Skip to content

Search

Latest Stories

એસટીઆરઃ અમેરિકાના હોટેલ ઉદ્યોગમાં સપ્ટેમ્બર માસના નફામાં ફેરફાર

મહામારી અગાઉના સમયની સરખામણીએ મે મહિના પછી પ્રથમ વખત નબળો દેખાવ

અમેરિકાના હોટેલ ઉદ્યોગના નફામાં સપ્ટેમ્બર માસમાં ફેરફાર જોવા મળ્યો છે, જોકે વાર્ષિક સરવાણીની દૃષ્ટિએ તેમાં સુધારો સ્થિર સપાટીએ જોવા મળ્યો છે તેમ એસટીઆરના પીએન્ડએલ માસિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. શહેરી મિલકતો પણ કોઇપણ નફા વગર સંચાલિત થઈ રહી છે, જોકે માર્કેટના મોખરાના સ્થાને રહેનાર સકારાત્મક ગોપપાર વધારા સાથે પોતાનો ફાળો નોંધાવી રહ્યાં છે.

ગોપપાર દ્વારા 8.14 ડોલર એટલે કે 91.7 ટકાના ઘટાડા સાથે માસિર કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે તેના ગયા વર્ષની સરખામણીએ છે. ટ્રેવપાર દ્વારા પણ ગયા વર્ષની સરખામણીએ 68.58 ડોલર સાથે 72.4 ટકાનો ઘટાડો, તથા એબિત્દા પારમાં 109.3 (31.94 ડોલર)નો ઘટાડો છે.


અન્ય મહિનાની સરખામણીએ ગોપપાર ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ઓગસ્ટમાં 91.3 ટકા, જુલાઈમાં 93.3 ટકા, જૂનમાં ઘટીને 105.4 ટકા અને મે મહિનામાં 117.7 ટકા રહ્યો હતો.

આ અંગે એસટીઆર ખાતેના ઓપરેશન્સ એનાલિસ્ટ ઓઉડ્રે કલમાને જણાવ્યું હતું કે ઓગસ્ટમાં ગોપપારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા હતા. મહામારીની અસરના અગાઉના સમયગાળાની સરખામણીએ તેમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનાના આંકડાઓની સમીક્ષા કરીએ તો આપણને જાણવા મળે છે કે શહેરી મિલ્કતો જ એક એવા પ્રકારની છે કે જે નફા વગર સંચાલિત થઈ રહી છે, જ્યારે નાના મેન્ટ્રો સહિતના સ્થળોએ તથા પસંદગીની હોટેલના નફામાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળ્યો છે. ઉપરાંત, કેટરીંગ અને બેન્ક્વેટ રેવન્યુમાં પણ ફક્ત 15 ટકાનો ફેરફાર ગયા વર્ષની સરખામણીએ જોવા મળ્યો હતો.

કલમાને વધુમાં જણાવ્યું હતું કે આઠમી ઓગસ્ટથી લઇને 12મી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પસંદગીની હોટેલોના નફાની સપાટીમાં સુધારા સાથેનો ફેરફાર જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બર માસ દરમિયાન વિશ્વની સરખામણીએ અમેરિકાના હોટેલ ઉદ્યોગના નફામાં સતતા ઘટાડો નોંધાયો હોવાનું પણ હોટસ્ટેટ્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હોટેલોનો માસિક નફો મહિનાના અંતે તેની સપાટીમાં નકારાત્મક સપાટીએ જોવા મળ્યો હતો, હોટ સ્ટેટ્સના અહેવાલ અનુસાર તેમાં પાછલા વર્ષોની સરખામણીએ ઘટાડો જોવા મળ્યો છે. નેગેટિવ પ્રોફિટ સાથેનો આ સતત સાતમો મહિનો છે તેમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

More for you