સર્વેઃ હોટેલ્સ વૈશ્વિક મહામારીને અટકાવવા નવી વ્યૂહરચના અજમાવી રહી છે

રીકવરી માટે ટેકનોલોજી, સલામતીને પ્રાથમિકતા સહિતના મહત્વનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે

0
944
તાજેતરમાં માર્કેટિંગ ફર્મ હોટેલ રીકવરી એન્ડ એનાલિટીક્સ કંપની એસએચઆર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું હતું કે સંખ્યાબંધ હોટેલવાળા વૈશ્વિક મહામારી કોવિડ-19 દરમિયાન કેન્સલેશનની સુગમતા તથા સ્થાનિક સ્તરે વેપાર વધારવા તરફ અપાતું ધ્યાનને કારણે ડિમાન્ડ વધવાની આશા રાખી રહી છે તેમ આ સર્વેમાં જણાયું હતું.

યુએસ હોટેલ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક મહામારી કોવિડ-19થી રાહત મળે તેવી શરૂઆત થાય તેવી રાહ તકી રહી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે બધુ પૂર્વઃવત સામાન્ય થઇ જશે તેમ એક સર્વેમાં જણાયું હતું. માર્કેટિંગ ફર્મ હોટેલ રીકવરી એન્ડ એનાલિટિક્સ કંપની એસએચઆર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત સામે આવી છે કે વૈશ્વિક મહામારીને અટકાવવા તથા આર્થિક ટેકો મેળવવા માટે વ્યૂહરચના અજમાવવામાં આવી રહી છે. જેમાં નવી માર્કેટિંગનો પણ સમાવેશ થાય છે.

હોટેલ રીકવરીના દૈનિક ઈ-મેઇલ ન્યુઝલેટરના વાચકો અને એસએચઆર નેટવર્ક હેઠળની હોટેલને આવરી લઇને કરવામાં આવેલા આ સર્વેમાં ડિમાન્ડ વધારવા માટેની વ્યૂહાત્મક રણનીતિ, ટેકનોલોજીનો ઉપયોગ, ગેસ્ટ સેફ્ટી, સમાનવર્ગની સુવિધા આપનાર સાથેની સ્પર્ધા અને ઓપરેશનલ એફિશિયન્સી સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી. સર્વે એપ્રિલમાં શરૂ કરવામાં આવ્યો હતો.

હોટેલ રીકવરી દ્વારા તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ફરીથી બધુ સામાન્ય થાય તે કોઇ એક વિકલ્પ નથી, અમે હોટેલિયર્સને તેમના વર્તમાન સંચાલન અને આવનારા સમયમાં પડનારી મુશ્કેલીઓ, પડકારો અને તકો અંગે સવાલ કર્યા હતા.

માંગ પુરવઠો

વર્તમાન બજારમાં નવી માંગ શોધવા, ફરીથી પ્રવાસ શરૂ થાય તો માંગને પહોંચી વળવાનું આયોજન એ આ સર્વેના મુખ્ય વિષય હતા. જેમાં જાણવા મળ્યું હતું કે ઘણીબધી હોટેલ્સ દ્વારા નવી મુશ્કેલીને નિવારવા માટેનો પ્રયાસ શરૂ કરાયો છે.

પોતાના ગ્રાહકોને ફરીથી જીતવા તૈયાર હોટેલ્સની વ્યૂહરચનામાં ભાવ ઘટાડો મુખ્ય સ્થાને ન હતો એ બાબત નવાઈ પમાડે તથા સંતોષ આપનાર હતી. આખરે તો કોવિડ મહામારી દરમિયાન સંક્રમણથી બચવા તથા નિયંત્રણોને ધ્યાનમાં રાખીએ તો ગ્રાહકો પણ ભાવની બાબતમાં કોઇ બાંધછોડ નહીં કરે તે અમે જાણીએ છીએ તેમ રીપોર્ટમાં જણાવાયું હતું. અલબત્ત, સર્વેમાં આવરી લેવામાં આવેલા મોટાભાગના (42 ટકા)એ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા કેન્સલેશન્સ પોલિસીને અનુરૂપ થવાની હતી. જ્યારે મોટાભાગના મુસાફરી કરનારાઓ હાલના સમયે ટ્રિપ બુકિંગ સમયે માનસિક શાંતિ મળે તે ઇચ્છે છે. તેઓ જાણવા માગે છે કે કોઇ ફેરફાર થાય તો શું થઇ શકે, વધારાની પેનલ્ટી વગર તેઓ પોતાની ટ્રિપમાં ફેરફાર કે રદ કરવા ઇચ્છે છે, તેમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું.

સલામતી સાથે કામગીરી

જ્યારે મહામારીનો અંત આવશે ત્યારે હોટેલ્સોએ ગ્રાહકો માટેની સેનિટરી અને સેફ લોજીંગ બાબતને મોખરાના સ્થાને રાખવી પડશે. તે એક મહત્વની મુશ્કેલ પસંદ બનશે કારણ કે તે દરમિયાન ગેસ્ટની સાથે કર્મચારીઓને પણ માસ્ક પહેરવું વગેરે પગલાં લેવામાં તરફ ધ્યાન આપવું પડી શકે તેમ છે. હાલ પણ આ બાબત જોવા મળી રહી છે.

સર્વેમાં જણાયું હતું કે સર્વેમાં સામેલ 50 ટકાએ જણાવ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે હોટેલના રૂમમાં તેમના રોકાણ દરમિયાન હોટેલ સ્ટાફ વારંવાર તેમના રૂમમાં પ્રવેશ કરે, જેનો અર્થ એ થાય છે કે હાઉસકિપિંગમાં ઘટાડવું પડશે. જોકે કોવિડ મહામારી અગાઉથી લેબર કોસ્ટ ઘટાડવાના ભાગરૂપે આ વ્યવસ્થાનો અમલ થઇ રહ્યો હોવાનું પણ જાણવા મળે છે. ગ્રાહકો પોતાની સલામતીના ભાગરૂપે હવે તેનો કડક અમલ ઇચ્છી રહ્યાં છે.

ટેકનોલોજીનો ઉપયોગ

જ્યારે ટેકનોલોજી હોટેલ્સને ગેસ્ટ અને કર્મચારીઓને સલામત રાખી શકે છે, તે માટે નવા હાર્ડવેર અને સોફ્ટવેર માટે થોડોક ખર્ચ કરવાની તૈયારી રાખવી પડી શકે તેમ છે. જોકે તેની અસર સરેરાશ થનારા ખર્ચ પર અસર પાડી શકે તેમ છે.

2020માં સૌથી અગત્યની ટેકનોલોજી એ ગેસ્ટ ફેસિંગ હતી તેમ રીપોર્ટમાં જણાવાયું છે. સર્વેમાં સામેલ 23 ટકાએ જણાવ્યું હતું કે તેઓ કોન્ટેક્ટલેસ ચેક-ઈન સોલ્યુશન્સ અને અથવા ડિજિટલ કી ઇચ્છે છે જેથી ગેસ્ટ અને ફ્રન્ટ ડેસ્ક વચ્ચેનો પ્રત્યક્ષ સંપર્ક ટાળી શકાય અને મહામારીથી બચી શકાય. 19.2 ટકા હોટેલિયર્સે જણાવ્યું કે તેઓ ગેસ્ટ માટે નવી મેસેજીંગ પ્લેટફોર્મ સુવિધાનો અમલ કરવા તરફ ધ્યાન આપી રહ્યાં છે જેથી તેઓ ગેસ્ટ સાથે સલામતીપૂર્વકના અંતર સાથે સંપર્ક જાળવી શકે.

ડિસેમ્બરમાં સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઓક્યુપન્સી અને એડીઆરમાં 2024 સુધી 2019ની સ્થિતિએ આવી શકશે.