AHLAના 97 ટકા સભ્યોને સ્ટાફની મુશ્કેલી નડી રહી છેઃ સરવે

એસોસિયેશને સ્ટાફની મુશ્કેલી દર કરવા ‘અ પ્લેસ ટુ સ્ટે ‘ના નેજા હેઠળ મલ્ટી ચેનલ એડર્વટાઇઝિંગ રિક્રુટમેન્ટ કેમ્પેઇન શરૂ કર્યુ છે

0
930
અમેરિકન હોટેલ એન્જ લોજિંગ એસોસિયેશનના સરવેનું તારણ છે કે 97 ટકા સભ્યો સ્ટાફની તકલીફ અનુભવી રહ્યા છે અને તેમા પણ 49 ટકા પ્રતિસાદીઓમાં આ બાબત ઘણી ગંભીર છે. AHLA ભરતીની આ તકલીફ દૂર કરવા માટે મલ્ટી ચેનલ એડર્વટાઇઝિંગ કેમ્પેઇન ‘અ પ્લેસ ટુ સ્ટે ‘ને વિસ્તારશે.

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશનનના સરવેનું તારણ છે કે તેના 97 ટકા સભ્યો સ્ટાફની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેના પ્રતિસાદ રૂપે  AHLAએ મલ્ટી ચેનલ એડર્વટાઇઝિંગ કેમ્પેઇન ‘અ પ્લેસ ટુ સ્ટે ‘નો પ્રારંભ કર્યો છે, તેનાથી તેના સભ્યોને મદદ મળશે.

આ સરવેનું તારણ છે કે તેના 49 ટકા જેટલા પ્રતિસાદીઓ તો ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. 58 ટકા માટે તો હાઉસકીપર્સ મેળવવા સૌથી મોટો પડકાર છે.

લગભગ 90 ટકા પ્રતિસાદીઓએ માંગને પહોંચી વળવા માટે વેતનમાં વધારો કરવો પડ્યો છે. 71 ટકાએ કામકાજમાં ફ્લેક્સિબિલિટી પૂરી પાડવી પડી છે અને 43 ટકાએ તેમના ફાયદા વધારવા પડ્યા છે. તેના પરિણામે છેલ્લા છેલ્લા ત્રણ મહિનામાં પ્રતિસાદીઓએ પ્રતિ મિલકત દીઠ 23 નવા કર્મચારીઓની ભરતી કરી છે, આમ છતાં પણ તેઓ હજી બીજી વધારાની 12 પોઝિશન ભરવા પ્રયત્ન કરી રહ્યા છે. આમ છતાં 97 ટકા પ્રતિસાદીઓનું કહેવું છે કે તેઓ તેમની જગ્યાઓ ભરી શકવા અસમર્થ છે.

AHLAના પ્રેસિડેન્ટ અને સીઇઓ ચિપ રોજર્સે જણાવ્યું હતું કે જો તમે હોટેલમાં કામ કરવાનું વિચારતા હોવ તો આ સમય છે, કારણ કે તેઓ હાલમાં બીજા કતાં સારા વેતન ચૂકવે છે, બીજા કરતા સારા ફાયદા આપે છે અને તેમની સમક્ષ બીજા કરતાં વધારે સારી તક પણ છે.

AHLAના ‘અ પ્લેસ ટુ સ્ટે ‘ કાર્યક્રમના પાયલોટમાં પ્રારંભમાં પાંચ શહેરોને આવરી લેવાયા હતા, પણ હવે આ કાર્યક્રમ 14 શહેરોમાં સક્રિય છે. તેમા એટલાન્ટા, બાલ્ટિમોર, શિકાગો, ડલ્લાસ, ડેન્વેર, હ્યુસ્ટન, લોસ એન્જલ્સ, મિયામી નેશવિલે, ન્યૂયોર્ક, ઓર્લેન્ડો, ફોનિક્સ, સાન ડીયેગો અને ટમ્પાનો સમાવેશ થાય છે. AHLAની ચેરિટેબલ વિંગ AHLA ફાઉન્ડેશને પણ રાષ્ટ્રવ્યાપી સ્તરે લગભગ 1,30,000થી વધારે ઓપન પોઝિશન્સમાં તેમનું રોકાણ બમણુ કરશે અને 200થી વધારે કેરિયર પાથવે દ્વારા હોસ્પિટાલિટી ઉદ્યોગની જાગૃતિ બમણી કરશે.

AHLA ફાઉન્ડેશનના પ્રમુખ અને સીઇઓની સાથે કમ્યુનિકેશન્સ અને પબ્લિક રિલેશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ રોસન્ના મેઇટ્ટાએ જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશન દ્વિભાષી પ્રયત્નોને વિસ્તારવામાં અને સંભવિત કર્મચારીઓ માટે કેટલીક ડિજિટલ વ્યૂહરચનાઓને વિકસાવવામાં મદદ કરશે.

તેમણે જણાવ્યું હતું કે ઉનાળામાં પ્રવાસની જોરદાર માંગને ધ્યાનમાં લઈને હોટેલ ઉદ્યોગ મોટાપાયા પર ભરતી કરી રહ્યો છે, અમારો ઉદ્યોગ હાલમાં સારા વેતન અને આજીવન કારકિર્દીની જબરજસ્ત તકોની વિશાળ સંભાવના પૂરી પાડી રહ્યો છે.

જુનમાં AHLA અને તેના ફાઉન્ડેશને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન હોટેલ, રેસ્ટોરા અને ઇન્સ્ટિટ્યુશનલ એજ્યુકેશન સાથે ભાગીદારી કરી હતી જેથી હોટેલ અને હોસ્પિટાલિટી ઉદ્યોગ માટે ભાવિ વર્કફોર્સ તૈયાર કરી શકાય. આ સહયોગના ભાગરૂપે 13 જુનથી અમલમાં આવે તે રીતે ICHRIE AHLA ફાઉન્ડેશન મટીરિયલ્સ અને ફેસિલિટીઝનું વિતરણ કરશે. તેમા તેનું સભ્યપદ અને કમ્યુનિકેશન ચેનલ એક્સેસ હશે. તેઓ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ સાથે સંકળાઈને ભાવિ તકો પણ ખંખોળી શકશે, એમ AHLAએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.