હોટેલ ભાગીદારોએ મેમ્બરશિપ આધારિત નવી બ્રાન્ડ લોન્ચ કરી

અર્બન પાર્ક હોટેલ કલેક્શન ફ્રેન્ચાઇઝી મોડલ બદલવા માગતા નાના હોટેલ માલિકોને આકર્ષવાનો પ્રયાસ કરશે

0
782
ભાગીદારો જય પટેલ અને જોહન પાર્કિને મેમ્બરશિપ આધારિત બ્રાન્ડ અર્બન પાર્ક હોટેલ કલેક્શન લોન્ચ કરી છે, જેનો હેતુ ફ્રેન્ચાઈઝી સિસ્ટમથી અસંતુષ્ઠ હોય તેવા નાના હોટેલ માલિકોને કન્વર્ટ કરવાનો છે.

લાંબા સમયથી હોટેલ ક્ષેત્રમાં કામ કરતાં બે ભાગીદારોએ નાના હોટેલ માલિકો માટે વધુ એફોર્ડેબલ વિકલ્પ પુરો પાડવા અર્બન પાર્ક હોટેલ કલેક્શન નામની નવી બ્રાન્ડ શરૂ કરી છે. જય પટેલ અને જ્હોન પાર્કિન ફ્રેન્ચાઇઝની જગ્યાએ મેમ્બરશિપનો ઉપયોગ કરીને સરળ ધોરણો અને નીચી ફી સાથે નાની હોટેલના માલિકોને આકર્ષવા માંગે છે.

પટેલ અને પાર્કિને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે નવી બ્રાન્ડમાં જોડાવા માટે છ હોટેલ હાલમાં ઓન-બોર્ડિંગ પ્રોસેસમાંથી પસાર થઈ રહી છે. અર્બન પાર્ક હોટેલ કલેક્શનમાં અર્બન પાર્ક હોટેલ એન્ડ સ્યુટ્સ તથા અર્બન પાર્ક હોટેલ એક્સપ્રેસ એમ બે બ્રાન્ડનો સમાવેશ થાય છે. નવી બ્રાન્ડના મેમ્બર્સ 2,000 ડોલરની પ્રારંભિક સ્ટાર્ટ-અપ ફી અને રૂમ દીઠ 10 ડોલરની માસિક ફી ચુકવશે.

આ ફી પ્રોપર્ટીની આવક આધારિત નથી અને લાંબા ગાળાની સમજૂતી પણ નથી. નવી બ્રાન્ડમાં એવી 30થી 80 રૂમની હોટેલને ટાર્ગેટ કરાશે કે જેના માલિક અગ્રણી ફ્રેન્ચાઇઝમાંથી કન્વર્ટ થવા માગતા હોય.

કંપનીએ જણાવ્યું હતું કે હોટેલ ફ્રેન્ચાઇઝ મોડલના એકતરફી વ્યવહારને કારણે ઘણા હોટેલ માલિકો તેમની પ્રોપર્ટીને નવી બ્રાન્ડ આપવા માગે છે અને વિકલ્પ શોધી રહ્યા છે. આ બ્રાન્ડ દેશભરની એવી સ્વતંત્ર પ્રોપર્ટી પર ધ્યાન કેન્દ્રીત કરશે કે જે ફ્રેન્ચાઇઝ પ્રોપર્ટીથી ઘેરાયેલા માર્કેટમાં છે તથા સુરક્ષાના મુદ્દાને કારણે તેઓ સ્વતંત્ર છે.

પાર્કિન અને પટેલ બંને ન્યૂ જર્સીના છે. તેઓ આ નવી બ્રાન્ડના સહ-માલિકો છે. પટેલ આશરે 35 વર્ષથી ઇસ્ટ કોસ્ટ વિસ્તારમાં કેટલીક ફ્રેન્ચાઇઝી અને સ્વતંત્ર પ્રોપર્ટીના માલિક છે. પાર્કિન અગાઉ હોસ્પિટાલિટી ફ્રેન્ચાઇઝમાં કામ કરતા હતા હતા, જે હાલમાં વિન્ધામ હોટેલ્સ તરીકે જાણીતી છે. તેમણે યુરોપ અને સાઉથ અમેરિકામાં બુટિક હોટેલ કેસિનોનું નિર્માણ કર્યું છે.

ગયા મહિને ટેક્સાસ એડવાન્ટેજ હોટેલ્સ ઓફ ઓસ્ટિને તેનો બિલ્ડ એ બ્રાન્ડ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો, જેનો હેતુ પણ મોટી ફ્રેન્ચાઇઝથી અસંતુષ્ઠ હોટેલ માલિકોને આકર્ષવાનો છે. તેનાથી એડવાન્ટેજમાં જોડાતા હોટેલ માલિકોને એગ્રીમેન્ટના સમય, એક્ઝિટ વિન્ડોની માફી દ્વારા નીચા માસિક ખર્ચ તથા કંપનીના માર્કેટિંગ પ્રોગ્રામનો આંશિક લાભ લેવાની સરળતા રહેશે.