વિઝન હોસ્પિટાલિટીએ ટેનેસીમાં ચેટ્ટનૂગા ખાતે એમ્બેસી સ્યુટ્સ સાથે મોટી સિદ્ધિ મેળવી

વિઝન હોસ્પિટાલિટી 2025ના મધ્યાંતર સુધીમાં 184 સ્યુટ્સની હોટેલ ખોલવાનું લક્ષ્ય રાખે છે

0
1021

વિઝન હોસ્પિટાલિટી ગ્રુપે તાજેતરમાં ટેનેસીના ચટ્ટાનૂગા ડાઉનટાઉનમાં હિલ્ટન દ્વારા તેના એમ્બેસી સ્યુટ્સને ડેવલપ કરવાને લઈને નવી સિદ્ધિ મેળવી છે. સાત માળના 184 સ્યુટ્સની એમ્બેસી સ્યુટને #54 મિલિયનમાં વિકસાવાશે અને તેમા રુફટોપ તથા સ્ટ્રીટ-લેવલ બાર અને ખુલ્લી લોબીમાં કોફી એરિયાનો સમાવેશ થાય છે.

વિઝને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં રેસ્ટોરન્ટની જગ્યા અને મીટિંગ માટે કુલ 5000 ચોરસફૂટની સ્પેસનો પણ સમાવેશ થાય છે. વિઝને જણાવ્યું હતું કે તે વરિષ્ઠ મેનેજમેન્ટ પોઝિશન્સ, ગેસ્ટ સર્વિસ એજન્ટ્સ, હાઉસકીપર્સ અને અન્યોથી માંડીને 100થી વધુ જોબ્સ સાથે આ સ્થળને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડશે. હમ્ફ્રેસ અને એસોસિએટ્સ કોન્ટ્રાક્ટર્સ, LLCની આગેવાની હેઠળ આ હોટેલને બે વર્ષમાં બનાવવામાં આવશે. આ હોટેલ 2025ના ઉનાળામાં ખુલવાની અપેક્ષા છે.

વિઝનના પ્રેસિડેન્ટ અને CEO મિચ પટેલે જણાવ્યું હતું કે, “અમે અમારા કંપનીના હેડક્વાર્ટરથી થોડાક જ પગલાંના અંતરે અમારા વતન ચટ્ટાનૂગામાં આ પ્રોજેક્ટ પર બાંધકામ શરૂ કરવા માટે રોમાંચિત છીએ.” “આ પ્રોજેક્ટ અમારી પ્રથમ એમ્બેસી સ્યુટ્સ હોટેલ છે અને અમે જાણીએ છીએ કે બ્રાન્ડની વેલ્યુ એડેડ સેવાઓ આ સ્થાન માટે યોગ્ય છે જે કોર્પોરેટ અને લેઝર પ્રવાસીઓ બંનેને આવકારે છે.”

હિલ્ટન દ્વારા એમ્બેસી સ્યુટ્સ, હિલ્ટનની 19 બ્રાન્ડ્સમાંની એક  છે. તેની સગવડોમાં ફિટનેસ સેન્ટર અને સાંજે રિસેપ્શનનો સમાવેશ થશે. એમ્બેસી સ્યુટ્સ બાય હિલ્ટન પાસે 260 થી વધુ ઓપન સ્પેસ હોટેલ્સ છે, જેમાં 42 પ્રોપર્ટી ડેવલપમેન્ટ હેઠળ છે.

એમ્બેસી સ્યુટ્સ ચટ્ટાનૂગા ડાઉનટાઉન એ વિઝનની ડેવલપમેન્ટ પાઇપલાઇનના 15 પ્રોજેક્ટ્સમાંનો એક છે જે આગામી બે વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે. કંપનીના પોર્ટફોલિયોમાં ગ્રેટર ચટ્ટાનૂગામાં 16 અને દેશભરમાં 41 પ્રોપર્ટીનો સમાવેશ થાય છે, એમ નિવેદનમાં ઉમેર્યું હતું.

1997 માં સ્થપાયેલ, વિઝનએ હિલ્ટન દ્વારા હોમવુડ સ્યુટ્સ સાથે તેની કામગીરી શરૂ કરી, ચટ્ટાનૂગા/હેમિલ્ટન પ્લેસ પટેલે ચટ્ટાનૂગામાં વિકસાવ્યું. કંપનીએ એપ્રિલ 2022માં તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી.