U.S. હોટેલ કન્સ્ટ્રકશનમાં ઘટાડાનો ટ્રેન્ડ જળવાયોઃ STR

રૂમોના બાંધકામના અગ્રણી બજારોમાં ન્યૂયોર્ક શહેરની આગેવાની

0
604

U.S. હોટેલ કન્સ્ટ્રકશને જુનમાં પૂરા થયેલા સળંગ સાતમાં મહિને ઘટાડો નોંધાવ્યો છે, એમ એસટીઆરે જણાવ્યું હતું. ન્યૂયોર્ક શહેરમાં અને નેશવિલેએ રૂમોના બાંધકામની આગેવાની લીધી છે, વર્તમાન બજારોમાં તેમની ટકાવારી નોંધપાત્ર છે.

અહેવાલે જણાવ્યું હતું કે અમેરિકામાં ધીમી ઝડપે પ્રવૃત્તિ વધી રહી છે અને ડેવલપરોએ મિયામી, નેશવિલે અને ફોનિક્સમાં રસ દાખવ્યો છે.

STR મુજબ અમેરિકામાં જુનના અંતે 1,46,198 રૂમનું બાંધકામ જારી હતી, આ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ 20.1 ટકાનો ઘટાડો દર્શાવે છે. લગભગ 1,78,805 રૂમો આ મહિને આખરી આયોજનના તબક્કે છે. ગયા વર્ષે તેમા 11.3 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને હાલમાં 2,81,190 રૂમો આયોજનના તબક્કે છે, આમ તેમા જુન 2021ની તુલનાએ 6.1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

STRના કન્સલ્ટિંગ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કાર્ટર વિલ્સને જણાવ્યા મુજબ આપણે વર્ષના બીજા ભાગમાં પ્રવેશ્યા છીએ ત્યારે યુ.એસ. હોટેલ પાઇપલાઇને ઘટાડો જારી રાખ્યો છે. ઋણખર્ચમાં વધારો થવાના લીધે તથા પ્રવર્તમાન સપ્લાય ચેઇનમાં અવરોધના લીધે આ વર્ષે પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ થશે, તેના લીધે રૂમ બાંધકામમાં ઘટાડો થયો છે.રાષ્ટ્રીય ધોરણે જોઈએ તો નજીકના ભવિષ્યમાં નવો પુરવઠો નહી આવે.

ન્યૂયોર્ક રૂમના બાંધકામનું મહત્વનું બજાર છે અને ગયા વર્ષની તુલનાએ જુનમાં 13,568 રૂમ સાથે 10.8 ટકા સુધી વૃદ્ધિ નોંધાવી હતી. તેના પછી નેશવિલેમાં 3,3939 રૂમ બની હતી જે સાત ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે ફોનિક્સમાં 4,388 રૂમ બની હતી જે ગયા વર્ષની તુલનાએ 6.3 ટકાનો વધારો દર્શાવે છે. એટલાન્ટામાં 5,991 રૂ બની હતી જે ગયા વર્ષની તુલનાએ 5.5 ટકાનો વધારો દર્શાવે છે અને ડેટ્રોઇટમાં 2,382 રૂમ બની હતી જે જુન 2021ની તુલનાએ 5.1 ટકાનો વધારો દર્શાવે છે.

મિયામીમાં સૌથી વધુ 10,177 રૂમ બની હતી, જે ગયા વર્ષની તુલનાએ 15.8 ટકાનો વધારો દર્શાવે છે. તેના પછી નેશવિલેમાં 6,295 રૂમ બની હતી જે 11.2 ટકાનો, ફોનિક્સ 10.1 ટકાની વૃદ્ધિ સાથે 6,990 રૂમનો અને લોસ એન્જલ્સ ગયા વર્ષના 8.3 ટકા સાથે 9,414 રૂમનો વધારો દર્શાવે છે.

STRના જણાવ્યા મુજબ વિશ્વના ચાર પ્રાંતોએ બીજા ક્વાર્ટરના અંતે હોટેલ પાઇપલાઇન પ્રવૃત્તિમાં ઘટાડો દર્શાવ્યો છે. યુ.એસે આ વિસ્તારમાં સૌથી વધારે પ્રમાણમાં રૂમ બાંધકામ નોંધાવ્યુ છે. તેના પછીના ક્રમે મેક્સિકોએ 14,909 અને કેનેડાએ 7,232 રૂમનું બાંધકામ કર્યુ છે. આમ આ વિસ્તારમાં કુલ અંડરકન્સ્ટ્રકશન રૂમની સંખ્યા 7,39,777 છે, જે ગયા જુનની તુલનાએ 5.8 ટકાનો ઘટાડો દર્શાવે છે.

એપ્રિલમાં લોજિંગ ઇકોનોમેટ્રિકસનો રિપોર્ટ હટો કે યુ.એસ. હોટેલ કન્સ્ટ્રકશન પાઇપલાઇન 2022ના પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરના અંતે બે ટકા વધી હતી, પરંતુ રૂમોની સંખ્યામાં ત્રણ ટકા ઘટાડો નોંધાયો હતો.