એસટીઆરઃ વધતી લેબરકોસ્ટથી સપ્ટેમ્બરમાં અમેરિકાની હોટેલોના નફાને અસર

હોટસ્ટેટ્સ જણાવે છે કે ખર્ચમાં વધાયો થયો પણ સુધારો થવાની આશા હજુ છે

0
599
સપ્ટેમ્બર મહિનામાં પ્રતિ ઉપલબ્ધ ઓરડાદીઠ લેબર કોસ્ટ સરેરાશ 47.50 ડોલર રહી છે, જે 2019માં સમાનગાળાની સરખામણીએ 96 ટકા છે, તેમ એસટીઆરનો અહેવાલ જણાવે છે. હોટસ્ટેટસના અહેવાલ અનુસાર મહિનાની પ્રતિ ઉપલબ્ધ રૂમદીઠની 55 ડોલરની લેબર કોસ્ટ સમીક્ષા હેઠળ છે મહામારી દરમિયાન તે સૌથી ઉંચા સ્તરે રહી છે.

અમેરિકાની હોટેલોના નફાને સપ્ટેમ્બર મહિનામાં ફરી લેબર કોસ્ટની અસર જોવા મળી છે. સતત બીજા મહિને લેબર કોસ્ટને કારણે હોટેલોના નફાને અસર પડી હોવાનું એસટીઆરના રિપોર્ટમાં જણાવાયું છે. અંદાજીત લેબર કોસ્ટ 2019ની સરખામણીએ 96 ટકાએ પહોંચી હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે. મહામારીના સમયગાળામાં તે સૌથી ઉંચા સ્તરે છે.

દરમિયાન સમાનગાળામાં, કોવિડ-19 કેસ ઘટી રહ્યાં  અને આંતરરાષ્ટ્રીય મુસાફરી સામાને નિયંત્રણો પણ હળવા થઇ રહ્યાં છે ત્યારે વેપાર વધવાની સંભાવના પણ હોટસ્ટેટ્સ દ્વારા વ્યક્ત કરાઈ છે.

સપ્ટેમ્બરમાં ગોપાર મહિના પહેલાના 49.31 ડોલરની સરખામણીએ 46.29 ડોલર રહ્યું હતુ. ટ્રેવપાર 140.94 ડોલર અને ઈબીઆઈટીડીએ પાર 30.47 ડોલર સમાનગાળામાં મહિનાની સમીક્ષા હેઠળ રહ્યું છે. આ મેટ્રિક્સ ઓગસ્ટમાં અનુક્રમે 146.22 ડોલર અને 32.13 ડોલર હતું.

આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ લેબર કોસ્ટ પ્રતિ ઓરડાદીઠ 47.50 ડોલર રહી હતી. મહિના અગાઉ તે 47.99 ડોલર રહી હતી.

એસટીઆરના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઓફ ફાયનાન્શિયલ પરફોર્મન્સ રાક્યુઅલ ઓર્ટિઝ કહે છે કે વધતી લેબર માર્જીનનો અર્થ એ છે કે પ્રોફિટ માટે ઓછા ઓરડા. અને ગોપાર સતત બીજા મહિને 33 ટકા જેટલો ગગડ્યો છે. લેબરકોસ્ટને કારણે હોટેલોના નફાને ઘણી અસર પહોંચી છે.

એસટીઆર અનુસાર ફક્ત સાન ફ્રાન્સિસકો માર્કેટમાં આ વર્ષે પહેલા નવ મહિના દરમિયાન જીઓપી નકારાત્મક દરે રહ્યો હતો.

તાજેતરનો એસટીઆર જણાવે છે કે ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયે યુએસ હોટેલ ઓક્યુપન્સીમાં ફેરફાર જોવા મળ્યો છે, રૂમ રેટ્સમાં સાધારણ વધારો પણ થયો છે.

હોટસ્ટેટ્સનો રિપોર્ટ જણાવે છે કે સપ્ટેમ્બર મહિનાનો ગોપપાર 51.44 ડોલર રહ્યો હતો. જે 2019ના સમાન ગાળાની સરખામણીએ 44 ટકા રહ્યો હતો. દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવાને પગલે બાઇડન તંત્ર દ્વારા કેનેડા અને મેક્સિકોથી રસી લેનારા પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશવા દેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

હોટસ્ટેટ્સ જણાવે છે કે સળંગ બીજા મહિને સપ્ટેમ્બર મહિના દરમિયાન નફામાં ફેરફાર જોવા મળ્યો છે.

હોટસ્ટેટ્સ રિપોર્ટ અનુસાર પ્રતિ ઉપલબ્ધ રૂમદીઠ 55 ડોલરની લેબર કોસ્ટ સમીક્ષા હેઠળ છે. મહામારી શરૂ થયા પછીના તે સૌથી ઉંચા સ્તરે છે. એપ્રિલ 2020ની સરખામણીએ તે 34 ડોલર વધારે છે.