J.W.‘Bill’ મેરિયોટ નિવૃત્ત થાય છે, પુત્ર ડેવિડ અધ્યક્ષપદ સંભાળશે

AAHO એ વરિષ્ઠ મેરિયોટને AAHOACON 2022 ખાતે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા.

0
756
આ મહિને J.W.‘Bill’ મેરિયોટ જુનિયર, ડાબેરી, મેરિયોટ ઈન્ટરનેશનલના અધ્યક્ષપદેથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના પુત્ર, ડેવિડ મેરિયોટ, જમણે, અધ્યક્ષપદનું સુકાન સંભાળશે.

મેરિયોટ ઈન્ટરનેશનલ ખાતે કંપનીના અધ્યક્ષપદ તરીકે સુકાન સંભાળવામાં પરિવર્તન થઈ રહ્યું છે જયાં હવે પછી J.W.‘Bill’ જુનિયર ના બદલે તેમના પુત્ર ડેવિડ મેરિયોટ આ પદને ન્યાય આપશે. સીનીયર મેરિયોટે 60 વર્ષથી વધુ સમય આ કંપનીનું નેતૃત્વ કર્યું છે.

મેરિયોટે ફેબ્રુઆરીમાં જ આ પ્રકારના ફેરફાર અંગેની ઘોષણા કરી હતી. જે. ડબલ્યુ એ  પરિવારની હોટ શોપ્સ રેસ્ટોરન્ટ ચેઈનમાં વિવિધ હોદ્દાઓ પર કામ કરતા તેના હાઈ સ્કૂલ અને કોલેજના વર્ષો વિતાવ્યા. 1956 પછી તેમણે આમાં પૂણરૂપે ધ્યાન આપવાનું શરૂ કર્યું અને તેમાં સહયોગી બન્યા અને પછી તુંરત જ પ્રથમ મેરિયોટ હોટેલની દેખરેખ કરવાનું શરૂ કર્યું. તેઓ 1964માં કંપનીના પ્રમુખ બન્યા અને 1972માં સીઈઓ બન્યા, આ ભૂમિકા તેમણે 2012માં પદ છોડતા પહેલા 40 વર્ષ સુધી નિભાવી હતી. તેઓ 1985માં બોર્ડના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા.

‘બોર્ડ વતી તેમજ અનેક લોકો જેઓ વિશ્વભરમાં મેરિયોટ નામનો તાજ ધરાવે છે તે તમામ લોકો વતી, હું શ્રી મેરિયોટને કંપની સાથેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે આભાર માનું છું. ખરેખર તેઓ એક ઈન્ડસ્ટ્રી આઈકોન છે અથવા તો એમ કહી શકાય કે આ નામમાં જ એક ઈન્ડસ્ટ્રી છે. એન્થોની કેપુઆનો, મેરિયોટના સીઈઓ.’

J.W. હવે એમેરિટસના ચેરમેન બનશે અને તેમનો પુત્ર ડેવિડ કે જેઓ 1999માં કંપનીમાં જોડાયા હતા અને 2021માં તેમની ડિરેક્ટર પદે નિયુક્તિ થવા પામી હતી જે હવે ચેરમેન પદનું સુકાન સંભાળશે. કેપુઆનોએ ડેવિડ મેરિયોટને તેમના નવા પદ માટે અભિનંદન પાઠવ્યા.

કેપુઆનોએ જણાવ્યું હતું કે, ‘મેરિયોટ ખાતેની તેમની કારકિર્દીનો અનુભવ વધુ ઘણો સફળ રહ્યો, જો કે આતિથ્ય તેમના વારસામાં ઉતરેલું છે.’ ‘હું આવનારા વર્ષો સુધી તેમની સાથે કામ કરવા આતુર છું.’

J.W. ને એપ્રિલમાં બાલ્ટીમોર એસોસિએશનમાં વાર્ષિક સંમેલન અને ટ્રેડશો દરમિયાન મેરિયટને AAHOA લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા.

AAHOA ના નવા ચેરમેન નીલ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘કોઈપણ વ્યક્તિ પોતાની અનેક સિદ્ધિઓ, સંશોધનો અને તેણે તેની કારકિર્દી દરમિયાન સ્થાપિત કરેલ વારસાનું વર્ણન કરી શકે છે.’ જો કે AAHOA ના સભ્યો માટે, તેમની હિંમત, સહાનુભૂતિ તેમજ તેમની શક્તિને મેરિયોટ સાથે તેમણે અનેક સ્તરે નિભાવેલ નેતૃત્વકારી ભૂમિકાઓને વ્યાખ્યાયિત કરવામાં આવશે.

પટેલે જણાવ્યું હતું કે ઘણા AAHOA સભ્યો કે જેમનો ઉછેર હોસ્પિટાલિટી ઉદ્યોગમાં થયો છે, તેઓ મેરિયટને પારિવારિક વ્યવસાય તરીકે પ્રશંસા કરી શકે છે. આ સાથે પટેલે ડેવિડ મેરિયટને અધ્યક્ષપદ સંભાળવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.

પટેલે કહ્યું, ‘અમે ડેવિડના નેતૃત્વ હેઠળ મેરિયોટ સાથે અમારી મજબૂત ભાગીદારી ચાલુ રાખી સફળ થવા માટે ઉત્સુક છીએ, તેમજ તેમણે અમારા સભ્યો માટે જે કંઈ પણ કર્યું છે તેના માટે અમે તેમનો સસ્નેહ આભાર માનીએ છીએ.’