અમેરિકન બાય વિન્ધામે સ્ટેટ ફેર ફેમિલી કોન્ટેસ્ટ લોન્ચ કરી

0
491
અમેરિકન બાય વિન્ધામે તેના ઇનએગ્યુરલ સ્ટેટ ફેર ફેમિલી માટે સર્ચ લોન્ચ કરી છે અને તેનું ઇનામ 15,000 ડોલર છે.

અમેરિકન બાય વિન્ધામે સ્ટેટ ફેર ફેમિલી કોન્ટેસ્ટ લોન્ચ કરી છે. તેના વિજેતાને 15,000 ડોલર આપવામાં આવશે. વિજેતા કુટુંબને દસ હજાર ડોલરનું ટ્રાવેલ સ્ટાઇપેન્ડ અને પાંચ હજાર ડોલરનું રોકડ ઇનામ મળશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કુટુંબોએ કમસેકમ ત્રણ જુદાં-જુદા મિડવેસ્ટ સ્ટેટ ફેરનમાં દર સપ્તાહે એક વખત હાજરી આપવી જરૂરી છે. તેઓએ તેમની હાજરીના દસ્તાવેજો તરીકે ફોટો અને વિડીયોઝ સોશિયલ મીડિયા પર મૂકવા પડશે અને ભાવિ અમેરિકન બેસ્ટ ઓફ ધ મિડવેસ્ટ ફેર ગાઇડમાં પ્રદાન આપવું પડશે, એમ સ્ટેટમેન્ટે ઉમેર્યુ હતુ.

સોશિયલ-મીડિયા સેવી કુટુંબની સાથે એક્ટિવ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ પ્રીફર્ડ) 21 વર્ષથી વધુના લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા અમેરિકન રહેવાસી હોવા જોઈએ અને તેમની પાસે રાજ્ય માન્ય કે સંઘ માન્ય અધિકૃત કાર્ડ હોવું જોઈએ.

આ અંગેની એન્ટ્રીઓને ત્રીજી ઓગસ્ટ સુધીમાં કમસેકમ 300 શબ્દની લેખિત એન્ટ્રીમાં સુપ્રદ કરવાની રહેશે અને ફેમિલી ફોટો અથવા એકથી ત્રણ મિનિટનું વિડીયો વર્ણન જેમા કઈ બાબત તમારા કુટુંબને જોબ માટે આદર્શ બનાવે છે તેનું વર્ણન આપવાનું રહેશે. વિજેતાની પસંદગી ચોથી ઓગસ્ટના રોજ થશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

અમેરિકન બાય વિન્ધામના બ્રાન્ડ એમ્બેસેડર અને વાઇસ પ્રેસિડેન્ટ ક્લેમ બેન્સે જણાવ્યું હતું કે સ્ટેટ ફેર્સની જેમ અમેરિકન હોટેલ્સ મહેમાનોને જોડવાનું કેન્દ્રસ્થાન છે અને આથી તેના જબરજસ્ત અનુભવો અમેરિકાનું હાર્ટ છે. અમારું પ્રથમ સ્ટેટ ફેર ફેમિલી આજીવન માટે સ્મૃતિઓ રચશે અને તેઓ ઉનાળાના ફેરમાં અમેરિકન ખાતે આરામ માણવા માટે તેમના માટે શ્રેષ્ઠ ઓફર મેળવી શકશે.

મેમાં વિન્ધામ હોટેલ્સ એન્ડ રિઝોર્ટ્સે નવું એકસ્ટ્રા માઇલ ઇનિશિયેટિવ લોન્ચ કર્યુ છે જેથી ફ્લાઇટ એટેન્ડન્ટ્સ તરફ અનુકંપા દર્શાવી શકાય.