USTA દ્વારા નવા કોવિડ-૧૯ રાહત બિલ માટે દબાણ

નવી સંઘીય સહાય માટે કોંગ્રેસમાં ચાલી રહેલી વાટાઘાટો

0
975
યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશનના પબ્લિક અફેર્સ એન્ડ પોલિસીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ટોરી ઇમર્સન બાર્નેસે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ચર્ચાવિચારણા હેઠળનું કોવિડ-૧૯ રિલીફ ફ્રેમવર્ક અર્થતંત્રને સંપૂર્ણ રિકવરીની સ્થિતિમાં મૂકી શકે છે

યુ.એસ. ટ્રાવેલ એસોસિયેશન કોંગ્રેસ પર કોવિડ-૧૯ રિલીફ બિલ અંગેની દરખાસ્ત પર સંમત થવા માટેદબાણ લાવનારા અન્ય ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ સાથે જોડાયું છે. જો કે તેના અંગે ચાલી રહેલી ચર્ચામાં ખાસ પ્રગતિ થઈ નથી, એમ મીડિયા રિપોર્ટનું કહેવું છે.

છતાં તે બાબત પ્રોત્સાહજનક છે આ પ્રસ્તાવિત બાયપાર્ટિસન બિલમાં કેટલીક એવી જોગવાઈઓનો સમાવેશ કરાયો છે જેના અંગે યુએસટીએ મહિનાઓથી પ્રયત્ન કરતું હતું, એમ યુએસટીએના પબ્લિક અફેર્સ એન્ડ પોલિસીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ટોરી ઇમર્સન બાર્નેસે જણાવ્યું હતું.

ઇમર્સન બાર્નેસે જણાવ્યું હતું કે ખાસ કરીને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ ફંડ્સનો બીજો ડ્રો અને ટ્રાવેલ તથા ટુરિઝમને પ્રમોટ કરતાં સ્વૈચ્છિક સંગઠનો સુધી તેનું વિસ્તરણ કરવાથી અમેરિકામાં આ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયેલા ઉદ્યોગને રાહત થશે. આ રિલીફ પ્રપોઝલ પેકેજ ઉદ્યોગો દ્વારા રજૂ કરવામાં આવેલી ખાસ જરૂરિયાતો અંગે પ્રતિસાદ આપનારું રહ્યું છે. તેના લીધે અસ્તિત્વ ટકાવવા મથી રહેલા ઉદ્યોગોને તેમનું અસ્તિત્વ ટકાવવાની સાથે કર્મચારીઓને જાળવી રાખવામાં મદદ મળશે. જો કે આ ડીલ કેવું છે તે જોવામાં હજી વધુ રાહ જોવી પડશે, આ રાહ જોવું પ્રતિકૂળ હોવા છતાં છૂટકો નથી. છેવટે આ અત્યંત આવશ્યક બાબત છે. અમેરિકાના ઉદ્યોગો જો આગામી તબક્કાઓમાં બચી જવામાં સફળ રહે તો આ ફ્રેમવર્ક અમેરિકન અર્થતંત્રને રિકવરીના મજબૂત માર્ગ પર મૂકી શકે છે.

સીએનબીસીના જણાવ્યા મુજબ ગુરુવારે આ બિલ પર થોડી પ્રગતિ સધાઈ હતી જ્યારે હાઉસ મેજોરિટી લીડર સ્ટેની હોયરે જણાવ્યું હતું કે ગૃહ કમસેકમ મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવશે. જો કે સેનેટના મેજોરિટી લીડર મિચ મેક્કોનેલે નિર્દેશ કર્યો હતો કે રિપબ્લિકનો આ બિલને કદાચ ટેકો નહીં આપે.

અગાઉ યુએસટીએ અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને ૨૫ ડેમોક્રેટ્સ અને ૨૫ રિપબ્લિકન્સના બનેલા પ્રોબ્લેમ સોલ્વર્સ કોકસ ગ્રુપે રજૂ કરેલા આયોજનને મંજૂરી આપી હતી અને આ જૂથે તેનો ૯૦૮ અબજ ડોલરની કુલ સહાયમાં સમાવેશ કર્યો હતો.

આ દરખાસ્તમાં ૩૦૦ અબજ ડોલરના પીપીપીનો સમાવેશ થાય છે, એમ કોકસ મોસ્ટ રિસન્ટ બ્રેકડાઉનમાં જણાવાયું હતું. USTA, AHLA અને AAHOAનો આ જ ચાવીરૂપ હેતુ હતો કે તેનો કુલ કોવિડ-૧૯ રિલીફમાં સમાવેશ કરાય. તેમા રાજ્ય અને સ્થાનિક સરકારો માટે ૧૬૦ અબજ ડોલર, બેરોજગારી માટેના ૧૮૦ અબજ ડોલર અને વેક્સિન ડેવલપમેન્ટ અને વિતરણ તથા કોવિડ-૧૯ના ૧૬ અબજ ડોલરનો સમાવેશ થાય છે.

AHLAના પ્રમુખ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે કોંગ્રેસ કટોકટીના લીધે સૌથી વધુ અસર પામેલા ઉદ્યોગો અને તેના કર્મચારીઓને અગ્રતા આપે તે જરૂરી છે. કોંગ્રેસ એકબાજુએ આગળ વધી રહી નથી તો બીજીબાજુએ દર કલાકે હોટેલ ઉદ્યોગ ૪૦૦ નોકરીઓ ગુમાવે છે અને અમને આશા છે કે આ દરખાસ્ત વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય મડાગાંઠ ઉકેલવામાં મદદરૂપ બનશે.