ઈડા વાવાઝોડાથી ન્યુ ઓર્લીઅન્સની હોટલોમાં અંધારપટ છવાયો

તાજેતરના ચક્રવાતને પગલે 16 વર્ષ અગાઉ ત્રાટકેલા કેટરીના ચક્રવાતની યાદ તાજી થઇ

0
495
વિમલ પટેલ, લુઇસિયાના ખાતેના લાપ્લેસસ્થિત ક્યુહોટેલ્સ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ, કહે છે કે ઈડા વાવાઝોડાંને પગલે તેમને ન્યુ ઓર્લીઅન્સમાં આવેલી તેમની તમામ નવ હોટેલ્સ બંધ કરવાની ફરજ પડી છે. વાવાઝોડાંને પગલે મોટાભાગની હોટેલોને નુકસાન પહોંચ્યું છે અને વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. પૂરના પાણીમાંથી પસાર થતા પટેલ તસવીરમાં જોવા મળે છે.

ન્યુ ઓર્લિઅન્સ ખાતે રવિવારે સમગ્ર વિસ્તારમાં ઈડા વાવાઝોડાંને કારણે ભારે તબાહી મચી જવા પામી છે. મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ જવાને પગલે અંધારપટ છવાયો છે. વાવાઝોડાં અને પૂરને કારણે સમગ્ર વિસ્તારમાં થયેલી તબાહીને પગલે ન્યુ ઓર્લિઅન્સના હોટેલમાલિક વિમલ પટેલને 16 વર્ષ અગાઉ આ જ સમયે અહીં ત્રાટકેલા કેટરીના ચક્રવાતથી થયેલી તબાહીની યાદો પણ તાજી થઇ આવી હતી.

તેને કારણે કેટરીના વાવાઝોડાની હચમચાવી દેતી યાદો તાજી થઇ હતી, તેમ પટેલ કહે છે. તેઓ લુઇસિયાના ખાતેના લાપ્લેસ ખાતે આવેલી ક્યુહોટેલ્સ મેનેજમેન્ટના પ્રેસિડેન્ટ છે. તેઓ કહે છે કે કેટરીના વાવાઝોડું ત્રાટક્યું ત્યારે હું મારી દિકરીનાં પાંચમા જન્મદિવસની ઉજવણીમાં પડ્યો હતો. જોકે આખરે ઉજવણી ના થઇ શકી અને અમારે લાપ્લેસની હેમ્પટન ઈનમાં શરણ લેવી પડી હતી. તે સમયે અમારી પાસે પીવા માટે પાણી પણ નહોતું. અમે ઘણા દિવસ સુધી ત્યાં ફસાયેલા રહ્યા હતા.

હવે જ્યારે ઈડા ત્રાકટ્યું છે ત્યારે તેમની દિકરીએ પોતાનો 21મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે ચક્રવાતને પગલે પોતાની તમામ નવ હોટેલ્સ બંધ કરી દીધી હતી અને મહેમાનોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.

તે કેટરીનાની કાળી સ્મૃતિઓ હતી, જોકે નસીબજોગે ત્યારે અમારી હોટેલોમાં કોઇ ગેસ્ટ નહોતા અને અમે તમામ કામગીરી બંધ કરી દીધી હતી, તેમ તેમણે કહ્યું હતું.

અમે ધાર્યું તેનાથી વધારે જોખમી

લુઇસિયાનાના ગવર્નર જોહન બેલ એડવર્ડસ દ્વારા વાવાઝોડું ત્રાટક્યું તે પહેલા ફેડરલ સરકાર પાસેથી કટોકટી લાદવાની મંજૂરી માંગી હતી અને તેમને પરવાનગી પણ આપવામાં આવી હતી. રવિવારે એડવર્ડે કહ્યું હતું કે હરિકેન ઈડા પોર્ટ ફોરચોન નજીક પહોંચ્યું હતું અને પવન 155 માઇલ પ્રતિકલાકની ઝડપે ફૂંકાઇ રહ્યું હતું. વાવાઝોડાને પગલે ધીમી ધારે શરૂ થયેલા વરસાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું.

ગવર્નરે કહ્યું હતું કે અમારા હજારો નાગરિકો વીજપુરવઠાના અભાવે અંધારામાં છે અને માલ-મિલ્કતને કેટલું નુકસાન પહોંચ્યું છે તેનો અંદાજ મુકવો હાલ શક્ય નથી.

મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને તેમની ઇમારતોનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. તેમની તમામ નવ હોટેલને પણ મહદઅંશે નુકસાન પહોંચ્યું છે.

હવે અમારી સામે ગેસ વિતરણની મોટી સમસ્યા છે, જોકે લાપ્લેસમાં વીજળી પણ નથી અને પાણી પણ નથી, તેમ પટેલે જણાવ્યું હતું.

વાવાઝોડું ત્રાટક્યું તે પહેલા પટેલે ટાઉન છોડી દીધું હતું.

અમે સ્લાઇડેલ જવા નિકળ્યા હતા પરંતુ મારા કેટલાક ભાગીદાર લાપ્લેસ ખાતે રોકાઇ ગયા, તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે ખરાબ હવામાનની અસર જોઇ હતી, તુટેલી બારીઓ અને વહેતું પાણી સહિતનો નજારો જોવા મળ્યો હતો.

આહોઆ સભ્યોની સ્થિતિ

આહોઆ સભ્યોની પ્રોપર્ટીઓ જુદા જુદા સ્થળે શહેરમાં આવેલી છે અને તેની પર દેખરખ રખાઈ રહી હોવાનું આહોઆ ગલ્ફ રીજીયન ડિરેક્ટર વિમલ ‘રીકી’ પટેલે કહ્યું હતું. ક્યુહોટેલ્સના વિમલ પટેલ સાથે તેમનો કોઇ સંબંધ નથી. તેમના સભ્યોની થીબોડોઅક્સ અને હોમરીઅઝ વિસ્તારમાં આવેલી હોટેલોને ઓછુંવત્તુ નુકસાન પહોંચ્યું છે.

કેનર અને સાઉથ ઓફ ન્યુ ઓર્લિઅન્સ ખાતેના વિસ્તારોમાં આવેલી કેટલીક હોટલોને થોડુંક નુકસાન પહોંચ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

તોફાનને પગલે અન્ય હોટેલો ખાલી કરાવાઈ રહી છે તેમ રીકીએ કહ્યું હતું. જોકે મોટાભાગની હોટેલો પ્રિબુક છે અને તેમના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે.

રીકીએ કહ્યું હતું કે દરેક જણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રોટોકોલ અને બ્રાન્ડ ગાઇડલાઇન્સને અનુસરી રહ્યાં છે. રિકી લુઇસિયાનાના લફાયેટે ખાતેથી છે.

ગત વર્ષે હરિકેટ લૌરાને કારણે ટેક્સાસ અને લુઇસિયાના ખાતેની અનેક હોટલોને નુકસાન પહોંચ્યું છે અને કામગીરી પણ અનેક સમય સુધી બંધ રાખવાની ફરજ પડી હોવાનું તે સમયે એસટીઆર દ્વારા અહેવાલમાં જણાવાયું હતું.