મેરિયટ અને ઓરો યુનિવર્સિટી વચ્ચે તાલીમ અને શિક્ષણ માટે ભાગીદારી

ઓરો હોટેલ યુનિવર્સિટી સ્થાપના અને માર્ગદર્શન પૂરું પાડે છે

0
471
ભારતના સુરત ખાતેની ઓરો યુનિવર્સિટી તથા મેરિયટ ઇન્ટરનેશનલ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર કાર્યક્રમના વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ડિ. જે. રામા, ઉપર જમણે, ઓરો હોટેલના પ્રેસિડેન્ટ અને સીઈઓ, વચ્ચેની હરોળમાં ડાબે, એચ. પી. રામા, યુનિવર્સિટીના સ્થાપક, પ્રેસિડેન્ટ અને ચાન્સેલર, ક્રેઇગ સ્મિથ, મેરિયટના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર તથા અન્ય મહાનુભાવો.

ભારતના ગુજરાત રાજ્યના સુરત ખાતે આવેલી ઓરો યુનિવર્સિટી અને મેરિયટ ઈન્ટરનેશનલ વચ્ચે તાલીમ અને શિક્ષણ અંગે સમજૂતિ કરાર થયા છે. જેમાં તાલીમ, શિક્ષણ ઉપરાંત ઇન્ટર્નશિપ અને ઓરો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને નોકરી માટે પહેલી પસંદગી આપવા બાબતનો આ સમજૂતિ કરારમાં સમાવેશ થાય છે. સમજૂતિ કરાર અનુસાર મેરિયટ સહિતની કંપનીઓમાં નોકરી માટે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે.

ઓરો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સાઉથ કેરોલિના ખાતેના ગ્રીનવિલેસ્થિત ઓરો હોટેલ્સના પ્રેસિડેન્ટ અને સીઈઓ ધર્મેન્દ્ર ડી.જે. રામા તથા તેમના કાકા હસમુખ એચ.પી. રામા પણ સ્થાપક અને પ્રેસિડેન્ટ તથા ચાન્સેલરની જવાબદારી સંભાળે છે.
“મેરિયટ (ભારત) તથા ઓરો યુનિવર્સિટી વચ્ચેની આ સમજૂતિ બે સંસ્થાઓ વચ્ચેની સાચી ભાગીદારીની પરાકાષ્ઠા દર્શાવે છે, જેનો હેતુ શિક્ષણ માટેનું મંચ પૂરુ પાડવા માટેનું છે. જેમાં વાસ્તવિક જીવન અંગે શિક્ષણ તથા ઇન્ટર્નશિપ દ્વારા જાણવા તથા શિખવા મળી શકશે” તેમ એચ. પી. રામાએ કહ્યું હતું. “અમારા વિદ્યાર્થીઓ સ્નાતક થઇને નોકરી મેળવવા માટે બહાર નિકળે તે પહેલા હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી માટે તૈયાર થઇ ગયા હતા.”મેરિયટના આંતરરાષ્ટ્રીય વિભાગમાં 130 દેશો અને પ્રદેશોમાં 2,300 થી વધુ હોટલનો સમવાશ થાય છે.

“મેરિયટ ઇન્ટરનેશનલ પોતાની પ્રતિભાની વિવિધતા તથા ઉંડાઈ બદલ ગર્વ ધરાવે છે, તે તાલીમનું મહત્વ સમજે છે અને હોસ્પિટાલીટી ક્ષેત્રે આવનાર પેઢીને કૌશલ્ય સાથે તૈયાર કરવી એ તેના માટે જરૂરી છે.” તેમ મેરિયટના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજીંગ ડિરેક્ટર ક્રેઇગ સ્મિથે જણાવ્યું હતું. “આ ભાગીદારી તથા સહયોગી પહેલ એ કૌશલ્ય ધરાવનાર યુવાનોનું સશક્તિકરણ કરવાની સાથે તેમને હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે તૈયાર કરવા સહિતનું છે. જેથી તેમને આ ક્ષેત્રે રહેલી કારકિર્દીની ઉજળી તકો અંગે જાણવા મળે તથા નવી ઉંચાઈએ પહોંચી શકે.”

ડી. જે. રામાએ જણાવ્યું હતું કે કંપનીની મેરિયટ સાથેના સંબંધોની શરૂઆત 1996માં થઈ હતી.તેમણે કહ્યું કે અમે બન્ને પરિવારના મૂલ્યો વહેંચીએ છીએ. આજનો દિવસ અમારા માટે ખૂબ યાદગાર તથા પ્રતિકાત્મક રહેશે કારણ કે ઓરો યુનિવર્સિટીના માધ્યમથી અમારી પેઢીના બીઝનેસ લીડર્સ અને મૂલ્યો પણ પરસ્પર સંકળાઈ રહ્યાં છે.

કરાર માટે હસ્તાક્ષર સમારોહ દરમિયાન, પ્રો. રાજન વેલુકર દ્વારા યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા આવરી લેવામાં આવેલા વિવિધ કાર્યક્રમો તથા પહેલો અંગેની માહિતીની જાણકારી આપવામાં આવી હતી.

“સમગ્ર વિશ્વ જ્યારે સૌથી કપરા સમયથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક પ્રતિભાઓને યોગ્ય સ્થાન પૂરું પાડવાની કામગીરી મહત્વની છે અને અમને ખાતરી છે કે મેરિયટ સાથે ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકેની કામગીરી દરમિયાન અને અમારા નિર્ધારિત લક્ષ્યાંકોને હાંસલ કરી શકીશું”ઓરો હોટેલ્સની સ્થાપના 2017માં જ્યારે સાઉથ કેરોલિનામાં ગ્રીનવિલે ખાતે આવેલી જેએચએમ હોટેલ્સ ચાર કંપનીઓમાં વિભાજીત થઇ ત્યારે થઈ હતી. અન્ય ત્રણ ફ્લોરિડાના ઓર્લાન્ડોસ્થિત સિમા હોટેલ્સ, ઓરલાન્ડોસ્થિત સરોના હોલ્ડિંગ્સ, સિદ્ધિ હોટેલ ગ્રુપ ઓફ ગ્રીનવિલે છે.