બેસ્ટ વેસ્ટર્ન દ્વારા હિટ ધ રોડ પ્રમોશન લૉન્ચ કરાયું

0
856
બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા હીટ ધ રોડ વિથ બેસ્ટ વેસ્ટર્ન પ્રમોશન દ્વારા તેના મેમ્બર્સ જેઓ કાર દ્વારા ટ્રાવેલિંગ કરે છે તેમને પ્રમોશન ઓફરમાં બોનસ આપશે

બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રીસોર્ટ કોરોના મહામારી દરમિયાન માર્કેટમાં કાર લઈને ટ્રાવેલ કરનારા લોકોને ત્રણ પ્રમોશન ઓફર કરે છે. આ પ્રમોશનને સમર સીઝન દરમિયાન ગ્રાહકોને આકર્ષવા માટે હીટ ધ રોડ વિથ બેસ્ટ વેસ્ટર્ન નામ આપવામાં આવ્યું છે.

બેસ્ટ વેસ્ટર્ન ગીફ્ટ કાર્ડ ખરીદવા માટે બોનસ પ્રાપ્ત કરો. બેસ્ટ વેસ્ટર્નનું 100 ડૉલરનું ગીફ્ટ કાર્ડ ખરીદનારને 20 ડૉલરનું બોનસ આપવામાં આવશે. આ ઓફર 1 જૂનથી 30 સપ્ટેમ્બર સુધી છે.
15 જૂનથી 31 ઓગષ્ટ સુધી કોઈ પણ મેમ્બર કાર દ્વારા ટ્રાવેલિંગ કરીને બેસ્ટ વેસ્ટર્નમાં રોકાશે તેમને 25 ડૉલરનું ગેસ માટેનું ગીફ્ટ કાર્ડ મળશે.
જે લોકો 22 જૂનથી 7 સપ્ટેમ્બર સુધી બેસ્ટ વેસ્ટર્નમાં નાઈટ રોકાશે તેઓ 25 ડૉલરના ગીફ્ટ કાર્ડ મેળવશે.

2020 માં મુસાફરીની દુનિયા બદલાઈ ગઈ છે અને આવનારા મહિનાઓમાં અમારી મુસાફરીની યોજના થોડી જુદી હશે તેવું નકાર્યું હોવા છતાં, અમારું માનવું છે કે લોકો હંમેશા તેમની આસપાસની દુનિયાને પામવાનો માર્ગ શોધશે, એમ બેસ્ટ વેસ્ટર્નના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ માર્કેટિંગ ઓફિસર ડોરોથી ડોવલિંગે જણાવ્યું હતું. “મુસાફરીની માંગણી શરૂ થવા સાથે, આપણે જાણીએ છીએ કે ઘણા લોકો આ ઉનાળામાં ફરવાનું પસંદ કરશે, ટૂંકા ગાળાની સફરો અને રોકાણો પસંદ કરશે.”

મહામારી દરમિયાન બેસ્ટ વેસ્ટર્ન દ્વારા તેની કેન્સલેશન પોલીસીને અપડેટ કરવામાં આવી છે જેમાં વાયરસની સામે મુસાફરોને સુરક્ષા અને સ્વચ્છતા મળી રહે તે માટે વી કેર ક્લીન કાર્યક્રમ અંતર્ગત સેનિટાઈઝેશનની સુવિધા પણ આપવામાં આવી છે.