AHLA ટ્રાફિકિંગ સર્વાઇવર્સ ફંડને અગ્રણી હોટેલ કંપનીઓ પાસેથી દસ લાખ ડોલરનું ડોનેશન મળ્યું

ફંડ માનવ તસ્કરીમાં બચેલાઓના જીવનને આર્થિક સ્થિરતા પૂરી પાડવામાં મદદ કરશે

0
560
નો રૂમ ફોર ટ્રાફિકિંગ સર્વાઇવર ફંડની તાજેતરની જાહેરાતના પગલે હયાત હોટેલ્સ, જી6 હોસ્પિટાલિટી અને એક્સ્ટેન્ડેડ સ્ટે અમેરિકાના પ્રતિનિધિઓએ અમેરિકન હોટેલ એન્ડ લોજિંગએસોસિયેશન તથા AHLA ફાઉન્ડેશન સ્ટાફ સ્ટેજ પર

ત્રણ અગ્રણી હોસ્પિટાલિટી ફર્મ્સે નો રૂમ ફોર ટ્રાફિકિંગ સર્વાઇવર્સ ફંડ માટે દસ લાખ ડોલરનું દાન કર્યુ છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશન ફાઉન્ડેશને માનવ તસ્કરી અટકાવવા અને તેના બચેલાઓને મદદ કરવા આ ફંડ રચ્યુ છે.

ધ હયાત હોટેલ્સ ફાઉન્ડેશને ફંડમાં પાંચ લાખ ડોલર, જી6 હોસ્પિટાલિટી એન્ડ એક્સ્ટેન્ડેડ સ્ટે અમેરિકાએ સંયુક્ત રીતે પાંચ લાખ ડોલરનું દાન આ પહેલ માટે કર્યુ હતુ, એમ AHLAએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. ફંડ માનવ તસ્કરીમાં બચેલાઓને આર્થિક ટેકો પૂરો પાડે છે. તેની સાથે ઉદ્યોગમાં માનવ તસ્કરીને રોકવા એડવાન્સ ટ્રેનિંગ અને શિક્ષણ પૂરુ પાડે છે.

હયાત હોટેલ્સ ફાઉન્ડેશનનો પ્રતિનિધિ નો રૂમ ફોર ટ્રાફિકિંગ એડવાઇઝરી કાઉન્સિલના કો-ચેર તરીકે કામ કરશે.

હયાત ફાઉન્ડેશનના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર મલાઇકા માયર્સે જણાવ્યું હતું કે અમે માનવ તસ્કરી હોસ્પિટાલિટી ઉદ્યોગને રીતસર ઉધઇની જેમ ખાઈ જવાની સંભાવના ધરાવે છે તે વાતને માન્યતા આપીએ છીએ અને માનીએ છીએ કે માનવ અધિકારોના ભંગ સમાન આ બાબતનો સામનો કરવા ઉદ્યોગ માટે તેનો શ્રેષ્ઠ ઉપાય AHLA ફાઉન્ડેશનના નો રૂમ ફોર ટ્રાફિકિંગ સર્વાઇવર્સ ફંડ જેવા પ્રયત્નો છે.

જી6 અને ઇએસએના હેડ નો રૂમ ફોર ટ્રાફિકિંગમાં ભાગ લેવાને લઈને ઉત્સાહિત હતા.

જી6ના સીઇઓ રોબ પેલેસીએ જણાવ્યું હતું કે આ દાનના લીધે સમગ્ર ઉદ્યોગમાં હોટેલના કર્મચારીઓને સારી તાલીમ આપવાના અને માનવ તસ્કરીમાં બચી ગયેલાઓને સમર્થન આપવાના અમારા પ્રયત્નોમાં બમણુ જોર આવશે. ઇએસએના પ્રેસિડેન્ટ અને સીઇઓ ગ્રેગ જ્યુસેમે જણાવ્યું હતું કે કંપનીને ટ્રેનિંગ અને સર્વાઇવર સપોર્ટ માટેના આગામી નેચરલ ફેઝના ભાગીદાર બનવામાં ગૌરવની લાગણી થાય છે.

જ્યુસેમે જણાવ્યું હતું કે ટ્રેનિંગ અને સર્વાઇવર સપોર્ટનો આગામી તબક્કો તે કુદરતી પ્રક્રિયા છે અને અમને ગૌરવ છે કે અમે નો રૂમ ફોર ટ્રાફિકિંગ સર્વાઇવર્સ ફંડને નાણાકીય પ્રતિબદ્ધતા પૂરી પાડનારાઓમાં એક છીએ. એપ્રિલમાં રેડ રૂફે એન્ટિ-ચાઇલ્ડ ટ્રાફિકિંગ એન્ડ એક્સ્પ્લોઇટેશન ઓર્ગેનાઇઝેશન ઇસીપીએટી-યુએસએ માટે ભાગીદારીની જાહેરાત કરતા સંગઠનને દસ હજાર ડોલરનું દાન કર્યુ હતું.