હોટેલની માલિકીને આગળ વધારવા સંસ્થાઓ દ્વારા ‘ફોર્ચ્યુના ટેબલ’ રજુ

એપ્રિલમાં કાસ્ટેલ પ્રોજેક્ટ અને શી હેઝ અ ડીલ દ્વારા પણ પ્રોજેક્ટ જાહેર કરાયું હતું

0
736
ધી કાસ્ટેલ, હોસ્પિટાલિટી ક્ષેત્રની મહિલા કર્મીઓ માટેનો નોન-પ્રોફિટ મેન્ટરશિપ અને નેટવર્કિંગ પ્રોગ્રામ છે, શી હેઝ અ ડીલ, એ હોટેલની માલિકી જીતવા માટેની સ્પર્ધા છે, જે ફોર્ચ્યુના ટેબલ રજુઆત થઇ છે. જે સંભવિત હોટેલ માલિકોને સંસાધન પૂરી પાડનાર ઓનલાઇન કોમ્યુનિટી છે.

હોસ્પિટાલિટી ક્ષેત્રે કારકિર્દી ઘડવા આતુર મહિલા કર્મીઓને મદદરૂપ થવા માટે તથા તેમની પ્રગતિને આગળ વધારવા માટે મદદરૂપ થવાના હેતુ સાથે બે સંસ્થાઓ દ્વારા સંયુક્ત સાહસની જાહેરાત કરવામાં આવી છે. ધી કાસ્ટેલ, હોસ્પિટાલિટી ક્ષેત્રની મહિલા કર્મીઓ માટેનો નોન-પ્રોફિટ મેન્ટરશિપ અને નેટવર્કિંગ પ્રોગ્રામ છે, શી હેઝ અ ડીલ, એ હોટેલની માલિકી જીતવા માટેની સ્પર્ધા છે, જે ફોર્ચ્યુના ટેબલ રજુઆત થઇ છે. જે સંભવિત હોટેલ માલિકોને સંસાધન પૂરી પાડનાર ઓનલાઇન કોમ્યુનિટી છે.

એપ્રિલમાં બે સંસ્થાઓ દ્વારા ફોર્ચ્યુના ટેબલ માટે પોતાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. નવી સેવાને નસીબની દેવીનું નામ ફોર્ચ્યુના આપવામાં આવ્યું છે.

આ અંગે કાસ્ટેલ પ્રોજેક્ટના સ્થાપક અને વડા પેગી બર્જે કહ્યું હતું કે 30 સહભાગીઓ સાથેના સફળ પરીક્ષણ બાદ હવે અમે ફોર્ચ્યુનાઝ ટેબલની રજૂઆત સાથે સંભવિત હોટેલમાલિકોને આવકારવા તૈયાર છીએ. બન્ને શી હેઝ અ ડીલ અને ધી કાસ્ટેલ પ્રોજેક્ટ એ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓને સમર્પિત છે અને તેમના માટે હોટેલની માલિકી જીતવા માટેની આનાથી સારી કોઇ તક કે અવસર નથી.

ફોર્ચ્યુનાઝ ટેબલ એ ક્યુરેટેડ લેખોના પુસ્તકાલય, વેબીનાર અને ટેમ્પ્લેટ્સ સહિતના પબ્લીક રીલેશન્સ અને સોશ્યલ મીડિયા ટૂલ્સનું સંયોજન છે. જ્યાં ‘ટેબલ્સ’ પણ આવશે, જે ક્ષેત્ર સાથે સંકળાયેલા સફળ હોટેલ માલિકો, સ્પોન્સર્સ અને તજજ્ઞો સાથે ઓનલાઇન ચર્ચા-વિચાર વિમર્શ કરીને માર્ગદર્શન મેળવવાની મંચ બની શકશે. તેને કારણે સંભવિત હોટેલ માલિકો તથા રોકાણકારોને એકબીજા સાથે સાંકળવાનું સંભવ બની શકશે.

નવા સાહસ માટેના સ્પોન્સર્સમાં હિલ્ટન હોટેલ્સ એન્ડ રીસોર્ટસ, એકોર, ઇન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપ, મેરિયટ ઇન્ટરનેશનલ, હયાત હોટેલ્સ, વિન્ધમ હોટેલ્સ એન્ડ રીસોર્સ, સોનેસ્ટા, જીસિકસ હોસ્પિટાલિટી, રેડિસન હોટેલ્સ, ચોઇસ હોટેલ્સ ઇન્ટરનેશનલ અને બેસ્ટ વેસ્ટર્ન હોટેલ્સ એન્ડ રીસોર્ટસનો સમાવેશ થાય છે. અન્ય સ્પોન્સર્સમાં લેન્ડર્સ, પ્રીમિયર કેપિટલ અને હોટેલએવીએ સહિતનો સમાવેશ થાય છે.

આ અંગે ટીએલટી સોલ્યુશન્સ તથા શી હેઝ અ ડીલનાં સ્થાપક ટ્રેસી પ્રીગમોર કહે છે કે આ કાર્યક્રમનો હેતુ ક્ષેત્રમાં મહિલા ઉદ્યમીને સહકાર પૂરો પાડવાની સાથે નવા હોટેલ માલિકોને રોકાણ સહિતનું માર્ગદર્શન તથા તે અંગેનું સહકાર પૂરું પાડવાનો છે. ઘણાં લોકો હોટેલ શરૂ કરવા ઇચ્છે છે પરંતુ તેમને તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન કોઇ સ્થળે મળી શકતું નથી, જે અહીં ઉપલબ્ધ છે.