Skip to content

Search

Latest Stories

નેટલિન્ક વોઇસ દ્વારા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ ફોનસ્યુટ હસ્તગત કરાયું

આ મર્જરને કારણે નવા ઉત્પાદનોના વિકાસને આગળ વધારવામાં મદદ મળશે

નેટલિન્ક વોઇસ દ્વારા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ ફોનસ્યુટ હસ્તગત કરાયું

એશિયન અમેરિકનની માલિકીવાળી ટેકનોલોજી ફર્મ નેટલિન્ક વોઇસ એલએલસી દ્વારા તાજેતરમાં ફોનસ્યુટ, હોસ્પિટાલિટી વોઇસ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ હસ્તગત કરાયું હતું. જેનો ઉપયોગ અનેક હોટેલ બ્રાન્ડ દ્વારા કરવામાં આવે છે તેમ આ સોદા અંગેની જાણકારી આપતા કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.

એ એક્વિઝિશનને પગલે, ફોનસ્યુટ અને તેની પેટા કંપની ફોનસ્યુટ ડાયરેક્ટને નેટલિન્ક વોઇસના ફાયનાન્સ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટૂંકાગાળાની ડેવલપમેન્ટ સાઇકલનો લાભ મળશે.


મિસિસિપીના જેક્શન ખાતે આવેલી નેટલિન્ક વોઇસના સીઈઓ અને ચેરમેન નિલય પટેલે આ અંગે જણાવ્યું હતું કે અમારી યોજના છે કે ફોનસ્યુટ મોખરાના સ્થાને રહીને કામ કરે, માર્કેટમાં તેની મજબૂત હાજરી છે, તે રીસેલર અને ઇન્ટીગ્રેટર્સનો બહોળો નેટવર્ક પણ ધરાવે છે, તથા હોટેલ ઇન્ડસ્ટ્રીમાં સતત ઉપયોગમાં લેવાતી વોઇસ અને ડેટા જરૂરિયાતોને સમજી શકે છે તથા હોટેલ ઇન્ડસ્ટ્રી ટેકનોલોજીને પહોંચી શકે તેમ છે. નેટલિન્ક વોઇસ સાથે મળીને તેની ફ્લેગશિપ વોઇસવેર વીઓઆઈપી પ્લેટફોર્મ સહિતનો તેને લાભ મળશે. નવી પેઢીની ટેકનોલોજી સાથે તેને સુસંગત કરી શકાશે. અમે અમારી નેક્સ્ટ જનરેશન હોસ્પિટાલિટી પ્રોડક્ટને ક્યારની તૈયાર કરી લીધી છે.

નિવેદન અનુસાર નેટલિક્સ વોઇસ એ લાંબા સમય સુધી ફોનસ્યુટ રીસેલર તરીકે સાથે  રહી છે.

આ અંગે ફોનસ્યુટના સહસ્થાપક અને હસ્તાંતરણ પછી પણ ચીફ સ્ટ્રેટેજી ઓફિસર તરીકે હોદ્દો સંભાળનારા ફ્રેન મેલવિલે એ જણાવ્યું હતું કે સમગ્ર ફોનસ્યુટ ટીમ – ફેક્ટરી અને ડાયરેક્ટ સ્ટાફ, રીસેલર, ચેનલ પાર્ટનર અને એન્ડ યુઝર – આ નવા વ્યૂહાત્મક પગલાંથી ખુશ થશે અને સહુને તેનો લાભ પણ મળી શકશે. અમારા કદ પ્રમાણે અમે જે સ્થળ સુધી પહોંચી શક્યા નહોતા ત્યાં સુધી હવે અમારી સેવા પહોંચી શકશે.

નેટલિન્ક વોઇસ દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે તેમાં કનેક્ટવેર યુસી પ્લેટફોર્મ, પ્રાઇવેટ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રકચર અને નેશનલ ઇન્ટરનેટ સર્વિસનો સમાવેશ થાય છે. જે સમગ્ર દેશમાં 3000થી વધારે ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. ડેનવર ખાતેની ફોનસ્યુટ દ્વારા સમગ્ર દેશમાં પથરાયેલા તેના ગ્રાહકોને હોટેલ પીબીએક્સ સિસ્ટમ પૂરી પાડવામાં આવે છે. તાજેતરમાં કંપની દ્વારા ડલાસમાં તેના ફોનસ્યુટ ડિરેક્ટ માટે નવું એનઓસી અને કસ્ટમર સપોર્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

ગત વર્ષે, વિન્ધમ હોટેલ એન્ડ રિસોર્ટ આઈએનસીના પૂર્વ બ્રાન્ડ પ્રેસિડેન્ટ રાજીવ ત્રિવેદી દ્વારા નવાદ કોર્નબર્ગ અને બ્રાનીગન મુલચાય સાથે કોન્ટેક્ટલેસ ચેક-ઇન ટેકનોલોજી કંપની વીરડી સાથે પણ જોડાણ કરાયું હતું. એપ્રિલ દરમિયાન, કંપની દ્વારા રાઉન્ડ ઇન્વેસ્ટીંગ કરાયું જેમાં કુલ 4 મિલિયન ડોલર સીડ મૂડીરોકાણ આવી હતી.

More for you