Skip to content

Search

Latest Stories

યુએસના હોટેલ ઉદ્યોગમાં ક્વાર્ટર-3માં મેરિયોટ, હિલ્ટન અને આઈએચજી હજુ પણ મોખરે

આ ત્રણ પ્રોજેક્ટ દ્વારા કુલ પ્રોજેક્ટમાં 68 ટકાનો ફાળો

અમેરિકાના હોટેલ બાંધકામ ક્ષેત્રે અગાઉના કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ ત્રણ હોટેલ કંપનીઓ સૌથી આગળ જોવા મળી છે. જેમાં મેરિયોટ ઇન્ટરનેશનલ, હિલ્ટન વર્લ્ડવાઇડ અને ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ્સ ગ્રુપનો સમાવેશ થાય છે. આ ત્રણ હોટેલ કંપનીના પ્રોજેક્ટનો બાંધકામ ક્ષેત્રનો ફાળો 68 ટકા રહ્યો છે અને સમગ્ર 2020 દરમિયાન તેમણે આ જ ટકાવારી સાચવી રાખી છે.

એલઈના રીપોર્ટ પ્રમાણે મેરિયોટના 1390 પ્રોજેક્ટ છે જેમાં 184450 રૂમનો સમાવેશ થાય છે. ત્યારબાદ 1351 પ્રોજેક્ટ સાથે હિલ્ટનનો નંબર છે અને તેમાં 155626 રૂમનો સમાવેશ થાય છે અને 873 પ્રોજેક્ટ તથા 89375 રૂમ સાથે આઈએચજી ત્રીજા સ્થાને રહ્યાં છે.


2020ના ત્રીજા ત્રિમાસિકગાળામાં સમગ્ર અમેરિકામાં 68712 રૂમની સુવિધા સાથે 599 નવી હોટેલ શરૂ થઈ છે. જેમાં મેરિયોટ, હિલ્ટન અને આઈએચજી બ્રાન્ડ હોટેલનો સંયુક્ત રીતે હોટેલ ખોલવાનો 72 ટકાનો ફાળો રહ્યો છે. જેમાં મેરીયોટ દ્વારા સૌથી વધુ 173 હોટેલો શરૂ કરવામાં આવી, ત્યારબાદ 170 સાથે હિલ્ટન અને 86 નવી હોટેલ સાથે આઈએચજીનો સમાવેશ થાય છે. ટોચની આ ત્રણ હોટેલ કંપની દ્વારા આ વર્ષના અંત સુધીમાં નવી 202 હોટેલ અને 2021 માં વધુ 655 નવી હોટેલ શરૂ કરવાનું આયોજન છે. જેના પગલે અમેરિકાના હોટેલ ઉદ્યોગમાં 77101 રૂમનો ઉમેરો થશે.

હિલ્ટન હોટેલ કંપનીના હોમ ટુ સ્યુટ અને આઈએચજીના હોલિડે ઈન એક્સપ્રેસ પ્રકારના પ્રોજેક્ટ અમેરિકામાં સૌથી મોટા મનાય છે. જેમાં હિલ્ટન દ્વારા 42036 રૂમ સાથે 402 પ્રોજેક્ટ અને 33351 રૂમ સાથે આઈએચજીના 348 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. હિલ્ટનના હેમ્પ્ટનના 291 પ્રોજેક્ટ છે જેમાં 30140 રૂમ છે. જ્યારે હિલ્ટનના ટ્રૂ પ્રકારના 280 પ્રોજેક્ટમાં 26991 રૂમની સુવિધા ઉપલબ્ધ થશે. એ જ રીતે મેરિયોટના ફેર ફિલ્ડ ઈનના 277 પ્રોજેક્ટમાં 27005 રૂમની સુવિધા ઉપલબ્ધ થશે.

એલઈ દ્વારા અન્ય નોંધપાત્ર બ્રાન્ડ દર્શાવ્યા પ્રમાણે મેરિયોટની ફ્રેન્ચાઇઝ કંપની રેસિડેન્સ ઈનના 198 પ્રોજેક્ટ છે. જેમાં 24549 રૂમની સુવિધા પ્રવાસીઓ માટે ઉપલબ્ધ થશે. એ જ રીતે સ્પ્રિંગ હિલ સ્યુટ માટે 172 પ્રોજેક્ટમાં 19594 રૂમ ઉપલબ્ધ કરવામાં આવશે. એ જ રીતે ટાઉન ઈ પ્લેસ સ્યુટ માટે 195 પ્રોજેક્ટ જેમાં 19616 રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત આઈએચજીની કેવિડ હોટેલ દ્વારા 185 પ્રોજેક્ટ હેઠળ 16583 રૂમ દેશવિદેશના પ્રવાસીઓ માટે આધુનિક સુખસુવિધા સાથે બનાવવામાં આવશે.

અમેરિકામાં બાંધકામ હેઠળ હોટેલોના પ્રોજેક્ટની સંખ્યા 282 દર્શાવાયા હતા જેમાં 655026 રૂમનો સમાવેશ થાય છે. જે કોવિડ-19ને કારણે તેમાં પ્રોજેક્ટ પ્રમાણે સાત ટકા અને રૂમ પ્રમાણે છ ટકાનો ઘટાડો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગયા વર્ષની સરખામણીએ જોવા મળ્યો હતો જેનો અહેવાલ આ અગાઉ એલઈ દ્વારા આપવામાં આવ્યો હતો.

More for you