એસબીએ દ્વારા કોવિડ ઈઆઈડીએલ લોન પ્રોગ્રામમાં ફેરફાર જાહેર કરાયો

આ મહત્વપૂર્ણ ફેરફારોમાં બે મિલિયન ડોલરની ધિરાણ મર્યાદા અને 24 મહિનાની સ્થગિતતાનો સમાવેશ થાય છે

0
692
ધી સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોવિડ ઈકોનોમિક ઇન્જરી ડિઝાસ્ટર લોન પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર કર્યા છે, જેમાં ધિરાણ મર્યાદા વધારીને બે મિલિયન ડોલર કરાઈ છે તથા 24 મહિનાનું ડિફરમેન્ટ તથા ઓછા વ્યાજદરમાં વેપારી દેવાનો સમાવેશ થાય છે.

ધી સ્મોલ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોવિડ ઇકોનોમિક ઇનજરી ડિઝાસ્ટર લોન પ્રોગ્રામમાં મહત્વના ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ધિરાણ મર્યાદામાં વધારો કરવાની સાથે ધિરાણ સમયમર્યાદા તથા વ્યાજદરનો સમાવેશ થાય છે. વેપારીવર્ગને રોગચાળાના સમયમાં મદદરૂપ થવાના હેતુ સાથે આ લોનપ્રોગ્રામની જાહેરાત થઇ હતી.

આહોઆ દ્વારા સંસ્થાના ઈઆઈડીએલ પ્રોગ્રામમાં વેપારીવર્ગને અનુકૂળ આવે તેવા ફેરફાર કરવા અંગેની રજુઆતોને પગલે કરાયેલી બદલાવને આવકારાયો છે.

એસબીએ અધિકારી ઇઝાબેલા કાસિલાસ ગુઝમાન દ્વારા જણાવાયું હતું કે ઇઆઈડીએલ પ્રોગ્રામ એ કોવિડ19 રોગચાળામાં ગંભીર આર્થિક અસરનો સામનો કરી રહેલા હજારો વેપારીઓ માટે લાઇફલાઇન સમાન છે.

અમે આ કાર્યક્રમમાં મહત્વના ફેરફાર કર્યા છે, જેમાં – ધિરાણ મર્યાદા (ઉધાર લેવાની ક્ષમતા) વધારીને બે મિલિયન ડોલર કરવાની સાથે 24 મહિનાનું ડિફરમેન્ટ તથા ધિરાણ લેનારાઓને ઓછાવ્યાજદર સહિતનો સમાવેશ થાય છે.

કાર્યક્રમમાં કરાયેલા અન્ય મહત્વના ફેરફારોઃ

– નવી વિલંબિત ચૂકવણી અવધિ હેઠળ, નાના ઉદ્યોગોના માલિકોએ લોન શરૂ થયાના બે વર્ષ સુધી કોવિડ ઈઆઈડીએલ ની ચુકવણી શરૂ કરવાની રહેશે નહીં, જેથી તેઓ રોગચાળાના સમયથીથી પસાર થઈ શકે.

– 30 દિવસની ખાસ વિન્ડો જે આ કાર્યક્રમ હેઠળ લોન મંજૂર કરવા માટે તથા ભંડોળ પૂરું પાડવા માટે ખાસ વિન્ડોનો અમલ. 500,000 ડોલર સુધીના ધિરાણ માટે 30 દિવસમાં નિર્ણય તથા શરૂ થવાનો સમયગાળો.

કોવિડ ઈઆઈડીએલ ભંડોળ હવે વેપારી દેવું તૈયાર કરવા અને ફેડરલ વેપારી દેવું અંગે ચૂકવણી કરવા પાત્ર બની શકશે.

કોવિડ ઈઆઈડીએલ પ્રોગ્રામ ઉપલબ્ધ 150 બિલિયન ડોલરનું ભંડોળ ઓફર કરે છે. એસબીએ દ્વારા જણાવાયું છે કે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેમાં કરાયો વધારો એવા સમયે છે કે જ્યારે ગોલ્ડમેન સાસ દ્વારા દસ હજારથી વધારે નાના વેપારીઓનો સર્વે કરવામાં આવ્યો અને તેમાં જણાયું કે ભંડોળ લેવા તેમનો વિશ્વાસ વધ્યો છે.

આ કાર્યક્રમ હેઠળ એસબીએને દરરોજ મળનારી અરજીઓમાં વધારો થયો છે. જે દરરોજન 2000થી વધીને 37000 સુધી પહોંચી છે. લોન અધિકારીઓ દરરોજ 15થી વધારે અરજીઓનો નિકાલ કરી રહ્યાં છે. છ લાખથી વધારે અરજીઓનો ભરાવો કાઢવાની તજવીજ છે.

આહોઆ દ્વારા જણાવાયું છે કે તે એસબીએ સાથે મળીને આ બાબતે કામ કરી રહ્યું છે અને છેલ્લાં મહિના દરમિયાન કોંગ્રેસ દ્વારા રાહત યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં કોવિડ ઈઆઈડીએલ અને પીપીપી લોન્સ સહિતનો સમાવેશ થાય છે.

આહોઆના પ્રમુખ વિનય પટેલે આ ફેરફારોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે આ એક મહત્વપૂર્ણ બાબત લોજિંગ ઇન્ડસ્ટ્રી અને દેશના નાના વેપારીઓ માટે છે.

આહોઆના કાર્યકારી પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન ગ્રીનીએ કહ્યું હતું કે એસબીએના ફેરફારોને કારણે નાના વેપારીઓ વધારે મજબૂત બની શકશે.