RLH કોર્પે ગેસ્ટહાઉસ બ્રાન્ડ એક્સટન્ડેડ-સ્ટે બ્રાન્ડ તરીકે ફરી લોન્ચ કરી

મહામારી દરમિયાન આ સેગમેન્ટના મજબૂત દેખાવને પગલે કંપનીનો નિર્ણય

0
888
રેડ લાયન હોટેલ કોર્પે તેની ગેસ્ટહાઉસ ઇન્ટરનેશનલ બ્રાન્ડને અપર ઇકોનોમી ગેસ્ટહાઉસ એક્સટન્ડેડ-સ્ટે બ્રાન્ડ તરીકે ફરી લોન્ચ કરી છે. કોવિડ-19 મહામારી દરમિયાન આ સેગમેન્ટના મજબૂત દેખાવનો લાભ લેવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગેસ્ટહાઉસ માટેની નવી યોજનાના એક ભાગરૂપે ગેસ્ટરૂમ રિડિઝાઇન કરાયો છે, જેમાં દરેક રૂમમાં ભોજન અને/અથવા વર્ક માટે ડ્યુઅલ યુઝ ટેબલ તથા સોફ્ટ સિટીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોવિડ-19 દરમિયાન એક્સટેન્ડેડ-સ્ટે સેગમેન્ટે કરેલા મજબૂત દેખાવનો લાભ લેવા માટે રેડ લાયન હોટેલ કોર્પે તેની ગેસ્ટહાઉસ ઇન્ટરનેશનલ બ્રાન્ડને અપર ઇકોનોમી ગેસ્ટહાઉસ એક્સટન્ડેડ-સ્ટે તરીકે ફરી લોન્ચ કરી છે. નવી બ્રાન્ડમાં હાઉસકિપીંગ સર્વિસિસ, કમ્યુનિટી-સેન્ટ્રિક ગેસ્ટ એમેનિટી અને બ્રાન્ડ સ્ટાન્ડર્ડને એવી રીતે ડિઝાઇન કરાયા છે કે જેથી માલિકોને રોકાણ પર મહત્તમ વળતર મળે.

RLH કોર્પના વર્ચ્યુઅલ એન્યુલ કન્વેન્શન દરમિયાન એક જાહેરાતમાં કંપનીના સીઇઓ જોહન રસેલે આ રિ-લોન્ચ માટે એક્સટન્ડેડ-સ્ટે સેગમેન્ટના સાતત્યપૂર્ણ ઊંચા દેખાવને કારણભૂત ગણાવ્યો હતો. રસેલે જણાવ્યું હતું કે કન્સ્ટ્રક્શન ક્રુ, આવશ્યકસેવાના કામદારો, કોર્પોરેટ ટ્રેનિંગના ઉમેદવારો અને લાંબા ગાળાની મેડિકલ સારવારની જરૂર છે તેવા પરિવારો તરફથી માગ આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે “આપણી પાસે આપણી ગેસ્ટહાઉસ બ્રાન્ડને અપર-ઇકોનોમી એક્સટન્ડેડ-સ્ટે મોડલમાં બદલવાની તક હતી. આ સેગમેન્ટ પ્રતિકાર ક્ષમતા ધરાવતું હોવાથી ભવિષ્યમાં સફળતા મળશે.”

ગેસ્ટહાઉસ એક્સટન્ડેડ સ્ટેનું માળખું નવા માલિકોને આકર્ષવા માટેનું પણ છે. વ્યવહારુ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન અને બ્રાન્ડની જરૂરિયાત ઉપરાંત આ બ્રાન્ડમાં માત્ર 10 ટકા રૂમને ફુલ કિચનેટીમાં બદલવાની જરૂર પડે છે. બાકીના મિની કિચનેટી રહે છે. જેનાથી નોન એક્સટન્ડેડ-સ્ટે પ્રોપર્ટીમાં ફેરફાર કરવામાં સરળતા રહે છે. માલિકો ઓછામાં ઓછા ખર્ચ માટે મોડ્યુલર ગેસ્ટરૂમ વિકલ્પો અને નીચા વેન્ડર પ્રાઇસિંગનો વિકલ્પો પસંદ કરી શકશે.

RLH કોર્પના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ (લોજિંગ ડેવલપમેન્ટ) હેરી સ્લેડિચે જણાવ્યું હતું કે “અમારા ડિઝાઇનર્સ અમારા ઓપરેટર્સ સાથે હાથ મિલાવીને એ સુનિશ્ચિત કરવા કામ કરે છે કે જેનાથી આ પ્રોડક્ટ્સને માલિકો અને અમારા ગેસ્ટ બંનેમાં મોટી સફળતા મળે. અમે માનીએ છીએ કે આ સેગમેન્ટ સારો દેખાવ ચાલુ રાખશે, કારણ કે ઘણા બજારમાં આવી પૂરતી પ્રોડક્ટ્સ નથી. નવી બ્રાન્ડથી અમારા વ્યાપમાં વધારો ચાલુ રહેશે અને એ કહેતા મને ખુશી થાય છે કે અમે કેટલીક નવી ડીલ માટે કામગીરી કરી રહ્યાં છીએ.”

સંભવિત છ ન્યૂ બિલ્ડ પ્રોજેક્ટ્સ ઉપરાંત સાઉથઇસ્ટ ટેક્સાસ, એરિઝોના, ફ્લોરિડા અને વોશિંગ્ટન સ્ટેટ જેવા વિસ્તારોમાં 15 કન્વર્ઝન પ્રોજેક્ટ્સની યોજના છે.

કંપનીએ ખાસ કરીને અગ્રણી મેટ્રોપોલિટન એરિયામાં એક્સટન્ડેડ-સ્ટેનો વ્યાપ ઓછા છે તેવા સમુદાયને ઓળવાની યોજના બનાવી છે તથા ઊંચા બજારહિસ્સા અને ઊંચા RevPAR ઇચ્છતાં માલિકો સમક્ષ તેનું માર્કેટિંગ કરવાની પણ યોજના છે.

ગેસ્ટ હાઉસ માટેની નવી યોજનામાં ગેસ્ટરૂમને રિ-ડિઝાઇન કરાયા છે, જેમાં દરેક રૂમમાં વધુ સોફ્ટ સિટીંગ તથા ભોજન માટે અને કામ માટે ડ્યુઅલ યુઝ ટેબલની યોજના છે. દરેક ગેસ્ટહાઉસ એક્સટન્ડેડ-સ્ટે પ્રોપર્ટીમાં ગેસ્ટને કોમ્પ્લીમેન્ટરી બાઇક, બોર્ડ ગેમ્સ અને બ્લેન્ડર્સ, ઓનસાઇટ ગેમ અથવા સ્થાનિક જીમના પાસ ઓફર કરવામાં આવશે.

RLH કોર્પે 8.5 મિલિયન ડોરમાં સેટલ ઇન બ્રાન્ડ સાથે બૂમરેન્ગ હોટેલ્સ પાસેથી 2015માં ગેસ્ટહાઉસને હસ્તગત કરી હતી.