કોન્ટેક્ટલેસ ચેક-ઈન સોફ્ટવેર કંપની વિરડી દ્વારા નવું મૂડીરોકાણ

સ્ટાર્ટ અપ કંપનીમાં કુલ રોકાણ હવે 4 મિલિયન ડોલરથી વધું

0
822
કોન્ટેક્ટલેસ ચેક-ઈન ટેકનોલોજી કંપની વિરડીને ટેકનોલોજી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ દ્વારા નવું મૂડીભંડોળ મળ્યું છે, જેમાં ઓસ્ટીન, ટેક્સાસસ્થિત સિલ્વરટોન પાર્ટનર્સ અને લાઇવઓક વેન્ચર પાર્ટનર્સ અને ડીજેઆર એડવાઇઝર્સ સહિતનો સમાવેશ થાય છે. જેમનું કુલ મૂડીરોકાણ 4 મિલિયન ડોલરથી વધુ છે.

કોન્ટેક્ટલેસ ચેક-ઈન ટેકનોલોજી કંપની વિરડીને નવું મૂડી ભંડોળ પ્રાપ્ત થયું છે, જેના થકી તેને કુલ 4 મિલિયન ડોલરથી વધુનું નાણાં ભંડોળ મળ્યું છે. નવા મૂડીરોકાણથી કંપનીને તેના હોસ્પિટાલિટી, મલ્ટીફેમિલી, સ્ટુડન્ટ હાઉસિંગ અને મેડિકલ ક્લાયન્ટ્સ માટેના મલ્ટીપર્પઝ કોન્સર્જ સોફ્ટવેરના વિસ્તરણ માટે પણ આગળ વધવા માટેની તક મળી શકી છે.

વિરડીના નવા ઇન્વેસ્ટમેન્ટ તબક્કામાં ભાગ લેનારાઓમાં ઓસ્ટિન, ટેક્સાસસ્થિત સિલ્વરટન પાર્ટનર્સ અને લાઇવઓકે વેન્ચર પાર્ટનર્સ અને ડિજેઆર એડવાઇઝર્સ સહિતનો સમાવેશ થાય છે. છેલ્લાં એક મહિના દરમિયાન, વિરડી દ્વારા અન્ય કેટલીક કંપનીઓ સાથે પણ ભાગીદારી શરૂ કરવામાં આવી જેમાં પ્રોપર્ટી મેનેજમેન્ટ સોફ્ટવેર પ્રોડયુસર ઇન્ફોર, એક્સેસ કંટ્રોલ કંપની સાલ્ટો સિસ્ટમ્સ અને પેમેન્ટ ટેકનોલોજી કંપની શિફ્ટ4 પેમેન્ટ્સનો સમાવેશ થાય છે. આ સંયુક્ત પ્રોડક્ટનો હેતુ ફ્રન્ટ ડેસ્ક ચેક-ઇન/ચેક-આઉટ ઓપરેશન્સની  કિંમત ઘટાડવી અને કાર્યક્ષમતા વધારવાનો છે.

આ અંગે વિરડીના સહ-સ્થાપક નાદવ કોર્નબર્ગે જણાવ્યું હતું કે અમે નવા રોકાણકારોને આવકારીએ છીએ કે જેમણે અમારા રાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપમાં નાણાં ઠાલવ્યા છે, જેમાં રાજીવ ત્રિવેદી (વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ આઈએનસીના લા ક્યુઈન્ટાના પૂર્વ બ્રાન્ડ પ્રેસિડેન્ટ) અને ટીએસટી કેપિટલના ચેરમેનનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે આ ટીમ સાથે અમને વિશ્વાસ છે કે ઓટોમેટેડ ચેક-ઈન, વેરીફિકેશન અને પેમેન્ટ સોલ્યુશન્સને નવા સ્વરૂપે જોઇ શકીશું.

કોન્સર્જ સોફ્ટવેર સીસ્ટમ ગેસ્ટને હોટેલ કર્મચારીઓ સાથે સંપર્કમાં આવ્યા વગર કોન્ટેક્ટલેસ ચેક-ઈન સાથે સાથે ગેસ્ટને રીઝર્વેશન કરવા, તેમાં ફેરફાર કરવા અને નિહાળવા તથા રૂમ ફાળવણી અને પ્રોપર્ટીની જાણકારી નિહાળવા સંમતિ આપે છે જેથી તેમને હોટેલ પ્રોસેસ પેમેન્ટ્સમાં સહાયતા મળે છે અને ગેસ્ટ ફોલિયોમાં એક્સેસ પણ કરી શકાય છે. કોન્સર્જ એ સબસક્રિપ્શન આધારિત સર્વિસ છે જે કોઇપણ માનવીય ખલેલ વગર ચેક-ઈન કરવા દે છે.

વિરડીનો સ્યુટ ઓફ સાસ સોલ્યુશન્સ એ માર્કેટમાં ડિજિટલ ચેક-ઈન અને વર્ચ્યુઅલ કસ્ટમર એન્ગેજમેન્ટની સુવિધા આપે છે, તેમ સિલ્વરટનના મેનેજીંગ પાર્ટનર મોર્ગન ફ્લેગરે જણાવ્યું હતું. કંપનીના ઉત્પાદન માટેની માંગમાં વધારો થઇ રહ્યો છે, અમને વિરડી સાથે તેના વેપારમાં વ્યૂહાત્મક રીતે વધારો કરવા માટેની ભાગીદારી બદલ ખુશી છે.

ક્રિષ્ના શ્રીનિવાસન, લાઇવઓક પાર્ટનર્સના સહ-સ્થાપક અને પાર્ટનર, તેઓ ફર્મ સાથેના ઇન્વેસ્ટમેન્ટની જવાબદારી સંભાળે છે જે તાજેતરના તબક્કામાં ટેક્સાસ ખાતેની ટેકનોલોજી કંપનીમાં કરવામાં આવ્યું છે.  રીચાર્ડ ગ્રે, કો-ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ-ચેરમેન ટ્રાવેલક્લિક તેઓ ડીજેઆર એડવાઇઝર્સ માટેનું ઇન્વેસ્ટમેન્ટ સંભાળે છે.

ધી ઓસ્ટીન, ટેક્સાસસ્થિત વિરડી, કે જે સોફ્ટવેર-એજ-એ-સર્વિસ કંપની છે, તે મલ્ટીફેમિલી હાઉસિંગની સાથે હોટેલ્સ માટેના કોન્સર્જની જવાબદારી સંભાળે છે. ગેસ્ટ કંપનીની મોબાઇલ એપ, ઈન-લોબી ડિવાઇસ, આઈઓએસ/એન્ડ્રોઇડ વોલેટ અને વર્ચ્યુઅલ એજન્ટ થકી કોન્સર્જ સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે