એસટીઆરઃ સુપર બોલથી ટામ્પાના હોટેલ વેપારમાં ઉછાળો, પણ ગત વર્ષ કરતાં ઓછો

યુ.એસ. હોટલ ઉદ્યોગના દેખાવમાં ડિસેમ્બરની તુલનામાં જાન્યુઆરીમાં સામાન્ય વધારો જોવા મળ્યો

0
714
ફ્લોરિડાના ટામ્પા ખાતે 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સુપર બોલ રમત સ્પર્ધાને કારણે હોટલ એક્યુપન્સીમાં 82.4 ટકાનો વધારો જોવા મળ્યો, અને તેના એડીઆરમાં ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ 245.82 ડોલર કે જે 64.5 ટકા વધુ રહ્યો. વૈશ્વિક મહામારી કોવિડ-19ને કારણે યજમાન શહેરમાં ઓછા લોકોએ હાજરી આપી હતી.

ફ્લોરિડાના ટામ્પા શહેરમાં યોજાયેલ સુપર બાઉલ રમત સ્પર્ધાને કારણે યજમાન શહેરને લાભ તો મળ્યો છે પરંતુ ગત વર્ષની સરખામણીએ ઓછો લાભ મળ્યો હોવાનું એસટીઆર દ્વારા જણાવાયું છે. દરમિયાન, જાન્યુઆરી મહિનો અમેરિકાના હોટેલ ઉદ્યોગ માટે પ્રમાણમાં સારો રહ્યો હતો અને ડિસેમ્બરની તુલનામાં જાન્યુઆરી તથા ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં રજાઓને કારણે તેનો લાભ હોટલ ઉદ્યોગને પણ મળ્યો હતો.

 

ટામ્પામાં 5થી 7 ફેબ્રુઆરી દરમિયાન વ્યવસાયમાં 82.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ તેમાં કોઇ ખાસ વધારો જોવા મળ્યો ન હતો. શહેરના હોટલ એડીઆરમાં ગત વર્ષના સમાનગાળાની તુલનાએ 64.5 ટકાના વધારા સાથે 245.82 ડોલર નોંધાયો હતો, જ્યારે ઉપલબ્ધ રૂમદીઠ આવકમાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળ્યો હતો જે 64.9 ટકા વધીને 202.59 ડોલર રહ્યો હતો.

ગત વર્ષે માયામી શહેરમાં સુપર બોલ સ્પર્ધા 2020 નું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સરખામણીમાં ગેમ વીકએન્ડમાં વેપારમાં 92.8 ટકાનો વધારો અને પાછલા વર્ષ પર નજર કરીએ તો 11.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. શહેરના એડીઆરમાં સ્પર્ધા દરમિયાન 616.91 ડોલર, વાર્ષિક દરની સરખામણીએ 148.5 ટકા અને તેની ઉપલબ્ધ રૂમ દીઠ આવક 175.2 ટકા વધીને 572.30 ડોલરની સપાટીએ પહોંચી હતી.

2019માં એટલાન્ટા શહેર આ સ્પર્ધાનું યજમાન શહેર બન્યું હતું અને તેના વેપારમાં 40.4 ટકાનો વધારો પાછલા વર્ષની સરખામણીએ જોવા મળ્યો જે 75.9 ટકા વધુ હતું. તેનો એડીઆર 246.5 ટકા વધીને 314.94 ડોલરની સપાટીએ વીકએન્ડમાં પહોંચ્યો હતો અને ઉપલબ્ધ રૂમ દીઠ આવક 387.2 ટકા વધીને 239.17 ડોલરની સપાટીએ રહ્યું હતું.

આ બાબતે એસટીઆરના કસ્ટમ ફોરકાસ્ટ ડિરેક્ટર બ્લેક રેઇટરે કહ્યું હતું કે “કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિન કારણે સુપર બોલ સ્પર્ધાને કારણે વેપારમાં વધારો થવાની ટામ્પા શહેરે જે ધારણા રાખેલી તે પૂર્ણ તો નથી થઇ શકી.” તેમણે ઉમેર્યું કે મોટાભાગે આવી રમત સ્પર્ધા શરૂ થાય તેના બે અઠવાડિયા અગાઉથી વેપાર વધવાનું શરૂ થાય છે. આ વર્ષે સમગ્ર સ્પર્ધાના આયોજન પર વૈશ્વિક મહામારીની અસર પડેલી જોવા મળી હતી.

જાન્યુઆરીમાં યુ.એસ. હોટલનો વેપાર 39.3 ટકા રહ્યો, જે જાન્યુઆરી 2020ની સરખામણીએ 28.3 ટકા ઘટીને રહ્યો હતો. એડીઆર 27.8 ટકા ઘટીને 90.79 ડોલર રહ્યો અને ઉપલબ્ધ રૂમ દીઠ આવક 48.2 ટકા ઘટીને 35.72 ડોલરની સપાટીએ રહ્યું હતું.

“ઓક્યુપન્સી અને ઉપલબ્દ રૂમ દીઠ આવકમાં ડિસેમ્બરમાં વધારો થયો હતો પણ મહામારીના શરૂઆતી મહિનાઓની સરખામણીએ ઓછી અસર જોવા મળી. એડીઆરમાં પાછલા મહિનાની સરખામણીએ સહેજ ઘટાડો નોંધાયો છે” તેમ એસટીઆર જણાવે છે.

સમગ્ર રીતે જોઇએ તો, એસટીઆરના મોખરાના 25 માર્કેટમાં ઓક્યુપન્સીમાં ઘટાડો થયો છે તો એડીઆરમાં અન્ય માર્કેટની તુલનામાં વધારો જોવા મળ્યો છે. ઓહાયુ, આઇસલેન્ડ, હવાઈમાં ઓક્યુપન્સીમાં જાન્યુઆરીમાં ઘટાડો રહ્યો છે, જે 23.6 ટકાનો હતો અને પાછલા વર્ષની તુલનામાં તેમાં 72.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ફેબ્રુઆરી 13ના રોજ પૂરા થતાં અઠવાડિયાના અંત સુધી ઓક્યુપન્સી 45.1 ટકા, જે અઠવાડિયા પહેલાના સમયગાળાની તુલનાએ 40.9 ટકા વધુ પરંતુ પાછલા વર્ષોની તુલનામાં 29 ટકા ઓછી રહી હતી. એડીઆર 2020ના સમાન સમયગાળામાં 25.7 ટકા ઘટીને 99.21 ડોલરની સપાટીએ રહ્યું અને ઉપલબ્ધ રૂમ દીઠ આવક અઠવાડિયાની સરખામણીએ વધીને 37.44 ડોલરથી વધી 44.72 ડોલરે પહોંચી હતી.

“વેલેન્ટાઈન ડે અને પ્રેસિડેન્ટ ડે સહિતના યુ.એસ. વીકએન્ડને કારણે (શુક્રવારથી શનિવાર) વીકએન્ડ ઓક્યુપન્સીમાં વધારો જોવા મળ્યો હતો જે 58.5 ટકા રહ્યું હતું. ઓક્ટોબરના મધ્યગાળાથી તે અત્યાર સુધી સોથી વધુ વધારો જોવા મળ્યો હતો, તેમ એસટીઆર જણાવે છે. પ્રેસિડેન્ટ ડેની રજાઓને કારણે વેપારમાં અગાઉની સરખામણીએ સારી અસર જોવા મળી હતી.