લા ક્વિન્ટાના ભૂતપૂર્વ બ્રાન્ડ પ્રેસિડેન્ટનો કોન્ટેક્ટલેસ ચેક-ઇન ટેક કંપનીના લોંચિંગમાં સહયોગ

નવા સાસ સ્ટાર્ટઅપને 2 મિલિયન ડોલરનું ફંડ મળ્યું

0
1076
વિન્ધામ હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ ઇન્ક.ની લા ક્વિન્ટા ઇનના ભૂતપૂર્વ બ્રાન્ડ પ્રેસિડેન્ટ રાજીવ ત્રિવેદીએ વિર્દીના બોર્ડ ચેરમેન તરીકે સેવા આપશે. આ નવા સ્ટાર્ટઅપને કોન્ટેક્ટલેસ ચેક-ઇન માટે સોફ્ટવેર વિકસાવવા 2 મિલિયન ડોલર પ્રાપ્ત થશે

ઇન્વેસ્ટર્સ ઇન વીરડી, એક નવું સોફ્ટવેર છે. જે હોટેલ અને અન્ય ઉદ્યોગો માટે ‘કોન્ટેક્ટલેસ’ ટેકનોલોજીના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવ્યું છે. તેણે કંપની માટે 2 મિલિયન ડોલર એકત્ર કર્યા છે. તેના રોકાણકારોમાં રાજીવ ત્રિવેદી છે, જે વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સ ઇન્ક.ના લા ક્વિન્ટા ઇનના ભૂતપૂર્વ બ્રાંડ પ્રેસિડેન્ટ છે.

આ ઉપરાંત રાજીવ ત્રિવેદી કંપનીના સ્થાપક બ્રેનિગન મુલ્કાહી સાથે વિર્દીના બોર્ડ ચેરમેન તરીકે પણ સેવા આપે છે.

જ્યારે મહેમાનો તેમના સ્માર્ટફોન અથવા ઇન-લોબી ડિવાઇસથી ચેક ઇન કરે છે ત્યારે જરૂરી સમય ઘટે તેવું કંપનીનું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે. વિર્દીની જૂથની હોટેલમાં બીટા-સાઇટ્સની શરૂઆતના ટેસ્ટ્સમાં સરેરાશ ગ્રાહક ચેક-ઇન સમય ત્રણ મિનિટથી ઘટાડીને 20 સેકંડથી ઓછો કરવામાં આવ્યો હતો.

મહેમાનો તેમની ઓળખની ચકાસણી કરે અને સ્વયં સંચાલિત સેવાના આધારે અથવા દૂર રહેલા એજન્ટ સાથે વીડિયો ચેટ દ્વારા એક પ્રકારની ચૂકવણી કરી શકે છે. ઉપરાંત, મોટા પ્રમાણમાં છેતરપિંડી ઘટાડવા માટે આ સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે.

હોટેલ ઉદ્યોગની સાથે, ટેક્સાસના ઓસ્ટિનસ્થિત વિર્દીનું સોફ્ટવેર મલ્ટિફેમિલી, વરિષ્ઠોનું જીવન, વિદ્યાર્થીઓ માટે ઘર અને તબીબી સગવડોને ધ્યાનમાં રાખે છે.

ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘સંચાલનના ઉંચા ખર્ચને કારણે હોટેલ્સ અને અન્ય સ્થાવર મિલકતના માલિકો માટે નફો ઓછો થાય છે. આ દરમિયાન, તેમના ગ્રાહકો વધુને કોન્ટેક્ટલેસ સુવિધાઓ વધારવા ઇચ્છે છે. હોટેલ, એપાર્ટમેન્ટ્સ અને અન્ય બિલ્ડિંગ્સને ટેકનોલોજીમાં આગળ વધારવાની આ તક છે.

મુલ્કાહીએ જણાવ્યું હતું કે, ‘સીસ્ટમ સ્થાપવામાં ઝડપી અને સરળ છે. અગ્રણી સ્માર્ટ લોક મેન્યુફેચરર્સ, પેમેન્ટ પ્રોસેસર્સ અને હોટેલ અને એપાર્ટમેન્ટ માલિકો જે પ્રોપર્ટી મેનેજમેન્ટ સીસ્ટ્મ્સનો ઉપયોગ કરે છે તેની સાથે અમે સંકલન કરી રહ્યા છીએ.’

વિર્દીના સહ-સ્થાપક અને ચીફ ટેક્નોલોજિસ્ટ નાદવ કોર્નબર્ગે જણાવ્યું હતું કે, ‘આ સોફ્ટવેર ગ્રાહકોની પ્રાથમિકતા અને ટેકનિકલ ક્ષમતાની વ્યાપક શ્રેણી માટે અનુકૂળ છે. સીડ રાઉન્ડ સતત ઉત્પાદનના તફાવતમાં રોકાણ કરવામાં અને અમારા વેચાણ અને માર્કેટિંગ પ્રયત્નોનું વિસ્તરણ કરવા માટે સક્ષમ બનાવે છે.’

પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે રાજીવ ત્રિવેદી વર્ષ 2019માં લા ક્વિન્ટામાંથી નિવૃત્ત થયા હતા. ફ્રેન્ચાઈઝીઓ માટેના વીડિયોમાં ત્રિવેદીની જાહેરાત, વિન્ધામ દ્વારા લા ક્વિન્ટા બ્રાન્ડ ખરીદીના એક વર્ષ કરતા થોડો વધુ સમય પછી થઈ છે.