Skip to content

Search

Latest Stories

વિન્ડહામના બોર્ડ માટે ચોઈસે નામાંકિત નામોની પસંદગી

હર્ષા હોસ્પિટાલિટી ટ્રસ્ટના જય શાહ તેમાં સામેલ છે, પરંતુ વિન્ડહામનું બોર્ડ તેને જુગાર ગણાવે છે

વિન્ડહામના બોર્ડ માટે ચોઈસે નામાંકિત નામોની પસંદગી

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલે વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ માટેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે તેના આઠ નોમિનીનું નામ આપ્યું છે, જેના પર વિન્ડહામની 2024 શેરહોલ્ડર મીટિંગમાં મતદાન કરવામાં આવશે. હર્ષા હોસ્પિટાલિટી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચેરમેન જય શાહ સહિતના નોમિનીઓ વિન્ડહામને હસ્તગત કરવા માટે ચોઈસની બિડને સમર્થન આપે તેવી અપેક્ષા છે.

આના જવાબમાં વિન્ડહામે જણાવ્યું હતું કે તે હિસાબી છણાવટના ભાગ રૂપે નોમિનીનું મૂલ્યાંકન કરશે, પરંતુ તેણે એમ પણ કહ્યું કે નોમિનીઓને "તેમની ઓફરને આગળ વધારવા માટે જ પસંદ કરવામાં આવ્યા હતા." શાહની સાથે, ચોઈસના નોમિનીઓમાં છે:


• બિઝનેસ કન્સલ્ટિંગ ફર્મ બેનેટ વેસ્ટ એલએલસીના સ્થાપક અને સીઇઓ બાર્બરા બેનેટ

• ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ કન્સલ્ટિંગ ફર્મ લિબરેશન ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપના સ્થાપક, ચેરમેન અને સીઇઓ ઇમેન્યુઅલ પર્લમેન

• ડિજિટલ કોમર્સિયલ એડવાઇઝર કે જેમણે 2011 થી 2014 સુધી ઑનલાઇન શોપિંગ સેવા શોપ રનરના ચીફ સ્ટ્રેટેજિસ્ટ ઓફિસર તરીકે સેવા આપનારા ફિયોના ડાયસ

• રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ગ્લોબલ નેટ લીઝ, ઇન્ક.ના સીઇઓ જેમ્સ નેલ્સન

• ફૂડ પેકેજિંગ અને પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ એક્સપોર્ટર 'XPORTS Inc.ના સ્થાપક, ચેરમેન અને સીઇઓ નાના મેન્સાહ

• બાયઆઉટ ફંડ સલાહકાર અને પ્રાયોરી કેપિટલ પાર્ટનર્સના સ્થાપક અને સહ-મેનેજિંગ પાર્ટનર સુસાન શ્નાબેલ.

• બુરાનીર કેપિટલ એડવાઈઝર્સ એલએલસીના બિઝનેસ એડવાઇઝરીના વિલિયમ ગ્રાઉન્ડસ

"આ નોમિનીઓ હોસ્પિટાલિટી અને ફ્રેન્ચાઇઝીંગ ક્ષેત્રોમાં ઊંડી નિપુણતા સહિત સંબંધિત ઉદ્યોગોમાં વ્યાપક સ્તરની કુશળતા ધરાવતા સાબિત આગેવાનો છે," એમ ચોઇસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન સ્ટુઅર્ટ બેનમે જણાવ્યું હતું. બોર્ડના અનુભવથી વિન્ડહામ શેરધારકોને ઘણો ફાયદો થશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો ચૂંટાયા તો, નોમિનીઓ વિન્ડહામના શેરધારકોના સર્વશ્રેષ્ઠ હિતોની સેવા કરવા માટે તેમના સ્વતંત્ર નિર્ણયનો ઉપયોગ કરશે, જેના અંગે ચોઈસ માને છે કે સંયોજન દ્વારા તેમના માટે નિર્માણ કરી શકાય તેવા મૂલ્યને મહત્તમ કરવા માટે આગળ વધવું છે.."

ચોઈસે ગયા અઠવાડિયે વિન્ડહામ પર સોદા માટે ફેડરલ ટ્રેડ કમિશનની મંજૂરી પસાર કરવાની સોદાની સંભાવના વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ મૂક્યો હતો, તેણે જણાવ્યું હતું કે તેના નોમિની "ફ્રેન્ચાઈઝીંગ મોડલની ઘોંઘાટને સમજે છે અને વધતા જતાં કાર્યકારી ખર્ચ, મોટી હોટેલ ચેઈન્સનના લીધે વધતા દબાણનો સામનો કરે છે. તેની સાથે ઓનલાઇન ટ્રાવેલ એજન્સીઓની સ્પર્ધાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

"વિન્ડહામ બોર્ડની ચૂંટણી માટે સ્વતંત્ર, ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોના આ અનુભવ સાથે, વિન્ડહામ શેરધારકોને બોર્ડ દ્વારા પ્રતિનિધિત્વ કરવાની તક મળશે, જે શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવાની તેમની વિશ્વાસુ ફરજ પૂરી કરશે અને કોઈપણ અને તમામ માર્ગો પર વિચાર કરશે, એમ ચોઈસના પ્રેસિડેન્ટ અને સીઈઓ પેટ્રિક પેસિયસે જણાવ્યું હતું.

"દુર્ભાગ્યે, વર્તમાન વિન્ડહેમ બોર્ડ ચોઈસ સાથેના સંયોજનને લગતી અર્થપૂર્ણ વાટાઘાટોમાં જોડાવાનો ઇનકાર કરે છે જે અસાધારણ મૂલ્યનું સર્જન કરશે. આ નોમિનીઓને ટેકો આપીને અને અમારી એક્સચેન્જ ઑફરમાં ભાગ લઈને, વિન્ડહામ શેરધારકો વિન્ડહામ બોર્ડને સ્પષ્ટ સંદેશ મોકલી શકે છે."

હર્ષાએ આ લેખ માટે સમયસર શાહની ટિપ્પણી માટે એશિયન હોસ્પિટાલિટીની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.

વિન્ડહામ અચળ

વિન્ડહામના બોર્ડે ચોઈસના નોમિનીની યાદીની સ્વીકારી પરંતુ જણાવ્યું હતું કે તે હજુ પણ ભલામણ કરે છે કે શેરધારકો તેમના શેર મર્જર તરફ ટેન્ડર ન કરે.

"આ ક્રિયા ચોઇસ દ્વારા તેની અપૂરતી અને જોખમથી ભરેલી પ્રતિકૂળ વિનિમય ઓફરને આગળ વધારવાનો બીજો પ્રયાસ છે, જે અંગે વિન્ડહામ બોર્ડે સર્વાનુમતે નક્કી કર્યું છે કે તે શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં નથી. વિન્ડહામનું બોર્ડ અને મેનેજમેન્ટ ટીમ કંપનીની વ્યૂહાત્મક યોજનાને એક્ઝિક્યુટ કરી રહી છે. ચોઈસની ઓફર કરતાં શેરહોલ્ડરનું મૂલ્ય સારી રીતે પહોંચાડવાની તેને અપેક્ષા છે," એમ બોર્ડે જણાવ્યું હતું.

"ચોઈસની પ્રોક્સી હરીફાઈ એ શેરધારકોને તેમની ઓફરને આગળ ધપાવવા માટે પસંદ કરાયેલા નોમિનીઓ સાથે વિન્ડહામ બોર્ડને રીતસરની બાંધી દઈને બહારનો દરવાજો દેખાડવા માટે ગેરમાર્ગે દોરવાની એક સ્પષ્ટ યોજના છે. શેરહોલ્ડર અને ચોઈસના ચેરમેન સ્ટુઅર્ટ બૈનમે, આજે સવારે એક અખબારી યાદીમાં બેશરમતાથી ટેલિગ્રાફ કર્યા હોવાથી, ચોઈસે એકમાત્ર, શંકાસ્પદ ધ્યેયને ધ્યાનમાં રાખીને સ્લેટ એસેમ્બલ કરી છે અને તેના ગેરમાર્ગે દોરવાયેલા ધ્યેયો અને તેણે જાતે નક્કી કરેલા એજન્ડા પર તે આગળ વધી રહી છે."

ઑક્ટોબરમાં સાર્વજનિક કરાયેલા તેના મૂળ પ્રસ્તાવમાં, ચોઈસે જણાવ્યું હતું કે તેણે વિન્ડહામના તમામ બાકી શેર પ્રતિ શેર $90ના ભાવે હસ્તગત કરવાની માંગ કરી હતી અને શેરધારકોને તેમની માલિકીના દરેક વિન્ડહામ શેર માટે $49.50 રોકડ અને 0.324 ચોઈસ કોમન સ્ટોક પ્રાપ્ત થશે. ચોઈસ દાવો કરે છે કે તે વિન્ડહામના 30-દિવસના વોલ્યુમ-વેઇટેડ એવરેજ ક્લોઝિંગ પ્રાઈઝનું 30 ટકા પ્રીમિયમ છે જે 16 ઓક્ટો. ના રોજ સમાપ્ત થયું હતું, વિન્ડહામના 52-અઠવાડિયાના ઉચ્ચ સ્તરે 11 ટકા પ્રીમિયમ છે, અને વિન્ડહાના નવીનતમ બંધ ભાવનું 30 ટકા પ્રીમિયમ છે.

વિન્ડહામના બોર્ડે ચોઈસની દરખાસ્તને સર્વસંમતિથી નકારી કાઢી, તેને અવાંછિત, "અત્યંત શરતી" ગણાવી અને શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં નથી તેમ જણાવ્યું હતું. જોકે, 14 નવેમ્બરના રોજ, ચોઈસે ફેડરલ રેગ્યુલેશન્સને ક્લીયર કરવા અંગે વિન્ડહામની ચિંતાઓને દૂર કરવાના હેતુથી ચોઇસે વિન્ડહામના બોર્ડને "નવા પ્રસ્તાવ" સાથે પત્ર મોકલ્યો હતો. 12 ડિસેમ્બરે, ચોઈસે વિન્ડહામને હસ્તગત કરવા માટે તેની જાહેર વિનિમય ઓફર શરૂ કરી અને 19 ડિસેમ્બરે વિન્ડહામ બોર્ડે સત્તાવાર રીતે ઓફરને નકારી કાઢી અને શેરધારકોને આ સોદા માટે શેરો ટેન્ડર ન કરવા વિનંતી કરી.

વિન્ડહાના બોર્ડે જણાવ્યું હતું કે તેનું બોર્ડ ચોઈસની દરખાસ્તોનું મૂલ્યાંકન કરવા માટે ઓછામાં ઓછી 10 વખત મળ્યું છે અને એપ્રિલમાં તેના પ્રથમ અભિગમથી ઓછામાં ઓછી 25 વખત ચોઈસ સાથે જોડાઈ છે. તેણે કહ્યું કે તે ચોઈસના ઉમેદવારો પર પ્રક્રિયા કરશે પરંતુ તેમને જરૂરી માન્યા નથી.

"અમને વિશ્વાસ છે કે અમારી પાસે લાંબા ગાળાની સફળતા અને મૂલ્ય નિર્માણ માટે વિન્ડહામને સ્થાન આપવા માટે યોગ્ય બોર્ડ કમ્પોઝિશન છે," એમ બોર્ડે જણાવ્યું હતું. એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વિન્ડહેમે તેની 2024 શેરહોલ્ડર મીટિંગ માટે હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી.

More for you

Kabani Hotel Group to Host 9th Annual Investment Forum Miami

Kabani gears up for annual investment forum

Summary:

  • Kabani will host its 9th annual hotel investment forum on Oct. 30.
  • More than 350 hotel owners, investors and brand executives are expected to attend.
  • The theme is “The Best Way to Predict the Future is to Create It.”

KABANI HOTEL GROUP will host its 9th Annual Hotel Investment Forum on Oct. 30 at the JW Marriott Marquis Miami. More than 350 hotel owners, investors, developers and brand executives are expected to attend.

Keep ReadingShow less