Skip to content

Search

Latest Stories

રોયલ હોટેલ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા જ્યોર્જિયામાં અન્ય એક હોટેલનું કામ શરૂ

હિલ્ટનની નવી હોમ2 સ્યુટ્સ એ ત્રણ હોટલ કેમ્પસનો ભાગ બનશે

રોયલ હોટેલ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા જ્યોર્જિયામાં અન્ય એક હોટેલનું કામ શરૂ

રોયલ હોટેલ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા હિલ્ટનની કોવિન્ગ્ટન, જ્યોર્જિયા ખાતે આવેલ હોમ2 સ્યુટ્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનું કામકાજ જુલાઈ 2022 સુધી પૂર્ણ થવાની શક્યતા છે.

કોવિન્ગ્ટન એ એટલાન્ટાથી પૂર્વ તરફ 35 માઇલ દૂર આવેલું છે અને “હોલિવૂડ ઓફ ધી સાઉથ” તરીકે જાણીતું છે કારણ કે ઘણી જાણીતી ફિલ્મો અને ટેલિવિઝન શોનું શૂટિંગના સ્થળોએ થયેલું છે જેમાં “ધી વોકીંગ ડેડ”, “ધી વેમ્પાયર ડાયરીઝ”, “સેલ્મા”, અને “ધી ડ્યુક્સ ઓફ હેઝાર્ડ”નો સમાવેશ થાય છે.


“આ હોટલ અમારી કંપનીની સમુદાય પ્રત્યેની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે,” તેમ આરએચઆઈના ચેરમેન નવિન શાહે જણાવ્યું હતું. “હવે જ્યારે આપણો સમુદાય મહામારી કોવિડ સંકટથી બહાર આવી રહ્યું છે ત્યારે અમે લોકો એકબીજાને મળી શકે તે માટે સલામત, આરામદાયક સ્થળ ઓફર કરી શકશું – એવું સ્થળ કે જ્યાં તેઓ પોતાના શરીરને આરામ આપી શકશે, વિચારો વહેંચી શકશે અને મિત્રો તથા પરિવાર સાથે સમય ગાળી શકશે.”

100 રૂમવાળી આ નવી હોટેલ કોવિન્ગ્ટનમાં આરએચઆઈ દ્વારા સંચાલિત અન્ય બે હોટેલ નજીક આવેલી છે, જેમાં 110 રૂમવાળી હોલિડે ઈન એક્સપ્રેસ એન્ડ સ્યુટ્સ 2017થી શરૂ થયેલ છે અને 105 રૂમવાળી હેમ્પ્ટન ઈન 2009માં શરૂ થઈ હતી.

“અમે એવું હોટેલ કેમ્પસ બનાવી રહ્યાં છીએ કે જ્યાં મુસાફરોને તેમની જરૂરિયાત અનુસારની રહેવાની સવલતો ઉપલબ્ધ બની શકશે,” તેમ શાહે ઉમેર્યું હતું. “અમારી નવી હોટેલ એ એવી પ્રોપર્ટી બનશે કે જે દરેક સ્યુટ્સ ધરાવશે, જે ગેસ્ટને વિશાળ રૂમ અને કામ કરવા તથા આરામ કરવા માટે વધારે જગ્યા મળી શકશે.”

નવી હોમ2 સ્યુટ્સ કોવિન્ગ્ટનમાં એક બેડરૂમવાળા આઠ સ્યુટ્સ હશે જે લાંબા ગાળાના રોકાણ માટે શ્રેષ્ઠ બનશે અને દરેક રૂમમાં માઇક્રોવેવ અને ડિશવોશર હશે. હોટેલ સુવિધાઓમાં બેડરૂમ-સ્ટાયલ મીટીંગ સ્પેસ, સીઝનલ આઉટડોર સ્વિમિંગ પૂલ અને ગાઝેબો હશે.

“અમને ગૌરવ છે કે અમે એક એવા વાયબ્રન્ટ, સમૃદ્ધ સમુદાયનો ભાગ છીએ જે એક વ્યવસાય અને પર્યટક સ્થળ તરીકે વિકસી રહ્યો છે,” તેમ શાહે ઉમેર્યું હતું અને કહ્યું કે મારું દૃઢપણે માનવું છે કે આપણો દેશ અને આપણી કોમ્યુનિટી કોઇકાળે પાછી નહીં પડે અને આપણે આગળ જ વધશું, આશાઓ અનુસાર વધારે મજબૂત બનશું.

2002માં રચાયેલ, આરએલઆઈ આ ઉપરાંત 99 રૂમવાળી હેમ્પ્ટન ઈન એન્ડ સ્યુટ્સ નજીકમાં કોનયર્સ, જ્યોર્જિયા ખાતે ધરાવે છે અને કોવિન્ગ્ટન ખાતેના શોપિંગ સેન્ટરમાં 20,000 સ્કેવર ફૂટ જગ્યા ધરાવે છે.

More for you