બેસ્ટ વેસ્ટર્ન ગ્રાહકોને રૂમ્સ માટે રીવર્ડ પોઇન્ટનો લાભ આપશે

નવી હોટલોનો વેપાર પણ વધે તે હેતુ સાથે કાર્યક્રમ તૈયાર કરાયો

0
395
બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ‘પે વિથ પોઇન્ટસ’ કાર્યક્રમ રજૂ કરાયો છે. જે પાત્રતા ધરાવતા બેસ્ટ વેસ્ટર્ન રીવર્ડ મેમ્બરને હોટેલમાં રોકાણ દરમિયાન પોઇન્ટ વાપરવાની અનુમતી આપે છે. કાર્યક્રમનો હેતુ નવા ગ્રાહકો બેસ્ટ વેસ્ટર્ન પ્રોપર્ટીની મુલાકાત લે તેવો પણ છે.

2022માં પ્રવેશ કરવાની સાથે બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. જે ગેસ્ટને બેસ્ટ વેસ્ટર્ન રિવર્ડસ વાપરવાની તક આપે છે. હોટેલ રૂમ બૂકિંગ સમયે આ પોઇન્ટનો ઉપયોગ કરી શકાશે. કંપની કહે છે કે પે વિથ પોઇન્ટસ કાર્યક્રમને કારણે આવનારા સમયમાં હોટેલમાલિકોને પણ લાભ મળી શકવાનો છે.

નવા કાર્યક્રમ હેઠળ, બીડબલ્યુઆર મેમ્બર્સને રૂમનાઇટ મફત નહીં મળે પરંતુ તેઓ પોતાના પોઇન્ટનો ઉપયોગ કરીને રૂમ ભાડાંમાં ડિસ્કાઉન્ટ મેળવીશકે છે. તેઓ તાત્કાલિક ધોરણે નોર્થ અમેરિકામાં આવેલી તેની હોટેલોમાં આ પોઇન્ટનો લાભ મેળવી શકે તેમ છે. આ કાર્યક્રમના બીટા ટેસ્ટ દરમિયાન કેટલીક બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ ખાતે બીડબલ્યુઆરને પાંચ પોઇન્ટ જેટલો લાભ તેમના હોટેલ રોકાણ દરમિયાન અપાયો હતો.

ઘણા ગ્રાહકોએ તો પોતે જ્યાં અગાઉ રોકાણ કર્યું હતું કે હોટેલોમાં જ આ પોઇન્ટનો ઉપયોગ કરીને નવું રોકાણ કર્યું હતું.

આ અંગે બેસ્ટ વેસ્ટર્નના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ માર્કેટિંગ ઓફિસર ડોરોથી ડાવલિંગે કહ્યું હતું કે પે વિથ પોઇન્ટ એ પ્રકારે તૈયાર કરાયું છે કે બીડબલ્યુઆર સભ્યો અને અમારા હોટેલિયર્સને લાભ મળી શકે. અમારા હોટેલ માલિકોને તેનો લાભ મળશે, કારણ કે કંપની પોર્ટફોલિયોમાં નવી નવી પ્રોપર્ટી ઉમેરી રહી છે. અમે અમારા રિવોર્ડ સભ્યોને નવા પ્રમોશન અને લાભ મળે તે માટે સજાગ છીએ. નોર્થ અમેરિકામાં આવેલી અમારી બેસ્ટ વેસ્ટર્ન બ્રાન્ડેડ હોટેલ્સમાં  આ નવા પે વિથ પોઇન્ટ કાર્યક્રમની જાહેરાત કરતા અમને આનંદ થાય છે.

હાલનું પે વિથ પોઇન્ટ પ્રોગ્રામ હેઠળ લાભ લેવા માટે કમસે કમ 5000 પોઇન્ટ હોવા જરૂરી છે. જે હોટેલ બૂકિંગ સમયે 25 ડોલર જેટલી બચત કરાવી શકે તેમ છે. બીડબલ્યુઆર સભ્યો આ કાર્યક્રમ હેઠળ રિઝર્વેશ કરાવતી વખતે પ્રત્યેક એક ડોલર દીઠ દસ પોઇન્ટ મેળવી શકશે.

2020માં, બેસ્ટ વેસ્ટર્ન એક્સટેન્ડેડ ઈલાઇટનો દરજ્જો તેના બીડબલ્યુઆર સભ્યોને મહામારીના પ્રારંભે આપવામાં આવ્યો હતો. 2021માં, કંપની દ્વારા તેના ઈલાઇટ સ્ટેટ્સ હેઠળ મળતા લાભમાં કાપ મુક્યો હતો.

કંપની 18 બ્રાન્ડ ઓફર કરે છે અને તાજેતરમાં નોર્થ અમેરિકામાં બે બિલિયન ડોલરના મૂડીરોકાણથી નવી સંપત્તિ હાંસલ કરવામાં આવી છે. ગત મહિને બોર્ડ ઓફ ડિરેક્ટરના ચેરમેન પદે જ્હોન કેલી ઉપરાંત બોર્ડ મેમ્બર તરીકે વિરલ ‘વિક્ટર’ પટેલ અને મહમૂદ ‘માઇક’ મર્ચન્ટ પણ ચૂંટાઈ આવ્યા છે.