Skip to content

Search

Latest Stories

લોજિંગ કોન્ફરન્સમાં 2,500થી વધુની હાજરી

અર્થતંત્રનું ભાવિ હકારાત્મક, પણ શ્રમિકોની અછત અને ફુગાવો ચિંતાજનક

લોજિંગ કોન્ફરન્સમાં 2,500થી વધુની હાજરી

“અમેરિકાનો હોટેલ ઉદ્યોગ પૂર્વવત્ સ્થિતિમાં આવી રહ્યો છે”, એમ ફોનિક્સમાં 19થી 22 સપ્ટેમ્બર દરમિયાન યાયેલી ધ લોજિંગ કોન્ફરન્સના સ્પીકરે જણાવ્યું હતું. જેડબલ્યુ મેરિયરટ ડેઝર્ટ રિજ રિસોર્ટ ખાતે યોજાયેલી આ ઇવેન્ટમાં 2,500થી વધુ લોકોએ હાજરી આપી હતી અને ઉદ્યોગ કોરોનાના રોગચાળાના બે વર્ષ કરતાં વધુ સમય પછી સામાન્ય સ્થિતિમાં પરત ફરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

નિષ્ણાતો શું કહે છે?


કોન્ફરન્સના બીજા દિવસે ઉદ્યોગની સ્થિતિની તપાસ કરતી વિવિધ માર્કેટ રિસર્ચ કંપનીઓના અહેવાલો રજૂ કરવામાં આવ્યા. લોજિંગ ઈકોનોમેટ્રિક્સના ગ્લોબલ બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર બ્રુસ ફોર્ડનો તેઓએ તેમા સમાવેશ કર્યો.

ફોનિક્સમાં આપનું સ્વાગત છે, લોજિંગ કોન્ફરન્સમાં આપનું સ્વાગત છે અને હોટલ ઉદ્યોગમાં નવસંચારની શરૂઆતમાં આપનું સ્વાગત છે,” એમ ફોર્ડે તેની પેનલ, સ્પીડ સ્ટેટ્સ પાર્ટ-ટુ દરમિયાન જણાવ્યું હતું. "ઉદ્યોગમાં તમારે અત્યારે જે સૌથી મહત્વની બાબત અનુભવવી જોઈએ તે એ છે કે આપણે ફરી પાછા પૂર્વવત્ સ્થિતિમાં પહોંચવાની શરૂઆત કરી રહ્યા છીએ."

રિસર્ચ ફર્મ HotStats એ 10,000 થી વધુ હોટલમાંથી નફા અને નુકસાનના ડેટા એકત્રિત કર્યા છે અને કેટલાક સકારાત્મક વલણો શોધી કાઢ્યા છે, એમ કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર માઈકલ ગ્રોવે જણાવ્યું હતું.

"ઉદાહરણ તરીકે, આવકને જોતા, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં હશે," ગ્રોવે કહ્યું. "એકંદરે, આવકના મોરચે આપણે 2019 માં જ્યાં હતા ત્યાં પાછા ફરી ચૂક્યા છીએ, અને આ સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી છે."

કોન્ફરન્સની પેનલ પર હોટલ માલિકો અને ઓપરેટરોએ પણ મોટે ભાગે હકારાત્મક લાગણીઓ વહેંચી હતી. જો કે કેટલીક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખતા આ ઉજવણી એકદમ શાંતિથી કરવામાં આવી હતી.

વ્યવસાયિકોના મંતવ્યો

નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ માટે 2022 અત્યાર સુધી સારું રહ્યું છે, જેમાં અનેક હોટેલ એક્વિઝિશન અને તેની નેતૃત્વ ટીમના તાજેતરના વિસ્તરણનો સમાવેશ થાય છે. કંપનીના લીડર, CEO તરીકે મિત શાહને 9 સપ્ટેમ્બરે કોલેજ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ અને પેન સ્ટેટ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ સોસાયટીમાં પેન સ્ટેટ સ્કૂલ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ દ્વારા વર્ષ 2023 હોસ્પિટાલિટી એક્ઝિક્યુટિવ ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા હતા.

શાહને 2023માં હોટેલ વ્યવહારોને લઈને મિશ્ર અપેક્ષાઓ છે. શાહે કહ્યું, "આ જગ્યા એવી હશે જ્યાં બજેટ આવશે, તે સકારાત્મક દેખાશે, પરંતુ મને લાગે છે કે ઘણા લોકો અપેક્ષા રાખે છે તેના કરતાં ઓછી વૃદ્ધિ હશે અને આ ઉપરાંત લેણા પણ પાકવાના છે." “2017, ’18 અને ’19 ની લોજિંગ લોનમાં 236 236 અબજ ડોલર છે અને તમારી પાસેનો આ એવો મૂડીખર્ચ છે, જે ત્રણ વર્ષથી હોટેલોની સ્થિતિ વધુ સારી કરવા અને સારી સગવડો આપવા પાછળ ખર્ચવામાં આવ્યો નથી. આ બધી વસ્તુઓ ભેગી થઈને બજાર પર સંખ્યાબંધ ધોરણે તાણ પેદા કરી શકે છે.

તે માને છે કે વર્ષના બીજા ભાગમાં કેશ ડીલ્સ પર વધારે ભાર મૂકવાના લીધે ઘણા બધા રસપ્રદ પરિમાણો જોવા મળી શકે છે.

શાહે કહ્યું, “મારો છેલ્લો મુદ્દો ધ્યાનમાં રાખવો એ છે કે અત્યારે કોઈ કાયમી મૂડી બજાર નથી. “આ લોન્સ ક્યાંય જઈ શકે તેવી સ્થિતિ નથી. મોટી બેંકો જ્યાં સુધી તેઓને ચૂકવણી કરવામાં ન આવે ત્યાં સુધી નવી લોન આપી શકતી નથી."

કોન્ફરન્સના પ્રથમ દિવસે “ડીલ્સ, ડેવલપમેન્ટ, એમ એન્ડ એ” પેનલ દરમિયાન એકોર માટે ઉત્તર અને મધ્ય અમેરિકામાં વિકાસ માટે એકંદરે, બજાર વધુ સારી સ્થિતિમાં છે, વરિષ્ઠ ઉપપ્રમુખ માર્ક પરસેલે જણાવ્યું હતું.

"કેટલીક ખરેખર અઘરી સપ્લાય ચેઇન સમસ્યાઓ ઘણી સારી થઈ ગઈ છે," એમ પરસેલે જણાવ્યું હતું. “અત્યારે આપણી પાસે જે સૌથી મોટી સમસ્યાઓ છે તે ઊંચો વીજ ખર્ચ, ઊંચો વીમા ખર્ચ, ઊંચો વેતન ખર્ચ, છે. છેલ્લા 12 થી 18 મહિનામાં વેતનમાં બે આંકડામાં વધારો થયો છે. પરંતુ સદભાગ્યે તમે દરરોજ તમારો દર વધારીને તેનો સામનો કરી શકો છો."

અધ્યક્ષ સ્થાનેથી

AAHOA ના અધ્યક્ષ નીલ પટેલે કોન્ફરન્સના છેલ્લો દિવસ પૂરેપૂરો "લીડર્સ ઇન હોસ્પિટાલિટી" પેનલમાં ગાળ્યો. શ્રમની તંગીએ તેમણે સંબોધિત કરેલા પ્રથમ વિષયોમાંનો એક હતો, એસોસિએશનના સભ્યો માટે તે એક મુખ્ય મુદ્દો હોવાનું તેમણે કહ્યુ હતુ.

પટેલે જણાવ્યું હતું કે, "2019 માં, AAHOA એ સામે જ્યારે શ્રમ પડકારોની વાત આવી ત્યારે સભ્યોનો સર્વે કર્યો કારણ કે તે અમારો નંબર વન પડકાર છે અને નંબર વન પડકાર તરીકે જારી રહેવાનો છે." “સર્વેમાં, 91 ટકા હોટલોમાં નોકરીની તકો હતી.કોવિડની સ્થિતિમાં ચોક્કસપણે મદદ થઈ શકી નહીં. અત્યારે, જો તમે આ જ પ્રશ્ન પૂછો, તો તે આ ટકાવારી 100 ટકા હશે.

પટેલે જણાવ્યું હતું કે રોગચાળામાં વિકસેલી નવી ટેકનોલોજીએ મદદ કરી છે. તેમની પોતાની કંપની, બ્લુ ચિપ હોટેલ્સમાં, તેઓને સ્પર્ધાત્મક વેતન ચૂકવવા છતાં કર્મચારીઓ શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. ટેક્નોલોજી એ સમસ્યાનો અંતિમ ઉકેલ ન હોઈ શકે, પરંતુ તે મદદરૂપ રહેવાની શક્યતા છે.

“એકવાર કર્મચારીઓ પાછા આવી જાય પછી આશા છે કે ટૂંક સમયમાં પરત ફરશે, પછી કિઓસ્ક ત્યાં જ રહેશે. પરંતુ હવે મારી ગેસ્ટ સર્વિસ વધારે પ્રતિસાદલક્ષી બનશે. આ સર્વિસ જે મહેમાનો વાતચીત કરવા માગતો હોય તેને મદદ કરશે, ” એમ પટેલે જણાવ્યું હતું.

લીડરશિપનો સ્ટડી

જુલાઈમાં, કેસલ પ્રોજેક્ટ અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન ફાઉન્ડેશને ત્રીજા વાર્ષિક કેસ્ટેલ એવોર્ડના વિજેતા તરીકે RLJ લોજિંગ ટ્રસ્ટના પ્રમુખ અને CEO અને AHLA બોર્ડ ઓફ ડિરેક્ટર્સના વાઇસ ચેર લેસ્લી હેલનું નામ આપ્યું હતું. કોન્ફરન્સ દરમિયાન, હેલે એવોર્ડ સ્વીકાર્યો, જે હોસ્પિટાલિટી ઇન્વેસ્ટમેન્ટ એરેનામાં એક મહિલા ટ્રેલબ્લેઝરનું સન્માન કરે છે અને વધુને વધુ મહિલાઓના ટોચ પર જવાનો માર્ગ મોકળો કરે છે.

હેલે કહ્યું કે તે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રીની અન્ય મહિલાઓ માટે એવોર્ડ સ્વીકારવા બદલ સન્માનિત છે.

હેલે જણાવ્યું હતું કે, "આ પ્રયાસો ખરેખર મહત્વના છે કારણ કે તેઓ આપણા ઉદ્યોગને મહિલાઓ જે રીતે જુએ છે તે બદલવાની ક્ષમતા ધરાવે છે, પણ અને વધુ મહત્ત્વની વાત એ છે કે તેઓ પોતાને ઉદ્યોગમાં જે રીતે જુએ છે તે બદલવાની ક્ષમતા ધરાવે છે." "હું માનું છું કે આ મહત્વપૂર્ણ છે કારણ કે મારા શ્રેષ્ઠ દિવસે, હું ફક્ત તે મહિલાઓનું અનુકરણ કરું છું જેમણે મને પ્રેરણા આપી, જેમણે મને માર્ગદર્શન આપ્યું અને મારું અવિરત માર્ગદર્શન કર્યુ."

More for you

Kali Nets $195M Financing for Inglewood, CA Hotel Project
Photo credit: The KPC Group

Kali nets $195M for Inglewood, CA, hotel

Summary:

  • Kali secured $195M in financing for its Hollywood Park hotel in Inglewood, CA.
  • The $450M project is developed by Dr. Kali Chaudhuri, founder and chairman of KPC Group.
  • It is the only lodging project approved within the 300-acre SoFi Stadium development.

KPC DEVELOPMENT SECURED $195 million in financing for the 13-story, 300-key Kali Hotel and Rooftop next to SoFi Stadium in the Inglewood neighborhood of Los Angeles. Bank of America provided the loan, arranged by CommLoan.

KPC Hollywood Park Hotel, an Autograph Collection property under construction at billionaire Stan Kroenke’s Hollywood Park development, is valued at $450 million, according to the Commercial Observer. It is the only lodging project approved within the 300-acre SoFi Stadium development.

Keep ReadingShow less