હોટેલ્સ પોતાને વેલનેસ-હોસ્પિટાલિટી ક્ષેત્ર તરીકે રીપોઝિશન કરી રહી છેઃ રીપોર્ટ

કોવિડ-19ના વૈશ્વિક રોગચાળાએ પ્રવાસીઓને હેલ્થનું મહત્ત્વ ભારપૂર્વક સમજાવ્યું છે

0
899
પોતાના ગેસ્ટ્સની સફરમાં હોટેલ્સ દ્વારા વેલનેસ સંબંધી એલિમેન્ટ્સનો સમાવેશ કરાઈ રહ્યો છે, ડેસ્ટિનેશન સ્પા પોતાના વિશિષ્ટ ઓફરિંગ્સ સાથે વેલનેસને એક નવા ઉંચા સ્તરે લઈ જઈ રહ્યા છે. 2012માં ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા વેલનેસ માર્કેટને લક્ષિત કરી ઈવન હોટેલ્સ બ્રાંડની શરૂઆત કરી હતી અને 2019માં ગ્રુપે વેલનેસ અને સસ્ટેઈનેબિલિટી ઉપર ફોકસ્ડ બ્રાંડ, સિક્સ સેન્સીસ હસ્તગત કરી હતી

કોવિડ-29ના રોગચાળાએ હેલ્થ એન્ડ વેલનેસ બાબતે અસાધારણ રીતે વધુ ઉંચો રસ જગાવ્યો હોવાનું કન્સલ્ટિંગ ફર્મ એચવીએસ જણાવે છે. હેલ્થ તેમજ ઓર્ગેનિક એફ એન્ડ બી વિકલ્પો, જોગિંગ કન્સિઅરેજ સર્વિસીઝ તથા કુકીંગ ક્લાસીસ ઓફર કરવાની સાથે વધુ હોટેલ બ્રાંડ્સ અને પ્રોપર્ટીઝ જે પ્રવાસીઓ બહાન હોય અને છતાં પોતાના ટ્રેંઈનિંગ રુટિન યથાવત જાળવી રાખવા માંગતા હોય તેમના માટે વર્કાઉટના વિકલ્પો વધુ સરળતા સુલભ બનાવી રહી છે,

એચવીએસના એક્સપર્ટ્સ મિઆ મેકમેન, સ્ટેસી હુ તથા ડેનિયલ વોએલ્મે સંયુક્ત રીતે લખેલા એક આર્ટિકલ “એ ડીપ ડાઈવ ઈન્ટું વેલનેસ હોસ્પિટાલિટી” મુજબ હોટેલ્સ તેમજ ઓપરેટર્સ પોતાના સ્ટાન્ડર્ડ ઓફરિંગ્સમાં વધુ ફલેક્સિબલ અને ટેકનોલોજિકલ અભિગમના સમાવેશ માટે પોતાના વિવિધ ફિટનેસ પ્રોગ્રામ્સને નવો ઓપ આપી રહ્યા છે.

સર્વિસીઝને રીપોઝિશન કરવા તેમજ બદલાઈ રહેલી જરૂરતો પૂર્ણ કરવા માટે નવા સ્પા-એન્ડ-વેલનેસ બિઝનેસીઝ તેમજ ઈનોવેટિવ પરફોર્મન્સ મોડલ્સની આવશક્યતા રહેશે. હુ તેમજ વોએલ્મના જણાવ્યા મુજબ સ્પા-એન્ડ-વેલનેસ માર્કેટ તેમજ જે સોશિયલ અને ઈકોનોમિક ઈકોસીસ્ટમ્સમાં તેનું અસ્તિત્ત્વ છે એની સમજ તેમજ એ બન્ને વચ્ચે એક નાજુક સંતુલનની આવશ્યકતા છે, તો જ સફળ સ્પા-એન્ડ-વેલનેસ પ્રોપોઝિશન્સ તથા નવા બિઝનેસ મોડલ્સ તૈયાર કરી શકાય. ટ્રાવેલ એન્ડ ટુરિઝમના હાલના માહોલમાં વેલબીઈંગ પ્રોપોઝિશન્સ મોખરાના સ્થાને છે. ટ્રાન્સિયન્ટ લીઝર અને રીક્રીએશનલ કોમ્પોનેન્ટ્સ પ્રાથમિક લક્ષ્ય હોવાથી પ્રાથમિક વેલનેસ કેટેગરીમાં તે વધુ ડીમાન્ડ અને રસ ઉભો કરે છે.

આ એક પાયાની હકિકત છે કે, ઓપરેટિંગ આવકનો લગભગ 30 થી 40 ટકા હિસ્સો સ્પા અને વેલનેસ સેન્ટરમાંથી આવે છે, જે પરંપરાગત લક્ઝરી હોટેલ્સ અને રીસોર્ટ્સના ક્ષેત્ર કરતાં ઘણો વધારે છે. અને ઓફર કરાયેલા મોટા ભાગના પ્રોગ્રામ્સ પરિણામોથી ચાલિત, અત્યંત સ્પેશિયલાઈઝડ અને કસ્ટમાઈઝડ હોય તો એ હિસ્સો વધીને 50 ટકા જેટલો ઉંચો જઈ શકે છે, એમ એચવીએસ જણાવે છે.

2012માં ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ દ્વારા વેલનેસ માર્કેટને લક્ષ્યમાં રાખીને ઈવન હોટેલ્સ બ્રાંડ રજૂ કરાઈ હતી. વેલનેસ અને સસ્ટેઈનેબિલિટી પ્રત્યે લક્ષિત બ્રાંડ, સિક્સ સેન્સીસ આઈએચજીએ હસ્તગત કરી હતી. હાલમાં, આઈએચજી હસ્તક 15 ઈવન પ્રોપર્ટીઝ કાર્યરત છે અને વિશ્વ સ્તરે બીજી 28 ડેવલપમેન્ટ પાઈપલાઈનમાં છે. તે ઉપરાંત, ગ્રુપની યોજનાઓ મુજબ સિક્સ સેન્સીસ બ્રાંડની હાલની 18 પ્રોપર્ટીઝના વિસ્તરણ સાથે આગામી દસ વર્ષમાં તેની સંખ્યા 60ની કરાશે.

હયાત હોટેલ્સ કોર્પોરેશને 2017માં બે વેલનેસ બ્રાંડ્સ એક્વાયર કરી હતી – મિરાવલ ગ્રુપ તથા એક્સહેલ અને તે માટેના પ્લાન એવા હતા કે, તેના ઓપરિંગ્સનો હયાતના મહેમાનોને પણ તેના અનુભવનો લાભ મળે. મિરાવલ ગ્રુપ ન્યૂ યોર્ક સ્થિત એક જાણીતા વેલનેસ રીસોર્ટ અને સ્પા ઓપરેટર છે, જે તેની ટકસન, એરિઝોના ખાતેની ફલેગશિપ વેલનેસ ડેસ્ટિનેશન પ્રોપર્ટી માટે જાણીતું છે. મિરાવલે તાજેતરમાં અમેરિકામાં પોતાના પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી ટેક્સાસના ઓસ્ટિન તથા મેસેચ્યુસેટ્સના લેનોક્સના નવા સ્થળોનો સમાવેશ કર્યો છે.

એક્સહેલ એક લાઈફસ્ટાઈલ ફિટનેસ સેન્ટર્સની ચેઈન છે, જે બુટિક ફિટનેસ ક્લાસીસ અને સ્પા સર્વિસીઝ પુરી પાડે છે. વેલનેસ ક્ષેત્રે કેન્યોન રેન્ચ એક વધુ પ્રણેતા છે. કેન્યોન રેન્ચ એરિઝોનાના ટકસનમાં આવેલી ફલેગશિપ પ્રોપર્ટી છે અને તેણે અમેરિકામાં વિસ્તરણ સાથે કેલિફોર્નિયામાં વૂડસાઈડના નવા લોકેશનનો ઉમેરો કર્યો છે.

2018માં સીબીઆરઈ હોટેલ્સ રીસર્ચ સર્વેના તારણોમાં એવું દર્શાવાયું હતું કે, અમેરિકના હોટેલ્સમાં રૂમ્સની રેવન્યુ તેમજ કુલ ઓપરેટિંગ રેવન્યુ કરતાં સ્પાની રેવન્યુ વધારે રહી હતી.