રિપોર્ટઃ 2021ના ચોથા ત્રિમાસિકગાળામાં યુ.એસ. એક્સ્ટેન્ડેન્ડ-સ્ટે હોટેલ્સ સુધારા તરફ

સેગમેન્ટમાં નફાનું પ્રમાણ વધવાની સાથે ડિસેમ્બર દરમિયાન મજબૂત દેખાવ રહ્યો

0
606
2021ના ચોથા ત્રિમાસિકગાળામાં યુ.એસ. એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો છે. પુરવઠાની સરખામણીએ પાંચ ગણો સુધારો થયો હોવાનું જણાયું છે. 2019ના ઉચ્ચ સ્તરની સરખામણીએ આ સમયગાળામાં ઓક્યુપન્સી નજીકના સ્તરે પહોંચી હોવાનું હાઇલેન્ડ ગ્રુપ દ્વારા જણાવાયું છે.

યુ.એસ. એક્સ્ટેન્ડેડ- સ્ટે હોટેલ્સની માંગમાં 2021ના ચોથા ત્રિમાસિકગાળામાં પાંચ ગણો વધારો નોંધાયો છે. 2019ની સરખામણીએ કોરોનાકાળ અગાઉના સ્તરની નજીક ઓક્યુપન્સી લેવલ પહોંચ્યું હોવાનું જણાયું છે.

રિસર્ચ કન્સલ્ટિંગ ફર્મના ‘યુ.એસ. એક્સ્ટેડેડ- સ્ટે હોટેલ્સઃ ફોર્થ ક્વાર્ટર 2021’ રિપોર્ટ અનુસાર એક્સ્ટેડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા ચોથા ત્રિમાસિકગાળામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, સરેરાશ ભાવ અને રેવપારમાં બદલાવ આ સમયગાળામાં જોવા મળ્યો છે.

ચોથા ક્વાર્ટરમાં માંગ વધી અને રૂમ રેવન્યુમાં પણ લગભગ 97 ટકા સુધનો વધારો પણ 2019ની સરખામણીએ જોવા મળ્યો છે, તેમ રિપોર્ટમાં જણાવાયું છે.

ઓક્યુપન્સી અને એડીઆર હજુ પણ 4થી 5 ટકા સાથે અગાઉના સ્તરને રહ્યો છે પરંતુ માંગમાં ફેરફાર થવાને કારણે આવનારા સમયમાં તેમાં પણ બદલાવ જોવા મળશે તેમ રિપોર્ટ જણાવે છે.

2015થી દરેક ત્રિમાસિક ગાળા દરમિયાન પુરવઠામાં 3.8 ટકાનો સરેરાશ વધારો નોંધાયો છે. તાજેતરના પુરવઠામાં થયેલા વધારાને કારણે ઇકોનોમી સેગમેન્ટમાં પણ પાછલા છ વર્ષના ગાળાની સરખામણીએ બદલાવ જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર તમામ એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એક્સ્ટેન્ડેડ-સ્ટે રૂમ રેવન્યુ પોતાના સૌથી ઉચ્ચત્તમ સ્તરે આ સમયગાળા દરમિયાન રહ્યું અને પાછલા તમામ તથા ખાસ કરીને છેલ્લાં બે વર્ષ દરમિયાન 11 ટકા વધારે રહ્યું છે. મિડ-પ્રાઇઝ સેગમેન્ટમાં પણ મજબૂત રેવન્યુ રિકવરી નોંધાઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

છેલ્લાં બે વર્ષના સમયગાળા દરમિયાન આ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો વધારો રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં જાણવા મળ્યુ હોવાનું જણાવાયું છે. ફક્ત અપસ્કેલ સેગમેન્ટમાં એડીઆર તેના પાછલા 2019ના સ્તરની સરખામણીએ ઓછું રહ્યું હોવાનું હાઇલેન્ડ ગ્રુપના રિપોર્ટમાં જણાવાયું છે.

એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ રેવપાર આ સમયગાળા દરમિયાન 2019ના ઉચ્ચ સ્તરની સરખામણીએ બે ટકા ઉંચા સ્થાને રહ્યું હતું. એસટીઆરના જણાવ્યા અનુસાર સરેરાશ હોટેલ ઉદ્યોગમાં રેવપાર 2019ની સરખામણીએ ચોથા ત્રિમાસિકગાળામાં એક ટકા ઘટીને રહ્યું હતું.

ડિસેમ્બરમાં મજબૂત રિકવરી પૂર્ણ થઇ

‘હાઈલેન્ડ ગ્રુપ યુએસ એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સ બુલેટીનઃ ડિસેમ્બર 2021’ રિપોર્ટ જણાવે છે એક્સ્ટેન્ડેડ-સ્ટે હોટેલ્સ દ્વારા ગત વર્ષે ડિસેમ્બરમાં મજબૂત રિકવરી નોંધાઈ હતી. 2019ની સરખામણીએ તેમાં મહત્વપૂર્ણ ફેરફાર પણ જોવા મળ્યા છે.

રિપોર્ટ અનુસાર, આ તમામ ત્રણ સેગમેન્ટ દ્વારા મન્થલી રેવન્યુ રિકવરી ઇન્ડેક્સ 100 ટકાથી ઉપર 2021માં પહેલી વખત રહ્યું હતું અને અપસ્કેલ સેગમેન્ટ ઓક્યુપન્સી સિવાય તમામ રિકવરી સૂચકાંક ઉંચા સ્તરે રહ્યું હતું.

યુએસ એક્સટેન્ડ-સ્ટે હોટલના કલેક્ટિવ રિકવરી ઇન્ડિક્સ નવેમ્બરમાં 100 ટકાના સ્તરને પાર કરી ગયા હતા.

ડિસેમ્બરમાં એક્સ્ટેન્ડેડ-સ્ટે રૂમ સપ્લાયમાં પણ 3.3 ટકા જેટલો સુધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બરમાં જોવા મળેલા ફેરફારને કારણે બજારને પણ અસર પહોંચી હતી. આ સમયગાળામાં વધારો રહ્યો છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે.

એસટીઆર રિપોર્ટ દરેક હોટેલ રૂમ રેવન્યુ 124 ટકાના સ્તરે ડિસેમ્બર 2021માં અગાઉના વર્ષની સરખામણીએ રહ્યું હતું.