રેડ રૂફ દ્વારા ડલાસમાં રીજીઓનલ બેઠકનું આયોજન કરાયું

કંપનીના નવા પ્રેસિડેન્ટની ‘લૂક એન્ડ લિસન’ ટૂરને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરાયું

0
1251
ઇવેન્ટ મોડરેટર ગ્લેન હોસમાન, ડાબે, અને રેડ રૂફના નવા વરાયેલા પ્રેસિડેન્ટ જ્યોર્જ લિમ્બર્ટ ડલાસમાં યોજાયેલી રેડ રૂફની 2021 રીજીઓનલ મીટીંગ દરમિયાન સ્ટેજ પર નજરે પડે છે.

રેડ રૂફના લાંબાગાળાના ફ્રેન્ચાઇઝી અશ્વિન પટેલ, ન્યુજર્સીના બેલમોવર ખાતે આવેલી એએ હોસ્પિટાલિટીના માલિક પોતાની દિકરી મયુરી સાથે ડલાસ ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મયુરી પોતાના ભાઈ અલ્પેશ પટેલ સાથે મળીને પિતાના નિવૃત્ત થયા પછી ડિસેમ્બરમાં વેપારનું સુકાન સંભાળશે.

રેડ રૂફના હજારો ફ્રેન્ચાઇઝીસ ડલાસમાં યોજાયેલી કંપનીની 2021 રીજીઓનલ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ રેડ રૂફના નવા વરાયેલા પ્રેસિડેન્ટ જ્યોર્જ લિમ્બર્ટની ‘લૂક એન્ડ લિસન’ ટૂરના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. જેમાં કંપનીના આવનારા સમયની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

લિમ્બર્ટ અને કંપનીના અન્ય એક્ઝિક્યુટિવ્ઝે ગેલોર્ડ ટેક્સન રીસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી આ કોન્ફરન્સમાં હજારોની સંખ્યામાં હાજર રહેનારા હોટેલ માલિકોના સમૂહને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કંપનીના નવા હોમટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપ કે જે ઓગસ્ટમાં 2021 આહોઆ કન્વેન્શન એન્ડ ટ્રેડ શોમાં રજૂ કરવામાં આવ્યું હતું તે અંગે વાત કરી હતી.

ઓગસ્ટમાં લિમ્બર્ટની નિમણૂંક કરવામાં આવી હતી. પોસ્ટ પેન્ડેમિક હોસ્પિટાલિટી માર્કેટપ્લેસમાં રેડ રૂફ સાથે સંકળાયેલા લોકોને મળવાનો આ તેમનો દ્વિતિય પ્રસંગ હતો.

લૂક એન્ડ લિસન

લીમ્બર્ટે કહ્યું હતું કે ડલાસના કાર્યક્રમ અગાઉ તેમણે એટલાન્ટા ખાતે યોજાયેલી રેડ રૂફ રીજીઓનલ મીટીંગમાં પણ હાજરી આપી હતી અને ત્યાં તેમણે 11 પ્રોપર્ટીની મુલાકાત પણ લીધી હતી. પોતાના કાર્યકાળમાં તેઓ ટેક્સાસમાં પણ વધુ 12 પ્રોપર્ટીની મુલાકાત લેશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

‘હું ઓહાઇઓ સ્ટેટની લૉ સ્કૂલ ખાતે પ્રોફેસર હતો અને હું ફ્રેન્ચાઇઝ લૉ ભણાવતો હતો. હું મારા વિદ્યાર્થીઓને સૌથી પહેલા એ કહું છું કે તમારે તમારા ફ્રેન્ચાઇઝીને સાંભળવા જ જોઇએ.’

લૂક એન્ડ લિસન ટૂરથી લિમ્બર્ટને ફ્રેન્ચાઇઝી કંપની પાસેથી શું અપેક્ષા રાખે છે તે જાણવાની તક મળી શકશે.

તે ગ્રોથ અને વિતરણની બાબત છે, તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રેડ રૂફ અને હોમટાઉન સ્ટુડિયો પાસે વિશાળ પ્રમાણમાં ગ્રીન સ્પેસ છે, જે સમગ્ર દેશમાં પથરાયેલ છે. કોર રેડ રૂફ બ્રાન્ડ એ અમારી રણનીતિનો એક ભાગ છે. અલબત્ત, નવા બંધાઇ રહેલા હોમટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપથી, એક્સટેન્ડેડ સ્ટે માર્કેટ ખરેખર વધારે સારું બની રહ્યું છે. કોવિડ દરમિયાન તેમાં વધારે સુધારો થયો છે. અમને આશા છે કે આવનારા દિવસોમાં 2022 દરમિયાન પણ આ વધારો યથાવત રહેશે.

ડલાસ કોન્ફરન્સ દરમિયાન સહુ કોઇ નવા હોમટાઉન સ્ટુડિયો પ્રોટોટાઇપની જ વાતો કરી રહ્યા હતા. તાજેતરમાં અર્થતંત્રને પડેલી ગંભીર અસર દરમિયાન આ શિખવા મળેલા પાઠમાંથી આ વિચારનો જન્મ થયો હતો.

અનુકૂળ થવાની જરૂરિયાત

ઇન્ડસ્ટ્રીમાં જેમ જોવા મળી રહ્યું છે તેમ કંપનીની એક્સટેન્ડેડ-સ્ટે બ્રાન્ડ રેડ રૂફ પછી આવી છે, જેમ માર્કેટમાં અન્યોની આવી છે. તેને કારણે માંગ અને લેબર કોસ્ટમાં નવા બાંધકામથી વધારો જોવા મળ્યો હોવાનું પણ રેડ રૂફના ચીફ ડેવલમેન્ટ ઓફિસર મેટ હોસ્ટેટલે જણાવ્યું હતું.

વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન મિશેલ શાર્પે કહ્યું હતું કે ટીમ નવી ડિઝાઇન સાથે કામ કરી રહી છે.

નવી ડિઝાઇન આધારિત પ્રોપર્ટી ફ્લોરિડામાં 2023ના પ્રથમ ક્વોર્ટરમાં શરૂ કરવામાં આવી શકે છે તેવી સંભાવના પણ આ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કરવામાં આવી હતી. પહેલી પાંચ સાઇટ ફ્લોરિડામાં પસંદ કરવામાં આવી છે.

લિમ્બર્ટ માટે સૌથી મહત્વ બાબત એ રહી છે કે તેમણે પોતાની ટૂર દરમિયાન ડલાસ શો નિહાળ્યો અને તેમને એશિયન અમેરિકન હોટેલિયર્સની બીજી પેઢીને મળવાની પણ તક મળી હતી.

આવનારી નવી પેઢી

તેઓ પોતાના લાંબા ગાળાના રેડ રૂફ ફ્રેન્ચાઇઝી અશ્વિન પટેલને પણ આ કાર્યક્રમમાં મળીને ખુશ થયા હતા. અશ્વિન પટેલ ન્યુજર્સીના બેલમાવરમાં આવેલી એએ હોસ્પિટાલિટીની માલિકી ધરાવે છે. ડલાસ ખાતેના આ કાર્યક્રમમાં તેઓ પોતાની દિકરી મયુરી સાથે આવ્યા હતા.

લિમ્બર્ટે કહ્યું હતું કે બીજી પેઢીને જોઇને, દિકરીઓ ટેબલ પર પોતાના વિચારો-આઇડિયા સાથે આવી રહી છે, તે બાબત મારા માટે સારી છે કે મને તેમને સાંભળવાનો મોકો મળ્યો છે.

અશ્વિન પોતાની દિકરી અને પુત્ર અલ્પશને સાથે લઇ આવ્યા હતા. મયુરી જ્યારે 18 વર્ષની હતી ત્યારથી વેપારમાં આવી હતી. મયુરી અને અલ્પેશ ડિસેમ્બરથી પોતાનો બિઝનેસ સંપૂર્ણરીતે સંભાળવાના છે. તેઓ હાલના સમયે બે હોટેલની માલિકી ધરાવે છે અને આવનારા સમયમાં વેપાર વધારવાનું પણ આયોજન ધરાવે છે.

તેણીએ કહ્યું હતું કે સીએઓ તરીકે નૈપથ્યથી કામ કરી રહી છું. હવે આવનારા સમયમાં સમગ્ર વેપાર સંભાળવા માટે તૈયાર છું જોકે બેકગ્રાઉન્ડમાં રહીને કામ કરવાનો અનુભવ કામ લાગી શકે તેમ છે.

કામ કરવાની પધ્ધતિમાં કદાચ સામાન્ય ફેરફાર હોઇ શકે, તેમ મયુરીએ કહ્યું હતું.

તેણીએ કહ્યું હતું કે મારા ફાયનાન્શિયલ બેકગ્રાઉન્ડને કારણે હું વસ્તુઓને સારી રીતે સંભાળી શકુ તેમ છે. હું જરૂરિયાત અનુસાર જુદી જુદી ભાષાઓ પણ બોલી શકું તેમ છું. તેથી જ્યારે પણ હાઉસકિપિંગ સ્ટાફ સાથે વાતચીત કરવામાં ભાષાની મુશ્કેલી નડે ત્યારે ત્યાં હું પહોંચી જાઉં છું અને હું મામલો સંભાળી લઉં છું.