહામારીને કારણે આપણને વધુ અને નવેસરથી વિચારવાની તક મળી છે કે અમે અમારા ગેસ્ટને અમારી સેવાઓ અને અનુભવમાં કેટલી સર્જનાત્મકા આપી શકીએ તેમ છે.
બહાર કામ કરવાનું સ્થળ
મહામારીએ સમગ્ર વિશ્વમાં લોકોને બહાર કામ કરવાનું મહત્વનો ફેરફાર કરાવી દીધો છે. સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં જ લોકોએ પોતાના રોજિંદી જીવનશૈલીમાં ફેરફાર કરી દીધો અને તેમના રહેવાના સ્થળે તથા કામના સ્થળે સ્ટેશનરી બાઇક્સ, યોગા મેટ્સ જોવા મળે છે. જેથી પોતાના કામના સ્થળે તેઓ કામ કરવાની સાથે સાથે વિશ્રામ લઇ શકે અને ઉંડો શ્વાસ લઇ શકે.
હિલ્ટનની પોસ્ટમાં જણાવ્યા અનુસાર ફિટનેસના સાધનો તથા અન્ય સાધનસુવિધા હવે સામાન્ય જીવનમાં એક મહત્વનો અંગ બન્યો છે.
ફ્લેક્સિબલ ઓફરિંગ
હવે જ્યારે સમગ્ર વિશ્વ બદલાયું છે ત્યારે મોટાભાગના કામના સ્થળોએ લોકોની હાજરી જોવા મળી રહી છે. તેઓ જોખમ સાથે પણ કામના સ્થળે પાછા ફર્યા છે. મોટાભાગના લોકો તેમાં પણ ફેરફાર ઇચ્છે છે. તેઓ ઇવેન્ટ અને કાર્યક્રમોના આયોજન માટે ઓન-સ્ક્રિન હાજરી કે ઓન-સાઇટ ઉપસ્થિતિનો આગ્રહ રખાઇ રહ્યો છે.
હિલ્ટન અનુસાર આવા અનેક મહત્વના ફેરફાર કોવિડ પત્યા પછી પણ જોવા મળશે.
લોયલ્ટી સભ્યો માટે સહકાર
મહામારીને કારણે લોયલ્ટી કાર્યક્રમો માટેની તક પણ ઉપલબ્ધ બની છે જેથી તેઓ પોતાના સભ્યોને પોતાના માટે તેમનું મહત્વ દર્શાવી શકે. જેથી કોઇ પ્રવાસી એક રાત્રિ માટે બિઝનેસ ટ્રીપ દરમિયાન રોકાણ કરે કે અઠવાડિયા સુધી પોતાના પરિવાર સાથે રોકાણ કરે, બ્રાન્ડ દ્વારા તેમને અનેક સુવિધાઓ, સ્પેશ્યલ ઓફર સહિતના લાભ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં પોતાની એક પોસ્ટમાં હોટસ્ટેટ્સ દ્વારા પણ આગાહી વ્યક્ત કરાઈ હતી કે કોવિડ-19 પછી હોટેલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે બદલાઇ જશે.
City councilman criticized for anti-Indian comments