Skip to content

Search

Latest Stories

રેડ રૂફ રૂમ ઇન યોર હાર્ટ કેમ્પેઇન જારી રાખશે

કંપની ચેરિટીઝ માટે દાન કરશે ત્યારે મહેમાનોને ડિસ્કાઉન્ટ મળશે

રેડ રૂફ મિલિટરી મેમબર, બાળકો અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે રૂમ ઇન યોર હાર્ટ કેમ્પેઇન જારી રાખશે. ફરીથી મહેમાનોને તેમા ભાગ લઈને ચેરિટીઝમાં મદરૂપ થવાનું આહવાન છે, જ્યારે તેની સાથે તેઓને બિલમાં ડિસ્કાઉન્ટ પણ મળશે.

કતાજેતરના કેમ્પેઇનમાં સ્પેશિયલ વીપી કોડનો ઉપયોગ કરી ફાયદો મેળવીને ચેરિટી પસંદ કરવાની સાથે ૧૫ ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ રોકાણની આવકનો અમુક હિસ્સો પસંદગીના સંગઠનોને થશે, જેમા થુરગૂડ માર્શલ કોલેજ ફંડ (ટીએમસીએફ), ફલાઇંગ હોર્સ ફાર્મ્સ અને ફ્રીડમ એલાયન્સનો સમાવેશ થઈ શકે છે.


રેડ રૂફના ચીફ માર્કેટિંગ ઓફિસર મરિના ડોનાલ્ડનું કહેવું છે કે અવર રુમ ઇન યોર હાર્ટ અમ્બ્રેલા કેમ્પેઇન તે વૈવિધ્યસભર જૂથો અને તેમની વ્યક્તિઓને સેવા પૂરી પાડવામાં મહત્ત્વનું ઉત્પ્રેરક પરિબળ બનાવ્યું છે. અમારા અગાઉના રુમ ઇન યોર હાર્ટ ફિલાન્થ્રોપિક કેમ્પેઇન અમારા પસંદગીના સંગઠનો માટે અસરકારક નીવડ્યુ હતુ અને આ અસાધારણ અને પડકારજનક વર્ષમા પણ અમે આ કોમ્પ્લિમેન્ટરી રૂમ્સના પ્રથમ પ્રતિસાદીઓને સહાય કરવામાં સમર્થ નીવડ્યા હતા. આમ ખુલ્લા હૃદયે અને આપણા વફાદાર અને નવા મહેમાનો સાથે અમે હવે આ વૈવિધ્યસભર જૂથોને મદદ પૂરી પાડી રહ્યા છીએ.

આ પ્રોગ્રામમાં સામેલ ગ્રુપ્સની માહિતી નીચે મુજબ છેઃ

ફ્લાઇંગ હોર્સ ફાર્મ્સઃ ફ્લાઇંગ હોર્સ ફાર્મ્સ ગંભીર માંદગી ધરાવતા બાળકો અને તેના કુટુંબોને વિના મૂલ્યે જાદુઈ, પરિવર્તનલક્ષી કેમ્પ અનુભવ પૂરો પાડે છે. વીપી કોડઃ ૬૨૮૦૪૭

ફ્રીડમ એલાયન્સઃ ફ્રીડમ એલાયન્સ અમેરિકન ટ્રૂપ્સને અને તેના કુટુંબને સમર્થનઆપે છે. તેમા કેર પેકેજિસ, ગ્રાન્ટ, સ્કોલરશિપ્સ અને અન્ય પ્રોગ્રામનો સમાવેશ થાય છે. વીપી કોડઃ ૬૨૮૦૪૮

થુરગૂડ માર્શલ કોલેજ ફંડઃ ટીએમસીએફ દેશનું સૌથી મોટું સંગઠન છે, જે બ્લેક કોલેજ કમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરે છે. ટીએમસીએફ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એફોર્ડેબલ કોલેજ શિક્ષણ મેળવી શકે તે માટે મેરિટ અને જરૂરિયાત આધારિત સ્કોલરશિપ પૂરી પાડે છે.

ફ્રીડમ એલાયન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેલ્વિન કૂલિજની નોંધ હતી કે રેડરુફની ફ્રીડમ એલાયન્સ સાથે આ અનુકંપા આવકાર્ય અને પ્રશંસાને પાત્ર છે. બીજા વર્ષે રેડરૂફના મહેમાનો તેમના બુક કરેલા સ્ટે દ્વારા અમારા સંગઠનને જરૂરી મદદ કરશે, જેના દ્વારા મિલિટરીના કર્મચારીઓ અને તેમના કુટુંબોને મદદ મળશે.

More for you