એસટીઆર, ટીઈ દ્વારા પુનઃસમીક્ષામાં 2022માં ધીમી વૃદ્ધિનો અંદાજ

સાપ્તાહિક ધોરણે અમેરિકાની હોટેલોનો ઓગસ્ટના પ્રથમ સપ્તાહનો નબળો દેખાવ રહ્યો

0
597
એસટીઆર અને ટુરિઝમ ઇકોનોમિક્સ દ્વારા સાલ 2022 માટે અમેરિકાની હોટેલો માટે કરવામાં આવેલી આગાહીની પુનઃસમીક્ષા કરવામાં આવી છે. જેમાં સાલ 2022 માટે અમેરિકાની હોટેલોનો વૃદ્ધિદર નીચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પુનઃસમીક્ષામાં સંભવિત ઓક્યુપન્સી દર 54.7 ટકા, એડીઆર 115.50 ડોલર અને રેવપાર 63.16 ડોલર દર્શાવાયો છે.

અમેરિકાની હોટેલોને કોવિડ-19 મહામારીની ગંભીર આર્થિક અસરમાંથી બહાર આવવા માટેની યોજનાઓને લઇને એસટીઆર અને ટુરિઝમ ઇકોનોમિક્સ દ્વારા નવી સંભાવના સાથેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જોકે 2022નું વર્ષ પણ વધારે ઉજળું નથી કારણ કે સમર વેકેશનમાં લોકો બહાર ફરવા નિકળશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું અને બીઝનેસ ટ્રાવેલના પ્રમાણ અંગે પણ અસમંજસ છે.

તેની સાબિતી એ બાબતથી મળે છે કે સપ્તાહ-દર-સપ્તાહના ધોરણે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં હોટલોની કામગીરીનું માપદંડ એકાએક ઘટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.

એસટીઆર અને ટીઈ દ્વારા તાજેતરમાં ગુરુવારે પોતાની આગાહીઓ એસટીઆરના 13મા વાર્ષિક હોટેલ ડેટા કોન્ફરન્સ દરમિયાન જાહેર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સાલ 2022 માટે અમેરિકાની હોટેલો માટે જે સંભાવના જાહેર કરવામાં આવી તે અનુસાર ઓક્યુપન્સી દર 54.7 ટકા, એડીઆર 115.50 ડોલર અને રેવપાર 63.16 ડોલર રહ્યો હતો.

ઓક્યુપન્સી અને રેવપારના આંકડા એસટીઆરના ટોટલ-રૂમ ઇનવેન્ટરી મેથોડોલોજી ઉપયોગ કરવામાં આવી હતી. 2019માં રીકવરી બેન્ચમાર્ક, 66 ટકા ઓક્યુપન્સી, એડીઆર 130.91 ડોલર અને રેવપાર 86.35 ડોલર હતો.

સંસ્થા દ્વારા સાલ 2022 માટે નબળા વિકાસની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જોકે માંગમાં સુધારો થવાની શક્યતાઓ તો 2023ની સંભાવનાને લગતી જ છે. જ્યારે રેવપાર 2024માં સાલ 2019ના સ્તરને પાર કરી જશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. એસટીઆર અને ટીઈનું ફોરકાસ્ટ મે મહિનામાં યોજાયેલ હન્ટર હોટેલ કોન્ફરન્સ પછી જાહેર કરાયું છે.

આ અંગે એસટીઆરનાં પ્રેસિડેન્ટ અમાન્ડા હાઇતે એ કહ્યું હતું કે આવનારા મહિનાઓમાં કદાચ પરિસ્થિતિમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. માંગની સ્થિતિ અંગે જાણવા મળી રહ્યું છે. માંગની સામે રૂમના ભાડાં સામાન્ય કરતાં વધારે છે. એક વખત ઉનાળું પતે પછી સ્પષ્ટ થશે કે ઉદ્યોગ માટે સમય કેવો રહ્યો હતો. કેટલું નુકસાન થયું છે કે લાભ મળ્યો છે. મોટાભાગ સમર વેકેશનમાં બીઝનેસ ટ્રાવેલનું પ્રમાણ વધે છે. જોકે હાલ ડેલ્ટા વરિયન્ટને કારણે પણ કંપનીઓ દ્વારા પોતાના કાર્યક્રમોનું આયોજન ટાળી દેવામાં આવ્યું છે. ધંધાર્થીઓ 2022 સુધી રાહ જોઇ રહ્યાં છે કદાચ ત્યાર પછી તેઓ પોતાની કામગીરી શરૂ કરી શકે.

એસટીઆર અને ટીઈને અપેક્ષા છે કે નવી બીઝનેસ ટ્રાવેલ ડિમાન્ડ 2022માં નીકળી શકે તેમ છે, એમ હાઇતે એ કહ્યું હતું. જોકે આવનારા સાલ માટે રીકવરીની યોજનાઓની અસરકારકતા ઓછી છે. એજન્સીઓને અપેક્ષા છે કે 2023 સુધી અર્થતંત્ર અને ખાસ કરીને હોટેલ ઉદ્યોગ ફરી સંપૂર્ણપણે પાટે ચઢી શકશે.

એસટીઆરના ટોચના 25 માર્કેટમાં નોરફોક/વર્જિનિયા બીચ અને માયામી ફક્ત એવા છે કે જે 2021 રેવપારના પરિણામ 2019ના સ્તરે છે, કારણ કે એડીઆર અને ઓક્યુપન્સી અંગે પણ સંભવના વ્યક્ત કરાઇ છે. સાન ફ્રાન્સિસકો, ન્યુયોર્ક સિટી અને બોસ્ટન માર્કેટમાં પણ આવનારા સમયમાં સુધારો જોવા મળી શકે છે.

અમેરિકાની હોટેલો માટે ઓગસ્ટ 7ના રોજ પૂરા થતા સપ્તાહમાં ઓક્યુપન્સી 68 ટકાએ પહોંચી જે અગાઉના સપ્તાહની સરખામણીમાં 70.1 ટકા ઓછી હતી અને 2019ની સરખામણીમાં 8.3 ટકા હતું. એડીઆર 140.97 ડોલર હતું, જે 2019ની સરખામણીએ 5.1 ટકા વધારે અને રેવપાર 95.89 ડોલર હતું, જે તેના ગત સપ્તાહના સ્તર કરતાં ઓછું હતું.

હ્યુસ્ટન માર્કેટમાં પણ વધારે ઓક્યુપન્સી જોવા મળી હતી. 2019ની સરખામણીએ તે નક્કી થયું છે. સાન ફ્રાન્સિસકો અને સાન માટીઓ ખાતે ઓક્યુપન્સીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

માયામી ખાતે સૌથી વધારે એડીઆર 2019ની સરખામણીએ, 31.6 ટકા સાથે 198.61 ડોલર રહ્યું, જ્યારે ટામ્પા, ફ્લોરિડાએ પણ વધારે રેવપારમાં સુધારો જોવા મળ્યો છે. સાન ફ્રાન્સિસકો સાન માટીઓ, કેલિફોર્નિયા અને ન્યુયોર્ક સિટી ખાતે પણ રેવપારમાં મોટા ઘટાડો, 59.2 ટકા સાથે 93.96 ડોલર અને 41.2 ટકા સાથે 131.82 ડોલર ક્રમશઃ રહ્યું હતું.