અર્બન પાર્ક હોટેલ્સ દ્વારા નવી બ્રાન્ડની જાહેરાત

નવી ઇકોનોમી કન્વર્ઝલ બ્રાન્ડ નાના મોટેલ માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે

0
685
હોટેલિયર જય પટેલ અને જ્હોન પાર્કિન દ્વારા 2020માં સ્થાપવામાં આવેલી અર્બન પાર્ક હોટેલ્સ દ્વારા તાજેતરમાં તેની નવી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે, ધી ઇકોનોમી કન્વર્ઝલ અર્બન પાર્ક મોટેલ નાના મોટેલ માલિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નવી બ્રાન્ડ કંપનીની અર્બન પાર્ક હોટેલ એન્ડ સ્યુટ્સ બ્રાન્ડમાં સામેલ થશે, અહીં અર્બન પાર્ક હોટેલ એક્સપ્રેસ નજરે પડે છે.

અર્બન પાર્ક હોટેલ્સ દ્વારા તાજેતરમાં તેની નવી ફ્લેગ બ્રાન્ડ અર્બન પાર્ક મોટેલની જાહેરાત કરવામાં આવી છે. તે એક ઇકોનોમી કન્વર્જન બ્રાન્ડ છે જે નાના મોટેલ માલિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

લાંબા સમયથી હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા હોટેલિયર જય પટેલ અને જ્હોન પાર્કિન દ્વારા 2020માં સ્થાપવામાં આવેલી અર્બન પાર્ક હોટેલ એવા હોટેલમાલિકોને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે કે જેઓ મોટી ફ્રેન્ચાઇઝથી માપદંડો અને મેમ્બરશિપ ફી સહિતની પળોજણને કારણે દૂર રહેવાનું પસંદ કરે છે. નવી બ્રાન્ડ કે જે તેની વર્તમાન અર્બન પાર્ક હોટેલ એન્ડ સ્યુટ્સ અને અર્બન પાર્ક હોટેલ એક્સપ્રેસમાં સામેલ થઇ છે તે પણ સમાન ફિલસૂફી ધરાવે છે.

પાર્કિન કહે છે કે કોવિડ-19 મહામારી પરાકાષ્ઠાએ હતી તેવા સમયે અમે અમારી ટીમનું ગઠન કર્યું ને અમે જોયું કે ઘણા નાના મોટેલ માલિકોએ પોતાની પ્રોપર્ટીઓ બંધ કરવી પડી અથવા રાહ જોવાનું પસંદ કર્યું. અમે પણ અમારી રણનીતિમાં ફેરફાર કર્યો અને કપરી પરિસ્થિતિ પસાર થવા માટે રાહ જોઇ. આ સમયગાળા દરમિયાન અમે અર્બન પાર્ક મોટેલની રચના કરી, જે મોટેલ માલિકો માટે એક સારી બાબત છે અને અગ્રણી હોટેલ ફ્રેન્ચાઇઝીસ કંપનીઓથી કંટાળેલા મોટેલ માલિકો માટે કે એક નવી રાહ લાવે છે.

પાર્કિન અનુસાર તેમાં સાધારણ માસિક ફીસ સાથે ઓછા ખર્ચમાં સ્ટાર્ટ-અપ કરી શકાય તેમ છે, તેમાં રૂમ આધારિત કોઇ રેવન્યુ નથી, લો-કોસ્ટ પ્રોપર્ટી ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન આધારિત છે જેમાં ગેસ્ટની સલામતી મોખરે છે અને તેમાં ફક્ત ચાર અઠવાડિયાનો કન્વર્ઝન પ્રોસેસનો સમય લાગે છે.

અર્બન પાર્ક મોટેલ પ્રોપર્ટી મેનેજમેન્ટ સિસ્ટમ પણ પૂરી પાડે છે અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક તથા લોગો પણ ઉપલબ્ધ કરાવે છે. તે સિંગલ અથવા બે માળની મોટેલ કે જે દસથી 30 રૂમ ધરાવતી હોય તેમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે.

અર્બન પાર્ક કલેક્શન ઓફ હોટેલના ભાગરૂપે અર્બન પાર્ક મોટેલ માલિકો વધારાના કોઇ ખર્ચ વગર કે નિયંત્રણો વગર તેના લાભ મેળવી શકે છે તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

પાર્કિન અને પટેલ બંને ન્યુજર્સીથી છે અને તેઓ નવી બ્રાન્ડના સહમાલિક છે. પટેલ કેટલીક ફ્રેન્ચાઇઝીની માલિકી સાથે ઇન્ડિપેન્ડેન્ટ પ્રોપર્ટીઝ ઇસ્ટ કોસ્ટમાં છેલ્લાં 35 કરતાં વધારે સમયથી ધરાવે છે. પાર્કિન અગાઉ હોસ્પિટાલિટી ફ્રેન્ચાઇઝી સિસ્ટમ કે જે હવે વિન્ધમ હોટેલ્સ તરીકે ઓળખાય છે તેના માટે કામ કરતા હતા. તેમણે યુરોપ અને સાઉથ અમેરિકામામં બૂટિક હોટેલ કસિનો તૈયાર કર્યા છે.