બ્લોગઃ રીકવરી દરમિયાન સંપત્તિ અને મજૂરો પર ધ્યાન કેન્દ્રિત કરો

ફર્મ હોટસ્ટેટ્સ દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી અનુસાર એપ્રિલ દરમિયાન ફક્ત મજૂરી ખર્ચમાં 68.1 ટકાનો વધારો થયો છે

0
767
કોવિડ-19 મહામારીની અસરથી પુનઃ બેઠા થવામાં હજુ કેટલોક સમય લાગી શકે તેમ હોવાનું હોટસ્ટેટ્સના બ્લોગથી જાણવા મળે છે, જેનો અર્થ એ થયો કે હોટેલવાળાઓએ પોતાને મળનારા લાભની સામે થનાર ખર્ચ શક્ય એટલો ઘટાડવાના પ્રયાસ કરવા જોઇએ કારણ કે ઓક્યુપન્સી રેટ પણ ધીમો છે.

હોટેલવાળાઓ માટે ઓક્યુપન્સી અને ખર્ચમાં સતત વધારો થઇ રહ્યો છે, તેમણે હવેના સમયે એસેટ નેવિગેશન અને લેબર મોડેલ્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમ હોટસ્ટેટ્સનું માનવું છે.

મહામારી દરમિયાન, એસેટ મેનેજરોએ સર્વિસ પ્રોવાઇડર્સને કોન્ટ્રાક્ટને ફરીથી નવી ચર્ચા-વિચારણા કરવા જણાવ્યું હતું અને અન્યોને પણ આવું કરવા સૂચન કર્યું હતું તેમ હોટસ્ટેટ્સ બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે.

“જો તમે ક્યારેય પૂછશો નહીં તો તમને ક્યારેય જાણવા નહીં મળે. ગ્રાહકો ક્યારેય ઓછા ભાવ કે સારી સેવા અંગે પૂછતા અચકાશે નહીં. માટે જરૂરી છે કે તમે પોતાની જાતને તે માટે સજ્જ રાખો અને જો જવાબ ના હોય તો સમજી લો કે તમે જ્યાંથી શરૂ કર્યું તમે ત્યાં જ છો” તેમ માઇકલ ડોયલે, મેનેજીંગ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, હોટેલ એસેટ મેનેજમેન્ટ કંપની સીએચએમડબલ્યુઆરનિકનું નિવેદન બ્લોગમાં જણાવે છે. તેઓ ઉમેરે છે કે, થર્ડ પાર્ટી પ્રોવાઇડર્સ સાથેની તમારી ભાગીદારીની શરતો તરફ ધ્યાન આપો, જેમ કે ક્લિનિંગ સર્વિસ અને જુઓ કે તમે કોની સાથે સારી વાટાઘાટ કરી શકો તેમ છો.

અમેરિકામાં, એપ્રિલમાં પ્રતિ ઉપલબ્ધ ઓરડાદીઠ થતી લેબર કોસ્ટ 41.76 ડોલર થતી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળાની સરખામણીએ 68.1 ટકાનો વધારો સૂચવે છે, તેમ એસેટ મેનેજર અને એડવાઇઝરી ફર્મ હોટેલએવેના સીઈઓ અને સ્થાપક માઇકલ રુસો બ્લોગમાં પોતાના નિવેદનમાં જણાવે છે. તેઓ ઉમેરે છે કે હોટેલવાળાઓએ હવે બદલાવને અનુરૂપ થઇને લેબર મોડેલ્સમાં પણ ફેરફાર કરવા જોઇએ,

અમારું ઓપરેશનલ એફિશિયન્સી ડિવિઝન એ ડાયનામિક સ્ટાફિંગ મોડેલ આધારિત છે, જ્યાં ઓક્યુપન્સી સ્ટાફ નક્કી કરે છે, તેમ તેણીએ જણાવ્યું અને ઉમેર્યું કે દરેક પાંચ પોઇન્ટ ઈન્ક્રીમેન્ટ (ઓક્યુપન્સીમાં) અમે સ્તરની સમીક્ષા કરીએ છીએ.

રુસોના માનવા અનુસાર એફએન્ડબી સ્ટાફિંગમાં ટેકનોલોજીના વપરાશથી સરળતાથી કર્મચારીઓની સંખ્યા પર નિયંત્રણ મેળવી શકાય તેમ છે.

“તમારે ગેસ્ટ ઓર્ડર પર ધ્યાન આપવાનું હોય છે અન ક્યુઆર કોડ સહિતની અન્ય ટચલેસ ટૂલ્સની મદદથી પે કરવાનું આવે છે. ત્યાર પછી સર્વર્સને બદલે રનર્સ વાપરવાનો વારો આવે છે, જે ઓર્ડર સ્વીકારે, ભોજન લાવે અથવા વિનંતી કરાયેલ સામાન ડ્રોપ કરી જાય જેમ કે કેચઅપ., તેણીની ઉમેરે છે. હોટેલ્સમાં લેબર ફોર્સ અંગેની જરૂરિયાત અંગેની ગહન સમીક્ષા પછી જણાયું છે કે નાની રેસ્ટોરાં કે જ્યાં 20-30 ગેસ્ટ હોય છે તેમને ખરેખર ફુલ ટાઇમ મેનેજરની જરૂર હોય છે. હોટેલમાં મજૂરી ખર્ચ તરફ ધ્યાન આપવાની જરૂર છે.

ડોયલે પાર્ટ ટાઇમ લેબરની ભલામણ કરે છે.

“પાર્ટ-ટાઇમ કામ કરનારાઓ વધારે વફાદાર અને વધારે લાયકાત ધરાવતા હોય છે કારણ કે ઘણા શિક્ષકો અથવા અન્ય વ્યવસાયકારો વધારે કલાકો સુધી કામ કરવાનું પસંદ કરે છે. લાંબા ગાળા માટે તે એક વ્યૂહાત્મક રણનીતિ છે, જે ખર્ચમાં ઘટાડો કરી રાહત આપી શકે છે, તેમ તેઓ ઉમેરે છે.

ઈન્ટર્નશિપ પૂરી પાડવી એ પણ ખર્ચમાં બચતનો એક અન્ય વિકલ્પ છે, તેનાથી ભવિષ્યના કર્મચારીઓનો સ્રોત બની શકાય છે જો બરોબર તાલીમ આપવામાં આવે તો.

તાજેતરના અન્ય એક રીપોર્ટ અનુસાર, હોટસ્ટેટ્સ કહે છે કે માર્ચમાં અમેરિકાની હોટેલવાળાઓ માટે મહામારી શરૂ થયાના વર્ષ પછી પણ નફાના સ્તરમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે.