Skip to content

Search

Latest Stories

બિન-સ્પર્ધાત્મક વ્યવહારોના આરોપ લગાવી આઇએચજી સામેના કેસમાં ત્રીજા પક્ષકાર જોડાયા

ટેક્સાસના હોટલિયરનું કહેવું છે કે કંપનીએ ટીવી દ્વારા તેને ચુકવી શકાય તેના કરતા બમણા ભાવે તેમને બનાવ્યો હતો

બિન-સ્પર્ધાત્મક વ્યવહારોના  આરોપ લગાવી આઇએચજી સામેના કેસમાં ત્રીજા પક્ષકાર જોડાયા

ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ્સ ગ્રૂપ વિરુદ્ધ ક્લાસ એક્શન દાવામાં જોડાનારા સંખ્યાબંધ હોટલિયર્સ દ્વારા  કંપની સામે એવો ગંભીર  આરોપ લગાવ્યો છે કે કંપની દ્વારા ફ્રેન્ચાઇઝીંગ પ્રથામાં  અન્યાયી વ્યવહારો કરવાના વલણમાં સતત વધારો થઇ રહ્યો છે. કંપની સામે દાવો કરવામાં તાજેતરમાં જોડાયેલા  ટેક્સાસના ટોમ્બાલના એલએલસી પીએચ લોજિંગ ટોમ્બાલના વડા અને સદરહુ કેસમાં ત્રીજા વાદી હરીશ દાણીએ એવા વિશેષ ઉદાહરણો આપ્યા કે જેમાં ઉંચી કિંમત ચૂકવવા છતાં આઈએચજીએ તેમને ચોક્કસ વિક્રેતાઓનો ઉપયોગ કેવી રીતે  જરૂરી છે તે માટેનો તેમની પાસેથી  દુરાગ્રહ રાખ્યો હતો.

દાણી ન્યુ ઓર્લિયન્સ વિસ્તારમાં હોટેલિયર વિમલ પટેલ અને હાર્ટફોર્ડ કાઉન્ટી, કનેક્ટિકટના કાઉન્ટીમાં એરોન હોટલ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર શૈલેષ પટેલ સાથે આ દાવામાં જોડાયા છે. વિમલ પટેલની જેમ હ્યુસ્ટનમાં રહેતા દાણીએ કહ્યું હતું કે કોવિડ-19 મહામારીની આર્થિક મંદીએ આઇએચજી અને તેની ફ્રેન્ચાઇઝીઝ વચ્ચેના હાલના તકરારને વધારે તીવ્ર બનાવી દીધી છે.


“અમને અમારી બ્રાન્ડ પાસેથી અપેક્ષા પ્રમાણેનો સહકાર મળતો નથી. ઉદાહરણ તરીકે કોવિડ-19 મહામારીમાં દરેકને વેપાર-ધંધામાં અસર પહોંચી હતી અને તેની અસર ઓક્યુપન્સીને પણ થઇ હતી. અમારે ખર્ચ ઘટાડવા અને આર્થિક બોજાને સહન કરવા માટે અમારા અનેક સ્ટાફકર્મીઓને છુટા કરવાની ફરજ પડી હતી, તેમ દાણીએ કહ્યું હતું. તેમ છતાં અમારે માર્કેટિંગ ફીસની તો ચૂકવણી કરવાની ફરજ પડી રહી છે. અમારે દરેક પ્રકારની ટેકનોલોજી ફીસ અને અમારી બ્રાન્ડને અનુરૂપ દરેક ચૂકવણું કરવું પડી રહ્યું છે. તેમણે તે માટેનો ખર્ચ પણ કર્યો ન હોવાને કારણે તેમણે એ વસૂલાત ના કરવી જોઇતી હતી.

છેતરપિંડીના આક્ષેપો

દાણી દ્વારા ટેક્સાસમાં કરવામાં આવેલો દાવો અન્ય બે દાવા જેવો જ છે. જેમાં તેમનો સંબંધ આઈએચજીના જરૂરિયાતવાળા વેન્ડર્સ વચ્ચેના સંબંધોને લગતો છે.

દાણી એવા ઉદાહરણ પણ આપે છે કે જેમાં તેમને આઈએચજી દ્વારા તેના નિર્ધારિત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવા માટે ફરજ પાડવામાં આવી હોય, જેમાં તેમની હોલિડે ઈન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ, ટોમ્બાલ સામેલ છે, જેની ખરીદી તેઓ ઓછી કિંમતે બહાર બજારમાંથી કરી શકે તેમ હતા.

“મેં મારી હોટેલ માટે અંદાજે 80 જેટલાં ટીવીની ખરીદી કરી હતી અને મને તે આઈએચજી માર્કેટપ્લેસના માધ્યમથી જ ખરીદવા પડ્યા હતા. આ ટીવીની ખરીદી કિંમત બમણી હતી અને હું તેની ખરીદી ઓછી કિંમતે કરી શકુ તેમ હતો, તેમ તેમણે કહ્યું હતું.

આ બાબતે આઇએચજી દ્વારા ટૂંકુ નિવેદન જારી કરીને પોતાનો પક્ષ જાહેર કર્યો છે, તેમ જેનિફર કૂક, કંપનીનાં મેનેજર, કોર્પોરેટ કોમ્યુનિકેશન ફોર અમેરિકાએ જણાવ્યું હતું.

વધુ જોડાય તેવી શક્યતા

દાણીનું માનવું છે કે અન્ય હોટેલમાલિકો પણ તેમના દાવાને સમર્થન આપશે અને જોડાશે.

દાણી કહે છે કે દર અઠવાડિયે વધારેને વધારે સામેલ થઇ રહ્યાં છે, એક અંદાજે 12 કરતાં વધારે કાનૂની દાવા થયા છે અથવા થવાની તૈયારીમાં છે, આવા તો અનેક છે.

આઇએચજી સામેનો આ બાબતનો આક્રોશ દિવસે ને દિવસે વધારે ઉગ્ર બની રહ્યો છે. દાણી સહિતના અનેક હોટેલ માલિકો કે જેઓ આ પ્રકારનો અસંતોષ ધરાવે છે તેઓ તેમના કાનૂની દાવામાં સામેલ થઇ રહ્યાં છે અથવા સામેલ થશે કે પછી કંપની સામે અન્ય મુકદ્દમા દાખલ કરી શકે તેમ હોવાની પણ ચર્ચા છે.

More for you

Peachtree leadership vision
Photo credit: Peachtree Group

Peachtree forays into equipment finance

Summary:

  • Peachtree launched an equipment finance division, expanding its credit platform.
  • It will focus on lease transactions from $500,000 to $10 million, with terms of 24–84 months.
  • Brian Shaughnessy, Roger Johnson and Dennis Shields will lead the business.

PEACHTREE GROUP LAUNCHED a new equipment finance division, expanding its credit platform and offering equipment lease financing across industries. The company named Brian Shaughnessy, Roger Johnson and Dennis Shields to lead the business.

Keep ReadingShow less