Skip to content
Search

Latest Stories

કેન્દ્રીય સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા મોકૂફ

પ્રેસિડન્ટ ટ્રમ્પે ચૂંટણી સુધી મંત્રણા મોકૂફ રાખવા રિપબ્લિકન્સને સૂચના આપી

પ્રેસિડન્ટ ટ્રમ્પે બીજા રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા ચૂંટણી સુધી મોકૂફ રાખવાનો રિપલ્બિકન્સને આદેશ આપતા સરકારના સહાય પેકેજની મંત્રણા આખરે સત્તાવાર રીતે મોકૂફ રહી છે. આ અહેવાલ અંગે હોટેલ ગ્રૂપ્સે રોષ અને નિરાશા વ્યક્ત કરી છે. અગાઉ હોસ્પિટાલિટી ગ્રૂપે નિષ્ક્રીયતાના માઠાં પરિણામ અંગે કોંગ્રેસને ચેતવણી આપી હતી.

રિપબ્લિકન્સ દ્વારા 1.6 ટ્રિલિયન ડોલરના પેકેજની જગ્યાએ ડેમોક્રેટ્સ દ્વારા 2.4 ટ્રિલિયન ડોલરના પેકેજની માગણીનો મુદ્દો ઉઠાવીને ટ્રમ્પે મંગળવારે સ્ટીમ્યુલસની મંત્રણાને અટકાવી દેવાની ટ્વીટર પર જાહેરાત કરી હતી. ગયા સપ્તાહે કોરોનાગ્રસ્ત બનેલા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ગૃહના સ્પીકર નેન્સી પેલોસી ગેરવહીવટ ધરાવતા અને ઊંચા ગુના ધરાવતા ડેમોક્રેટ્સ રાજ્યોને ઉગાવી લેવા નાણા મેળવવા ઇચ્છે છે.


આ આક્ષેપનો જવાબ આપતા પેલોસીએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસમાં સંપૂર્ણ ગેરવ્યવસ્થા છે.

પેલોસીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતાનો મૂળ સ્વભાવ દર્શાવ્યો છે અને કોંગ્રેસના જીઓપી સભ્યોની સંપૂર્ણ સામેલગીરી સાથે દેશના ભોગે પોતાનું ભલું કર્યું છે.

AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિયેશને મંત્રણા મોકૂફ રાખવાના નિર્ણયને વખોડી કાઢતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હોટેલ ઇન્ડસ્ટ્રી તથા ઇન્ડસ્ટ્રી સંલગ્ન હજારો રોજગારીનું ભાવિ અંગે અંધકારમય બન્યું છે. બીજા રાઉન્ડના સ્ટીમ્યુલસ પેકેજની મંત્રણા ચાલુ કરવા સાંસદોને અનુરોધ કરતો પત્ર મોકલવામાં બીજા 200 ગ્રૂપ સાથે તાજેતરમાં હાથ મિલાવનારા AAHOAએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પગલાં નહીં ભરે તો ઘણું દાવ પર લાગી જશે

AHLAના પ્રેસિડન્ટ અને CEO ચિપ રોજર્સે જણાવ્યું હતું કે “લાખ્ખો અમેરિકન બેકાર બન્યાં છે અને હજારો નાના બિઝનેસ માંડ ટકી રહ્યાં છે ત્યારે આ નિર્ણય અસ્વીકાર્ય અને સમજી ન શકાય તેવો છે. વોશિંગ્ટનના આપણા નેતાઓએ રાજકીય મતભેદ બાજુ પર મૂકીને સૌથી વધુ ફટકો પડ્યો છે તેવા ક્ષેત્રોના બિઝનેસ અને કર્મચારીને મદદ આપવા માટે દ્નિપક્ષીય સમજૂતી કરવી જોઇએ. ”

AAHOA પ્રેસિડન્ટ અને CEO સેસિલ સ્ટેટોને પણ તેમના નિવેદનમાં ગંભીર આર્થિક અસર પર ભાર મૂક્યો હતો.

સ્ટેટોને જણાવ્યું હતું કે “બીજા રાઉન્ડની આર્થિક સ્ટીમ્યુલસની મંત્રણા મોકૂફ રાખવાનો નિર્ણય આપણી સરકારની સંપૂર્ણ નિષ્ક્રીયતા દર્શાવે છે. લાખ્ખો અમેરિકન બેકાર બન્યાં છે. આ મહામારીમાં હજારો નાના બિઝનેસને અસ્તિત્વ ટકાવી રાખવા મદદની જરૂરી છે અને હાલમાં જ ખરી સહાયની જરૂર છે. અનેક નાના બિઝનેસ અને તેમના દ્વારા ઊભી કરવામાં આવતા લાખ્ખો નોકરીઓ સામે જોખમ છે. ”

More for you

ટ્રમ્પે કોંગ્રેસ સમક્ષ તેમની યોજના રજૂ કરી

ટ્રમ્પે કોંગ્રેસ સમક્ષ તેમની યોજના રજૂ કરી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ તેમની બીજી મુદતની શરૂઆત કર્યા પછી મંગળવારે કોંગ્રેસને તેમના પ્રથમ સંબોધનમાં રાષ્ટ્ર માટેની તેમની યોજના રજૂ કરી. AAHOA એ અમેરિકન ડ્રીમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને બિરદાવનાર પ્રથમ ઉદ્યોગ જૂથ હતું, આમ છતાં બજારોએ ફેડરલ પુનઃરચના અને તમામ અનિયમિત વ્યાપારી વ્યવસ્થાઓ વચ્ચે અર્થતંત્ર, ઇમિગ્રેશન અને વિદેશ નીતિ પર તેમની ઝડપી ચાલને લઈને નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.

એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ધ અમેરિકન ડ્રીમ અણનમ છે," ટ્રમ્પનું નિવેદન AAHOA સભ્યો - ઉદ્યોગસાહસિકો, નાના વેપારી માલિકો અને હોસ્પિટાલિટીમાં જોબ ક્રિએટર્સ સાથે ઊંડે સુધી પડઘો પાડે છે.

Keep ReadingShow less
ઇલિનોઇસ માનવ તસ્કરી વિરોધી બિલ પસાર કર્યું

ઇલિનોઇસ માનવ તસ્કરી વિરોધી બિલ પસાર કર્યું

ઇલિનોઇસ સેનેટની સ્થાનિક સરકાર સમિતિએ SB 1422ને મંજૂરી આપી, કર્મચારીઓની તાલીમ ફરજિયાત કરીને માનવ તસ્કરી સામે લડવાના હોટલ ઉદ્યોગના પ્રયાસોને મજબૂત બનાવ્યા. કાયદો સ્થાનિક સરકાર અને કાયદાના અમલીકરણને અનુપાલન પર દેખરેખ રાખવા અને ઉલ્લંઘન માટે દંડ ફટકારવાને મંજૂરી આપે છે.

ઇલિનોઇસ હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન સહિતના ઉદ્યોગ સંગઠનોએ સેન. માઇક હેલ્પિન (ડી-રોક આઇલેન્ડ) દ્વારા રજૂ કરાયેલા બિલની પ્રશંસા કરી હતી, જે હવે સંપૂર્ણ સેનેટ દ્વારા મતની રાહ જોઈ રહ્યું છે.

Keep ReadingShow less
યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

યુએસ એર ટ્રાવેલ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ માટે તૈયાર નહીઃ યુએસટીએ

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના સીમલેસ એન્ડ સિક્યોર ટ્રાવેલ કમિશન અનુસાર, 2026 વર્લ્ડ કપ અને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સની હવાઈ મુસાફરીની માંગ માટે યુ.એસ. એર ટ્રાવેલની જરા પણ તૈયારીઓ નથી. તાત્કાલિક પગલાં ન લેવાયા તો જૂની સિસ્ટમ વિઝા, જરીપુરાણું માળખું અને અપૂરતી સુરક્ષા ટેકનિક અંગેની ચિંતાઓ વચ્ચે વધતા મુલાકાતીઓને પહોંચી વળવામાં રીતસરની સંઘર્ષ કરતી હશે.

USTA-કમિશ્ડ રિપોર્ટમાં અંદાજ છે કે 2026 વર્લ્ડ કપ, 2028 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ, 2025 રાયડર કપ અને યુએસના 250માં જન્મદિવસની ઉજવણી 40 મિલિયન મુલાકાતીઓ આવી શકે છે અને આર્થિક પ્રવૃત્તિમાં $95 બિલિયન જનરેટ કરી શકે છે.

Keep ReadingShow less
Kevin Carey speaking at AHLA Foundation’s 2025 Night of a Thousand Stars fundraiser event.
Photo credit: American Hotel & Lodging Association

Carey is AHLA Foundation president and CEO

Who Is Kevin Carey, New AHLA Foundation CEO in 2025?

KEVIN CAREY, CHIEF operating officer and senior vice president of the American Hotel & Lodging Association, is now president and CEO of AHLA Foundation. He will remain AHLA’s chief operating officer while succeeding Anna Blue, who announced her departure in February after two years.

The announcement follows the Foundation’s Night of a Thousand Stars fundraiser, which gathered more than 400 industry leaders and raised more than $1 million for its initiatives, AHLA said in a statement.

Keep ReadingShow less