ન્યુક્રેસ્ટિમેજે ડલ્લાસમાં ટાઉન સ્યુટ્સને હસ્તગત કરી

કંપની 135 સ્યુટની પ્રોપર્ટીના સંપૂર્ણ રિનોવેશનનું આયોજન ધરાવે છે

0
963
ડલ્લાસ સ્થિત ન્યુક્રેસ્ટિમેજે તાજેતરમાં ટેક્સાસમાં ઇર્વિંગ ખાતે લા કોલિનાસમાં મેરિયટ ડલ્લાસ દ્વારા ત્રણ માળ, 135 સ્યુટની ટાઉનપ્લેસ સ્યુટને હસ્તગત કરી છે

ન્યુક્રાસ્ટિંગ ઇમેજે તાજેતરમાં ટેક્સાસમાં ઇર્વિંગ મેરિયોટ ડલ્લાસ કોલિનાસ દ્વારા ટાઉનપ્લેસ સ્યુટ્સ હસ્તગત કર્યા. મેનેજિંગ પાર્ટનર અને સીઇઓ તરીકે મેહુલ પટેલની આગેવાની હેઠળની ડલ્લાસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ માટે આ નવું સંપાદન છે. કંપની 1998માં સ્થપાયેલી અને 2014માં રિનોવેટ કરાયેલી પ્રોપર્ટીનું સંપૂર્ણ નવીનીકરણ કરવાની યોજના ધરાવે છે.

ન્યુક્રેસ્ટ ઇમેજ મુજબ ત્રણ માળ, 135-સ્યુટની પ્રોપર્ટી ત્રણ પ્રકારના ગેસ્ટરૂમ ઓફર કરવામાં આવે છે. તે બે એરપોર્ટ નજીક આવેલી છે, ડલ્લાસ ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને લવફિલ્ડ એરપોર્ટ. આ ઉપરાંત બે મોટા કન્વેન્શન સેન્ટર, ઇરવિંગ કન્વેન્શન સેન્ટર અને ગેલોર્ડ ટેક્સેશન ક્ન્વેન્શન સેન્ટરની નજીક છે. હોટેલની સગવડોમાં ફિટનેસ સેન્ટર અને આઉટડોર પૂલનો સમાવેશ થાય છે.

પટેલે જણાવ્યું હતું કે હાઈ-ટ્રાફિક કોરિડોરના હાર્દ સમા વિસ્તારમાં એક્સ્ટેન્ડેડ સ્ટે પ્રોપર્ટી આવેલી છે. તે કોર્પોરેટ અને લેઝર બંને પ્રકારના પ્રવાસીઓ માટે પ્રિય સ્થળ છે. એલિમેન્ટ, રેસિડેન્ટ ઇન, ફેરફિલ્ડ, ટાઉનપ્લેસ અને સ્પ્રિંગહિલ સ્યુટ્સ બ્રાન્ડ્સ માટે કંપનીના ફ્રેન્ચાઇઝિંગ વાઇસ પ્રેસિડેન્ટ લોરેન નાલેવાન્સ્કીએ જણાવ્યું હતું કે ટાઉનપ્લેસ સ્ટુટ્સનું સંપાદન મેરિયટ માટે મહત્વનું છે. અમારો ઉદ્યોગ બ્રાન્ડ્સ અને માલિકો વચ્ચે મજબૂત ભાગીદારી પર બનેલો છે. આ એક્વિઝિશન મેરિયોટ અને ન્યુક્રેસ્ટ ઇમેજ વચ્ચે લાંબી, મૂલ્યવાન અને સફળ ભાગીદારીને વધારે છે, જે 2013થી 30 મેરિયોટ-બ્રાન્ડેડ પ્રોપર્ટીની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.

જૂનના અંત સુધીમાં ન્યુક્રેસ્ટીમેજ એ સાઉથલેક ટેક્સાસમાં 175 રૂમની કેબ્રિયા હોટેલ હસ્તગત કરી હતી, જે ડીએફડબલ્યુ ઇન્ટરનેશનલ એરપોર્ટથી છ માઇલ અને ગેલોર્ડ ટેક્સન કન્વેન્શન સેન્ટરથી પાંચ માઇલ જ દૂર છે. વધુમાં કંપનીએ જુલાઈમાં હાઇગેટ હોટેલ્સ સાથે કુલ 696 રૂમ સાથે ચાર લાક્વિન્ટા મિલકતો હસ્તગત કરવા માટે કરારો કર્યો હતો. લાક્વિન્ટાઇન એન્ડ સ્યુટ્સ ઇરવિંગ ડીએફડબલ્યુ નોર્થનું સંપાદન 14 જુલાVઆ રોજ પૂરુ થયુ હતા. લાક્વિન્ટા ઇન ફોનિક્સ નોર્થ, લાક્વિન્ટા ઇન એન્ડ સ્યુટ્સ એનાહેઇમ અને લા ક્વિન્ટા ઇન સ્યુટ્સ લેક્સની ખરીદની પ્રક્રિયા ઓગસ્ટમાં પૂરો થવાનો અંદાજ છે.

ન્યુક્રેસ્ટિંમેજ બે ઐતિહાસિક હોટેલની પણ માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. ડાઉનટાઉન ડલ્લાસમાં 325 રૂમની મેગ્નોલિયા હોટેલ અને ડાઉનટાઉન ફોર્ટવર્થમાં 164 રૂમની સિંકલેર હોટેલ છે. 2013માં તેની સ્થાપના થઈ ત્યારથી ન્યુક્રેસ્ટિમેજએ સમગ્ર દેશમાં 122 કમ્યુનિટીમાં 200થી વધુ હોટેલ્સ અને 25 હજાર હોટેલ રૂમની સાથે સંલગ્ન ત્રણ અબજ ડોલરથી પણ વધુના વ્યવહારો કર્યા છે. કંપનીએ ડ્યુઅલ બ્રાન્ડ પ્રોપર્ટીઝ ઐતિહાસિક ઇમારતોના અનુકૂલનશીલ પુનઃ ઉપયોગ અને લાઇફસ્ટાઇલ હોટેલ કેમ્પસ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.