નોબલ દ્વારા મેરિયટ, હિલ્ટન અને હયાત હોટેલ્સ હસ્તગત કરાઈ

આ હોટલો ઝડપથી વિકસી રહેલા માર્કેટ એવા વર્જિનિયા અને ફ્લોરિડામાં આવેલી છે

0
1642
નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલી, ડાબેથી ક્રમાનુસાર, ધી રેસિડેન્સ ઈન બાય મેરિયટ ચાર્લોટસવિલે ડાઉનટાઉન, ચાર્લોટસવિલે, વર્જિનિયા અને હયાત હાઉસ ટલાહાસી કેપિટલ યુનિવર્સિટી અને હેમ્પટન ઈન એન્ડ સ્યુટ્સ ટાલાહાસી કેપિટલ, ટલાહાસી, ફ્લોરિડા.

નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ દ્વારા તાજેતરમાં વર્જિનિયા અને ફ્લોરિડામાં નવી બંધાયેલી ત્રણ હોટલ હસ્તગત કરવામાં આવી છે. આ હોટેલમાં મેરિયટ ઇન્ટરનેશનલ, હિલ્ટન હોટેલ્સ એન્ડ રિસોર્ટસ અને હયાત હોટેલ્સ એન્ડ રિસોર્ટસ બ્રાન્ડનો સમાવેશ થાય છે.

આ હોટેલ્સમાં રેસિડેન્સ ઈન બાય મેરિયટ ચાર્લોટસવિલે ડાઉનટાઉન, હયાત હાઉસ ટાલાહાસી કેપિટલ અને હેમ્પ્ટન ઈન એન્ડ સ્યુટ્સ ટાલાહાસીનો સમવેશ થાય છે. એટલાન્ટા ખાતેના નોબલ ગ્રુપનું સંચાલન સીઈઓ મીત શાહના વડપણ હેઠળ થાય છે. તેઓ કહે છે કે આ હોટેલો ઝડપથી વિકસી રહેલા માર્કેટમાં આવેલી છે.

વર્જિનિયાના ચાર્લોટમાં આવેલી ધી રેસિડેન્સ ઇન 27000 વિદ્યાર્થીઓ ધરાવતી યુનિવર્સિટી ઓફ વર્જિનિયા, 631 પથારીવાળી યુવીએ મેડિકલ સેન્ટર અને થોમસ જેફરસનના મોન્ટીસેલોના ઘર તથા મોન્ટીસેલો વાઇન નજીક આવેલી છે. જ્યારે નજીકનું એક આકર્ષણ ચાર્લોટસવિલેનું ઐતિહાસિક ડાઉનટાઉન મોલ છે. જ્યાં 120થી વધારે રિટેલ આઉટલેટ અને 30 જેટલી રેસ્ટોરા આવેલી છે. જ્યારે 14 એકરમાં ફેલાયેલી યુવીએ સ્કૂલ ઓફ ડેટા સાયન્સ પણ આવેલી છે.

ધી હયાત હાઉસ અને  ધી હેમ્પટન ઇન એન્ડ સ્યુટ્સ ટાલાહાસી, ફ્લોરિડા ખાતે આવેલી છે. સ્ટેટ કેપિટલ હોવાને કારણે આ સ્થળ રાજ્ય સરકારનું કેન્દ્ર સ્થાન છે. ત્યાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી અને ફ્લોરિડા એએન્ડએમ યુનિવર્સિટી આવેલી છે. જ્યાં અંદાજે 40,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પૂર્ણસમયનો અભ્યાસ કરે છે. ઉપરાંત શહેનું એફએસયુનું 79,560 બેઠકવાળું ડોઅક કેમ્પબેલ સ્ટેડિયમ પણ છે. ઉપરાંત શહેરમાં 2022 સુધીમાં 88.0 મિલિયન ડોલરના ખર્ચે બનનારું એફએસયુ કોલેજ ઓફ બીઝનેસ લીગેસી હોલ પણ તૈયાર થશે. ઉપરાંત 630,000 સ્કેવર ફૂટમાં ફેલાયેલા અમેઝોન રોબોટિક્સ ફુલફિલમેન્ટ સેન્ટર પર છે.

નવેમ્બરમાં નોબલ દ્વારા સોલ્ટ લેક સિટી, ઉટાહ ખાતે આવેલી હોમવૂડ સ્યુટ્સ બાય હિલ્ટન સોલ્ટ લેક સિટી ડાઉનટાઉન પણ હસ્તગત કરવામાં આવી હતી. 137 રૂમવાળી આ હોટેલ સોલ્ટ લેક સિટીના સેન્ટ્રલ બીઝનેસ અને મનોરંજન ક્ષેત્રમાં આવેલી છે, તેમ નોબલનું માનવું છે. આ વિસ્તારમાં 15 મિલિયન સ્કેવર ફીટમાં ઓફિસ સ્પેસ ફેલાયેલ છે. જ્યાં અનેક જાણીતી કંપનીઓ જેવી કે ઝાયોન્સ, બેનકોર્પોરેશન, ક્યુઇસ્ટાર કોર્પોરેશન અને ગોલ્ડમાન સાચે સહિતના મુખ્યમથક આવેલા છે. ઉપરાંત અહીં સોલ્ટ પેલેસ કન્વેન્શન સેન્ટર, વિવિન્ટ એરીના, ગાલીવન સેન્ટર, ટેમ્પલ સ્કવેર અને ઉટાહ સ્ટેટ કેપિટલ છે.