સમાજ સેવ્સ લાઇવ્સ એમ્બેસડરનું મૃત્યુ પામનારા પોલીસકર્મીના અંતિમસંસ્કારમાં વક્તવ્ય

સંસ્થા અંગદાનને પ્રોત્સાહન આપે છે, ઓફિસરના નામના બિલબોર્ડને સ્પોન્સર કરશે

0
428
જ્યોર્જિયાની હેનરી કાઉન્ટીના પોલીસઓફિસર પરમહંસ દેસાઈ, તસવીરમાં પત્ની અંકિતા અને સંતાનો ઓમ તથા નમહ સાથે નજરે પડે, આ ઓફિસરની ડોમેસ્ટિક વાયોલન્સની ઘટના દરમિયાન નવેમ્બર ચારના રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. દેસાઈ ઓર્ગન ડોનર હતા અને સેવાભાવી ગ્રુપ સમાજ સેવ્સ લાઇવ્સ કે જેની સ્થાપના ભૂપેન અમીન દ્વારા કરાઈ છે. તેઓ કેલિફોર્નિયા ખાતેની વોલનટ ક્રીકમાં આવેલી લોટસ હોટેલ્સ ઇન્ક.ના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ છે તેઓ એના નામે ઓર્ગન ડોનેશન અવેરનેસને પ્રોત્સાહન આપશે.

મૃત્યુ પામનાર ઓફિસર પરમહંસ દેસાઈની પત્ની અંકિતા દેસાઈ, એમના ભાઈને ઓર્ગન ડોનેશનની પિન અટેચ કરતા, જે તેમને જયંતિલાલ ‘જેરી’ પટેલ, સમાજ સેવ્સ લાઇવ્સના એમ્બેસેડર છે તેમણે આપી હતી. તેઓ મિસિસિપીના હોટેલિયર છે અને ઓફિસરના અંતિમસંસ્કાર સમયે વક્તવ્ય પણ આપ્યું હતું.

સમાજ સેવ્સ લાઇવ્સ દ્વારા ઓફિસર દેસાઈની સ્મૃતિમાં ઓર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપવા અને ડોનેટ લાઇફ અમેરિકા ઓર્ગનાઇઝેશન માટેના બે બિલબોર્ડની વ્યવસ્થા સંભાળશે.

જ્યોર્જિયાની હેનરી કાઉન્ટીના પોલીસ ઓફિસર પરમહંસ દેસાઈએ પોતાની ફરજ દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

દેસાઈ ઓર્ગન ડોનર હતા અને સમાજ સેવ્સ લાઇવ્સ નામની સેવાભાવી સંસ્થાને કારણે તેમની ઉદારતા એક વારસો બની રહેશે. આ સંસ્થા સમગ્ર દેશમાં અંગદાન જાગૃતિ માટે કાર્ય કરી રહી છે. મૃતકના બહેન દિવ્યા દેસાઈ સાથે સમાજ સેવ્સ લાઇવ્સ સંસ્થાના એમ્બેસેડર અને મિસિસિપી ખાતેના હોટેલિયર જયંતિલાલ ‘જેરી’ પટેલે ઓફિસરના અંતિમસંસ્કાર સમયે સંબોધન કર્યું હતું.

‘દિવ્યા જ્યારથી ઓર્ગન ડોનર બની ત્યારથી મેં તેને એક ઓફર કરી હતી, કે હું એટલાન્ટા મેટ્રો એરિયામાં આ ઉમદા કાર્યની જાગૃતિ માટે બિલબોર્ડ મુકવાની ઇચ્છા ધરાવું છે,’ તેમ જેરી પટેલે કહ્યું હતું. આજની સ્થિતિએ ધી ગોફન્ડમી પેજ (પરિવાર માટે આયોજીત) ખાતે મારા મતે છેલ્લે તેમાં 345,000 ડોલરે બંધ રહ્યું હતું. જે ખૂબ મોટી રકમ છે.’

ધી ગોફન્ડમી અભિયાન હવે બંધ થયું છે અને દાનની રકમ દેસાઈના પરિવારને આપવામાં આવશે. જેની વ્યવસ્થા પટેલે નિક બ્રાઉન તથા એટલાન્ટા સાથેની લેમર આઉટડોર એડવર્ટટાઇઝિંગ સાથે મળીને કર્યું હતું. જે રોમ કાર્ટર્સવિલે, જ્યોર્જિયામાં છે અને ડોનેટ લાઇફ અમેરિકા વેબસાઇટનો પ્રચાર પણ કરે છે.

ઓફિસર દેસાઈએ નવેમ્બર ચારના રોજ ડોમેસ્ટિક વાયોલન્સની એક ઘટના દરમિયાન ફરજ દરમિયાન પોતાનો જીવ ગૂમાવ્યો હતો, તેમ સ્થાનિક મીડિયા રીપોર્ટ્સમાં જણાવાયું હતું. ઓફિસર પરિણીત હતા અને તેઓ બે સંતાનના પિતા હતા. તેમણે આંખો સિવાયના પોતાના તમામ અંગોનું દાન આપવાનો નિર્ણય કર્યો હતો, તેમ દિવ્યાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

પટેલ કે જેઓ આહોઆના લાઇફટાઇમ સભ્ય છે અને મિસિસિપીમાં આવેલા પર્લસ્થિત લક્ષ્મી ટ્રસ્ટ પાર્ક હોસ્પિટાલિટીના પ્રેસિડેન્ટ છે, તેમણે કહ્યું હતું કે તેઓ દેસાઈ પરિવારના શુભચિંતક છે.

તેમણે પોતાના સંબોધનમાં દુનિયાને બચાવવા માટે નિકળી પડનારા માર્વેલ મૂવીઝ કે ડીસી કોમિક્સના હીરોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેમાં કોઇ શંકા નથી કે ઓફિસર પરમ પણ એક સારા અમેરિકન હીરો છે.

દિવ્યાએ કહ્યું હતું કે તેમનો પરિવાર અમેરિકામાં 1991માં ગુજરાત રાજ્યના બિલિમોરી તાલુકાના નાનકડા ગામ ગણદેવીથી અહીં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે તેમના ભાઇ અન્યો માટે એક ઉદાહરણરૂપ હતા અને તેમના બંને સંતાનો માટે પણ આદર્શરૂપ હતા.

સમાજ સેવ્સ લાઇવ્સની સ્થાપના ભૂપેન અમિન દ્વારા કરવામાં આવી હતી. તેઓ કેલિફોર્નિયાના વોલનટ ક્રીકમાં આવેલી લોટસ હોટેલ્સ ઇન્ક.ના પ્રેસિડેન્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર પણ છે. સંસ્થાના એમ્બેસેડર તરીકે પટેલ આહોઆની રીજીયોનલ મીટીંગ્સ સહિતના કાર્યક્રમોમાં અંગદાન અંગેની સમજ તથા જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. તેઓ ઓર્ગન ડોનેશન અંગે સભ્યોને સમજ આપે છે. સ્પ્રિંગ દરમિયાન ભારતમાં કોવિડ-19 મહામારી દરમિયાન સંસ્થા દ્વારા તબીબી ઉપકરણો સહિતનું દાન પણ કરવામાં આવ્યું હતું.

અંતિમસંસ્કાર દરમિયાન દિવ્યાએ મૃતક ભાઈના શરીર પર અંગદાન અંગેની પિન લગાવી ત્યારે પટેલે આ ક્ષણને ખૂબ ભાવુક પળ ગણાવ્યા હતા.

દિવ્યાએ ભાઈના યુનિફોર્મ પર સંસ્થાની અંગદાન અંગેની ઓળખ આપતી પિન લગાવી હતી. તેમણે આ પળને ખૂબ ભાવુક પળ અને યાદગાર ક્ષણ ગણાવી હતી.