અમેરિકાના ટોચના તમામ માર્કેટ્સમાં સરેરાશ પર-ડિયમ રેટ્સમાં વધારો: HVS

આર્ટિકલમાં જણાવ્યા મુજબ આ રેટ્સ હોટેલ માર્કેટ્સ માટે આર્થિક ઇન્ડિકેટર્સ છે

0
1367
હોટેલની માગમાં ફેડરલ સરકારના ટ્રાવેલ નોંધપાત્ર છે તેવા માર્કેટ્સમાં હોટેલ્સના પ્રો-ફાર્મા અને આવકના અંદાજમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પર-ડિયમ રેટ્સને ધ્યાનમાં રાખવા જોઇએ, એમ કન્સલ્ટિંગ કંપની એચવીએસના આર્ટિકલમાં જણાવાયું છે.

અમેરિકાના લોજિંગ માર્કેટમાં 2020 દરમિયાન સરેરાશ પર-ડિયમ રેટ્સમાં વધારો થયો છે અને 2021માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે, એમ કન્સલ્ટિંગ કંપની HVSના એક આર્ટિકલમાં જણાવાયું છે. આ રેટ્સ હોટેલ અને માર્કેટ માટે આર્થિક ઇન્ડિકેટર્સ તરીકે કામ કરે છે.

યુએસ જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશન દર વર્ષે પર-ડિયમ રેટ્સ નિર્ધારિત કરે છે. તેમાં લોજિંગ, મીલ અને આકસ્મિક ખર્ચ માટે ભથ્થું આપવામાં આવે છે. લોજિંગ રેટ્સ કેટલાંક બજારોની મિડ-પ્રાઇઝ્ડ હોટેલના ખર્ચ આધારિત હોય છે, એમ HVS સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને કંપનીની વોશિંગ્ટન કન્સલ્ટન્સી એન્ડ વેલ્યુએશન ઓફિસના વડા ચેલ્સી લેફેટના આર્ટિકલમાં જણાવાયું છે.

ફેડરલ ટ્રાવેલર્સ ઘણા બજારોમાં માગનો મુખ્ય સ્રોત હોતા નથી, પરંતુ આ રેટ્સ કેટલાંક વિસ્તારોમાં હજુ પણ આર્થિક ઇન્ડિકેટર્સ છે. હોટેલની માગ માટે ફેડરલ ટ્રાવેલ મહત્ત્વનો હિસ્સો છે તેવા બજારોમાં વેલ્યુએશનના સંદર્ભમાં હોટેલના પ્રો-ફોર્મા અને આવકના અંદાજમાં તાજેતરમાં જાહેર કરાયેલા રેટ્સની વિચારણા કરવી જોઇએ. તેમાં સિઝનલ ફેરફાર અને તથા ભાવિ પર-ડિયમ રેટ્સને અસર કરે શકે તેવા ફેરફારનો પણ સમાવેશ કરવો જોઇએ, કારણ કે તેનાથી હોટેલની આવકને અસર થઈ શકે છે.

લેફેટે જણાવ્યું હતું કે “GSAએ 2020-21ના નાણાકીય વર્ષ માટે પર-ડિયમ રેટ્સ નિર્ધારિત કરવા માર્ચ 2019થી ફેબ્રુઆરી 2020ના ADR ડેટાનો ઉપયોગ કર્યો છે, તેથી આ રેટ્સમાં કોવિડ-19ની અસર નથી. કોવિડ-19 મહામારીને કારણે દેશભરના બજારોમાં એડીઆરમાં મોટો ઘટાડો થયો હોવાથી 2021-22ના નાણાકીય વર્ષ માટે પર-ડિયમ રેટ્સ કેવી રીતે નિર્ધારિત કરવામાં આવશે તે અંગે કોઇ સ્પષ્ટતા નથી.”

જીએસએએ ફેડરલ સરકારના ટ્રાવેલર્સ માટે 2021ના નાણાકીય વર્ષ માટેના પર-ડિયમ રેટ્સ જારી કર્યા છે, પરંતુ યુએસ ટ્રાવેલ એસોસિયેશન આ રેટ્સના હાલના સ્તરે જાળવી રાખવા કાયદો બનાવાની માગણી કરી રહ્યું છે. તેના જવાબમાં જીએસએએ 2021ના નાણાકીય વર્ષના પર-ડિયમ રેટ્સને બેઝ બનાવીને માર્ચ 2019થી ફેબ્રુઆરી 2020ના એડીઆર નક્કી કરવાની સંમતી આપી છે.