એચવીએસઃ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીએ ફરી કર્મચારીઓના પડકારો અંગે વિચારવું પડશે

નવા કર્મચારીઓને વધુ ઇન્સેન્ટીવ્સથી આકર્ષી શકાય તેમ છે

0
647
કોરોના મહામારીને કારણે તથા અર્થતંત્રને થયેલી અસરને પગલે આર્થિક સંકડામણનો સામનો કરી રહેલ હોસ્પિટાલિટી ઉદ્યોગ હવે જ્યારે ફરી પાટે ચઢ્યો છે ત્યારે તેમને ફરી કામદાર કાર્યબળને લઇ ફરી પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેમ કન્સલ્ટીંગ ફર્મ એચવીએસનું માનવું છે. હોટેલવાળા માલિકોએ વધારે ઇન્સેન્ટીવ્સ તથા મેડિકલ લાભ સહિતથી નવા કર્મચારીઓને આકર્ષવા જોઇએ.

હોસ્પિટાલિટી ઉદ્યોગે આવનારા સમયમાં સર્જાનારી કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે ફરી પડકારોનો સામન કરવો પડશે, તેમ કન્સલ્ટીંગ ફર્મ એચવીએસનું માનવું છે. હાલના સમયે હોસ્પિટાલિટી સેક્ટર એ નોકરી શોધનારનું માર્કેટ બન્યું છે.

તેથી ઉદ્યોગના અગ્રણીઓએ ટકી રહેવા માટે અનકૂલન સાધવું પડશે તેમ એચવીએસના સીઈઓ વિલિયમ્સે ન્યુયોર્કમાં એક્ઝિક્યુટિવ સર્ચ દરમિયાન “હાઉ ટુ રીસોલ્વ ધી કરન્ટ સ્ટેટ ઓફ ઇમરજન્સી ઇન હોસ્પિટાલિટી એમ્પ્લોયમેન્ટ” શિર્ષક હેઠળના લેખમાં જણાવ્યું હતું. વિલિયમ્સે નોંધ્યું છેકે મહામારીથી સરળતાપૂર્વક રીકવરી કરાયા પછી કામદારોને આકર્ષવા તથા તેમની કુશળતાનો ઉપયોગ સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેમ છે.

હોસ્પિટાલિટી સેક્ટરમાં કોવિડ-19 મહામારીની અસરને પગલે અનેક હોટેલવાળાઓએ આર્થિક સંકડામણને પગલે કર્મચારીઓને છુટા કરતાં મોટાભાગના કર્મચારીઓએ અન્ય ક્ષેત્રે નોકરી શોધી હતી. હવે જ્યારે કામગીરી ફરી શરૂ થવાની છે ત્યારે કામદારોની અછતનો સામનો કરવો પડી શકે તેમ છે.

તેમના મતે, સહયોગી સંસ્કૃતિ વિકસાવવાથી, હોસ્પિટાલિટી કંપનીઓ સ્ટાફિંગની સર્જાયેલી સમસ્યાઓનો સામનો કરી શકે તેમ છે.

હાલના કર્મચારીઓ ખાસ કરીને મિલેનીયલ્સ અને જનરેશન ઝેડના કર્મચારીઓ ઇચ્છે છે કે તેમની પોઝિશનમાં મજબૂત પડઘો પડે. તેઓ ઇચ્છે છે કે તેઓ પણ કોઇકનો હિસ્સો બને અને તેમનું મૂલ્ય દેખાય. તેઓ નથી ઇચ્છતા કે તેમની ગણના માત્ર કોઇ એક કર્મચારીની સંખ્યા તરીકે થાય. અન્ય ઉદ્યોગોની જેમ અહીં પણ કર્મચારીઓને ઉંચુ વળતર મળે તેમ ઇચ્છવામાં આવે છે.

કર્મચારીઓ ફ્લેક્સિબલ વર્કપ્લેસ ઓપ્શન ઇચ્છે છે જેથી તેમને રીમોટ વર્કિંગ મળી શકે અને તેઓ જવાબદારીપૂર્વક કામગીરી કરી શકે.

તાજેતરમાં કરવામાં આવેલ સર્વેક્ષણમાં જણાયું કે ઓછો પગાર, કર્મચારીઓને અપૂરતા લાભ, કામના સ્થળે તણાવને કારણે હોટેલ અને રેસ્ટોરન્ટના અગાઉના કર્મચારીઓ પોતાના કામના સ્થળે પાછા ફરવા ઇચ્છતા નથી.

વિલિયમ્સ નોંધે છે કે હોટેલ ઉદ્યોગમાં કર્મચારીઓને જોડાવા માટે સૌથી મોટો મુદ્દો આરોગ્યની સલામતી છે. કારણ કે અન્ય ક્ષેત્રે નોકરી દરમિયાન તેમને કોઇના સીધી સંપર્કમાં આવવાનું રહેતું નથી, તેઓ વર્ચ્યુઅલ પદ્ધતિએ કામ કરી શકે છે. જ્યારે હોટેલ ક્ષેત્રે તેમને કોઇપણના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાનું રહે છે.

કર્ચમારીઓને આકર્ષવા માટે, જરૂરી છે કે કંપનીઓ કર્મચારીઓને સારા સલામતી અને સુરક્ષાની ઓફર કરે. જેમાં ઉગ્ર બનતા ગ્રાહકો સામે રક્ષણ, કોવિડ-19ના સંક્રમણ સામે રક્ષણ અને આવનારા દિવસોમાં રોગચાળાને કારણે સર્જાઇ શકતી સમસ્યા સામે રક્ષણ આપતી વ્યવસ્થા સહિતની આપત્તિના સમયે સલામતી સહિતની ઓફર કરીને નવા અને જૂના કર્મચારીઓને ફરી કામ પર આવવા માટે આકર્ષી શકાય તેમ છે.

તેઓ એમ પણ સૂચવે છેકે ઘરેથી પૂર્ણ સમયનું કામ કરી શકાય તેવા વિકલ્પ સહિતના ફ્લેક્સિબલ વર્ક મોડેલનો પણ ઉપયોગ કરી શકાય. વિલિયમ્સના જણાવ્યા મુજબ, એક સરળ નોકરી અરજી પ્રક્રિયા પણ મોટો ફરક લાવી શકે છે

તાજેતરના બ્લોગ પોસ્ટમાં હોટસ્ટેટ્સ દ્વારા એવી પણ સલાહ આપવામાં આવી હતી કે હવે એસેટ નેવિગેશન અને લેબર મોડેલને કારણે ઓક્યુપન્સી અને કોસ્ટમાં પણ સારો એવો વધારો કરી શકાય.