Skip to content

Search

Latest Stories

HVS દ્વારા રીસીવરશિપ માટેના મહત્ત્વના મુદ્દાની સમજ

યોગ્ય રીતે કરવામાં આવે તો રીસીવરશિપ ખૂબ જ લાભકારક છે.

કોવિડ-19 મહામારીને પગલે આગામી મહિનાઓ ઘણી હોટેલ રીસીવરશીપ અને/અથવા ફોરક્લોઝરના માર્ગે છે કે જશે, ત્યારે કન્સલ્ટિંગ કંપની HVS દ્વારા રીસીવરની નિમણુંકમાં ધ્યાનમાં લેવાના મુદ્દા દર્શાવાયા છે.

લેણદારનો સૂચિત આદેશ રાજ્યના કાયદાનું પાલન કરતો હોવો જોઇએ તથા તેમાં રીસીવર્સના અધિકારો, સત્તા અને જવાબદારીનો સમાવેશ થવો જોઇએ. તેનાથી આખરે હોટેલ્સને રક્ષણ મળે છે તથા રીસીવરશીપ દરમિયાન અને પછી બંને કિસ્સામાં એસેટના સંદર્ભમાં લેણદારને લાભ થાય છે, એમ HVS હોટેલ મેનેજમેન્ટ અને HVS એસેટ મેનેજમેન્ટના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને ચીફ ઓપરેશન્સ ઓફિસર વિકી રીચમેને જણાવ્યું હતું.


તેમણે જણાવ્યું હતું કે રીસીવરશિપ્સ લેણદાર માટે ખૂબ લાભકારક બની શકે છે કે પછી તકલીફદાયક પણ બની શકે છે. ઋણ લેનાર તથા જજ બંને ફેરફારની માંગણી કરી શકે છે તથા અંતિમ ચુકાદો કોર્ટમાં કાનૂની દલિલોના આધારે તેમજ તેની બહાર વાટાઘાટો દ્વારા તૈયાર થાય છે. તમામ લેણદારોના એટર્ની હોટેલ રીસીવરશિપનો અનુભવ ધરાવતા હોતાં નથી, તેથી તેઓ કદાચ એ જાણતા હોતા નથી કે યોગ્ય રીતે તૈયાર થયેલો આદેશ તેમના ક્લાયન્ટ માટે કેટલો શક્તિશાળી છે.

2001ની આર્થિક મંદી અને 2008ની આર્થિક કટોકટીના સમય સહિત વર્ષોથી HVSની ઘણી હોટેલ્સ માટે રીસીવર તરીકે નિમણુક થઈ છે. ભૂતકાળના આ અનુભવને આધારે આ કન્સલ્ટન્સી કંપની ઓર્ડર લખતી વખતે પાલન થવું જોઇએ તેવા મહત્ત્વના મુદ્દાની યાદી આપે છે.

ટોચના પાંચ મુદ્દા

  • ઋણ લેનારા સાથે સંલગ્ન હોય તેવા શક્ય હોય તેટલાં એકમો,સહયોગીઓ અને લોકોના નામ
  • રીસીવરશિપ પ્રોપર્ટીની વ્યાખ્યામાં બિલ્ડિંગ,સ્ટ્રક્ચર્સ, લીઝ, રેન્ટ, ફિક્સર્સ, વ્હિકલ્સ જેવી તમામ મૂર્ત અને અમૂર્ત પ્રોપર્ટી તથા જમીન પરની અને બીજે રહેલી કોઇપણ જંગમ પર્સનલ પ્રોપર્ટીનો સમાવેશ કરવો જોઇએ.
  • રીસીવર્સના અધિકારોની સર્વગ્રાહી યાદી બનાવો
  • સ્પષ્ટ શબ્દોમાં જણાવો કે રીસીવરશીપ નિમાયા પહેલાના સમયગાળામા ઉભા થયેલા કોઇપણ ઋણ,ખર્ચ કે લાયેબિલિટીની પતાવટ કરવાની રીસીવરની જવાબદારી નથી. તેમાં યુટિલિટી, પે-રોલ કે કોઇપણ પ્રકારના ટેક્સ સહિતના ખર્ચનો સમાવેશ થવો જોઇએ.
  • સ્પષ્ટ શબ્દોમાં જણાવો કે રીસીવરના કાર્ય કે ભુલચૂકની કોઇપણ જવાબદારી લેણદારની રહેશે નહીં.

અગાઉના આર્ટિકલમાં HVSએ હંગામી ધોરણે બંધ થયેલી હોટેલ ફરી ખોલવી કે નહીં તેનો નિર્ણય કરવા અંગેની કેટલીક ટિપ્સ આપી હતી.

More for you