વિન્ધમ પ્રથમ ક્વાર્ટરમાં વૈશ્વિક વિકાસ નિહાળે છે

ઈન્ડિપેન્ડેન્ટ અને બ્રાન્ડ હોટલોના રૂપાંતરણો કંપનીના ઓરડાઓથી 70 ટકા વધારે છે

0
277
કોલોરાડો ખાતે આવેલી હોટેલ ઓરીજીન વેસ્ટમિન્સ્ટર, કેજે વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટ દ્વારા સમગ્ર યુ.એસ.માં ડેવલપ કરવા માટે હસ્તગત કરાયેલી નવ હોટેલ પૈકીની એક જે થ્રેસ ગ્રુપ પાસેની છે અને ચાર્લ્સટાઉન હોટેલ્સનું મેનેજમેન્ટ ધરાવતી હતી. વિન્ધમ દ્વારા આ વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં નવા 112 ફ્રેન્ચાઇઝ કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કરાયો છે.

પ્રથમ ત્રિમાસિકગાળામાં, વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્ટસ દ્વારા વૈશ્વિક વિકાસની સંભાવનાઓ જોવામાં આવી રહી છે તેમ કંપનીનું માનવું છે. મહામારી પછી મુસાફરીનું પ્રમાણ વધવાને કારણે તેની અર્થતંત્ર પર મજબૂત અસર જોવા મળશે અને મિડસ્કેલ હોટેલ્સને તેનો લાભ મળશે.

વિન્ધમ દ્વારા 52 ઈન્ડિપેન્ડેન્ટ અને બ્રાન્ડેડ હોટેલને તેની 20 બ્રાન્ડમાં પ્રથમ ત્રિમાસિકગાળામાં રૂપાંતરિત કરવામાં આવી છે જે વૈશ્વિક સ્તરે તેના ઓરડાઓની ક્ષમતામાં વધારો કરે છે. કંપની દ્વારા પ્રથમ ત્રિમાસિકગાળામાં 31 માર્ચ સુધીમાં નવા 112 કરાર કરવામાં આવ્યા છે. કંપનીને આશા છે કે તે 187000 ઓરડાં સાથે કુલ 1400 હોટેલ સુધીની ક્ષમતા હાંસલ કરી શકશે.

વિન્ધમના પ્રથમ ત્રિમાસિકગાળામાં સમગ્ર યુ.એસ. માટે થ્રેસ ગ્રુપની ચાર્લ્સટાઉન દ્વારા સંચાલિત એક સહિત નવ હોટેલ માટે કરાર કરવામાં આવ્યા છે. આ હોટેલ્સમાં લાઇફસ્ટાઇલ બુટિક, હિસ્ટોરીક અને નવા બાંધકામવાળી પ્રોપર્ટીનો સમાવેશ થાય છે જે આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની ધારણા રાખવામાં આવી રહી છે અને તે વિન્ધમના નેમસેક અપસ્કેલ બ્રાન્ડનો એક ભાગ છે.

અમારી હોટેલોનું વિન્ધમમાં રૂપાંતરણ એ અમને નવા સ્રોતો તથા વધારાની તકો હાંસલ કરી શકશું, જેને કારણે અમને વેપાર કરવામાં તથા તેના વિકાસમાં વધારો કરવાની સહાય મળી રહેશે તેમ આઈકે થ્રેસ, થ્રેસ ગ્રુપના સ્થાપક ભાગીદારે જણાવ્યું હતું.

વિન્ધમના પ્રેસિડેન્ટ અને સીઈઓ જ્યોફ્રી બલોટ્ટીએ કહ્યું હતું કે આઇકોનિક હોટેલ્સનો અમારો પોર્ટફોલિયો અનુભવ અને કિંમતની દૃષ્ટિએ બહોળી રેન્જની ઓફર કરે છે, જેમ ફ્રેન્ચાઇઝ અને ડેવલપર્સને તકો મળી છે.

જાન્યુઆરીમાં, બલોટ્ટીએ એચવીએસ અને ધી લોજિંગ કોન્ફરન્સ દ્વારા કોવિડ-19 મહામારીમાં હોટેલ ઇન્ડસ્ટ્રીનું સ્થાન વિષય પર આયોજીત વેબિનારમાં ભાગ લીધો હતો. તેમણે મહામારી પૂર્ણ થયા પછી હોટેલની ભૂમિકા અંગે વાત કરી હતી.

બલોટ્ટીએ કહ્યું હતું કે રસીકરણને કારણે હોટેલ ઉદ્યોગોવાળાઓ માટે પણ સારી તકો રહેલી છે. સરકાર પણ રસીકરણ માટે પ્રયાસો કરી રહી છે અને હોટેલવાળાઓ પણ રસીકરણના કેન્દ્ર તરીકે સેવા પૂરી પાડી રહ્યાં છે.