એસટીઆરઃ અમેરિકાની હોટલોના નફામાં ફેબ્રુઆરી 2020 પછી વધારો

લેબર હજુ પણ વધુ ખર્ચાળ, મેટ્રો વિસ્તાર સંઘર્ષ કરી રહ્યાં છે

0
744
જૂનનો ગોપપાર 50.67 ડોલર રહ્યો, મે મહિનાનો મેટ્રીક્સ 37.30 ડોલર રહ્યો હતો તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. ટ્રેવપાર 131.81 ડોલર અને ઈબીટીડીએ પાર 33.10 ડોલર મહિના દરમિયાન રહ્યું હતું. આ વર્ષે જૂનમાં લેબર કોસ્ટ 37.39 ડોલર રહી હતી. મહિના અગાઉ તે 30.96 ડોલર રહી હતી.

જૂન 2021 દરમિયાન અમેરિકાની હોટેલો દ્વારા સારો નફો રળવામાં આવ્યો હતો અને તે અગાઉથી ઉપલબ્ધ ઓરડાના પ્રમાણ પર આધારિત હતું, જે ફેબ્રુઆરી 2020 પછીના કોઇ પણ મહિનાની સરખામણીએ સારો રહ્યો હતો તેમ એસટીઆરનું માનવું છે. જોકે તે સાથે લેબર કોસ્ટમાં કોઇ રાહત મળી નથી, લેબરકોસ્ટ માર્ચ 2020 પછી પણ સૌથી ઉચ્ચ સ્તરે રહી છે.

ગ્રોસ ઓપરેટિંગ પ્રોફિટનું પ્રમાણ 2019ની સરખામણીએ 84 ટકાએ પહોંચ્યું છે, તેમ એસટીઆરના જૂન 2021ના માસિક પીએન્ડએલ ડેટા રીલીઝમાં જણાવાયું છે. જૂન મહિનામાં લેબર કોસ્ટમાં પણ વધારો નોંધાયો છે.

અલબત્ત, ન્યુયોર્ક સિટી, સાન ફ્રાન્સિસકો અને ઓઆહુ આઇલેન્ડ હજુ પણ નકારાત્મક ગીઓપીમાં રહ્યાં છે અને એસટીઆરના જણાવ્યા અનુસાર 2019ની સરખામણીએ ટોચના માર્કેટમાં પણ હજુ 50 ટકા જ કામગીરી જોવા મળી રહી છે.

જૂનનો ગોપપાર 50.67 ડોલર રહ્યો, મે મહિનાનો મેટ્રીક્સ 37.30 ડોલર રહ્યો હતો તેમ એસટીઆર દ્વારા જણાવાયું છે. ટ્રેવપાર 131.81 ડોલર અને ઈબીટીડીએ પાર 33.10 ડોલર મહિના દરમિયાન રહ્યું હતું. આ વર્ષે જૂનમાં લેબર કોસ્ટ 37.39 ડોલર રહી હતી. મહિના અગાઉ તે 30.96 ડોલર રહી હતી.

એપ્રિલ અને મે મહિના દરમિયાન અમેરિકાની હોટેલોના નફામાં સારો વધારો જોવા મળ્યો હતો અને 2019ના સ્તરની નજીક તે રહ્યું હતું તેમ એસટીઆર દ્વારા તાજેતરના તેના અહેવાલમાં જણાવાયું છે.

એસટીઆરના સિનિયર ડિરેક્ટર ફોર ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ જોસેફ રાયેલ કહે છે કે ઓક્ટોબર 2019 પછી ઇન્ડસ્ટ્રીમાં સારો દેખાવ જોવા મળ્યો છે અને તેને પગલે નફાનું પ્રમાણ પણ સારું રહ્યું છે. માર્કેટની લેઇઝર ડિમાન્ડની અસર નફાને થઇ છે કારણ કે એફએન્ડબી રેવન્યુ પણ પણ ઓછું રહ્યું છે, કેમ કે જૂથમાં પ્રવાસ કરવાનું શરૂ થયું નથી. તેમનું માનવું છે કે આવનારા દિવસોમાં પણ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં સારો નફો જોવા મળી શકે તેમ છે.

રાએલનું માનવું છે કે હજુ ઘણી એવી હોટેલો છે કે જેમને કઠિન આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, લેબર કોસ્ટમાં વધારો પણ અસર કરી રહ્યો છે

તેમણે કહ્યું હતું કે મેટ્રો વિસ્તારોમાં હજુ પણ સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસકો અને ઓઆહુ આઇલેન્ડ હજુ પણ જીઓપીના નકારાત્મક ક્ષેત્રમાં છે અને ટોચના માર્કેટ પણ 2019ની સરખામણીએ હજુ 50 ટકા જ દેખાવ કરી શક્યા છે. માયામી, નોરફ્લોક વર્જિનિયા બીચ, ટામ્પા સહિતના બીચ ડેસ્ટીનેશન ખાતે પરિસ્થિતિ કંઇક જુદી જ છે. ત્યાં પ્રવાસીઓનો સારો ધસારો જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળે છે.

અમેરિકાની હોટેલોની ઓક્યુપન્સી મહિનાના ટોચે રહી હતી અને રેવપાર પણ જૂનમાં ઓક્ટોબર 2019 પછી ઉચ્ચ સ્તરે રહ્યું હતું તેમ તાજેતરનો અહેવાલ જણાવે છે. ઓઆહુ આઇલેન્ડ સૌથી વધુ એડીઆર 227.22 ડોલર, રેવપાર 171.40 ડોલર ધરાવે છે. ટોચના 25 માર્કેટમાં પણ ઓક્યુપન્સી ઓછી પરંતુ એડીઆર વધુ જોવા મળે છે.