હોટસ્ટેટ્સઃ અમેરિકન હોટલોનો નફો જાન્યુઆરીમાં પણ સ્થિર રહ્યો

ઓક્ટોબરને બાદ કરતાં માર્ચથી સળંગ દસમા મહિને ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફા નકારાત્મક રહ્યો

0
738
ગત વર્ષની સરખામણીએ ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો જાન્યુઆરીમાં 102.5 ટકા ગબડ્યો હતો, હોટસ્ટેટ્સ અનુસાર નવા વર્ષપ્રારંભે તે નબળી શરૂઆત રહી હતી.

સાલ 2021 ના પ્રથમ મહિનામાં અમેરિકાની હોટલો દ્વારા દ્વારા સતત નફાકારક કામગીરી જોવા મળી તેમ હોટસ્ટેટ્સનું જણાવવાનું છે. કમનસીબે તે સતત નીચા સ્તરે રહી છે.

મહિના માટેનો ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો નકારાત્મક રીતે 1.81 ડોલર, 102.5 ટકાના વાર્ષિકદરના સ્તરે ઘટાડા સાથે રહ્યો હતો. ઓક્ટોબરમાં તે 4.98 ડોલર રહ્યો તે સિવાય માર્ચથી સળંગ દસમા મહિને ઉપલબ્ધ રૂમ દીઠ કુલ સંચાલન નફો નકારાત્મક સ્તરે રહ્યો હતો.

“ઓક્યુપન્સી 20 ટકા – પ્લસ રેન્જની આસપાસ અટકી રહ્યો છે, જે સંબંધિત દરની પ્રગતિ હોવા છતાં, તે ઉપલબ્દ રૂમ દીઠ આવક પણ ઓગસ્ટથી સમાનસ્તરે રહી છે,” તેમ અહેવાલમાં હોટસ્ટેટ્સ દ્વારા જણાવાયું છે. રેવપારની જેમ ટ્રેવપાર પણ સંતુલિતસ્તરે રહ્યું છે. જાન્યુઆરીમાં તે 55.30 ડોલર, વાર્ષિકસ્તરની સરખામણીએ 77.7 ટકા ઘટીને રહ્યો, ફૂડ અને બેવરેજીસની સહાયક આવકને પરિણામે આ સ્તર રહ્યું.

વૈશ્વિક મહામારી કોવિડ-19ની શરૂઆત સાથે એપ્રિલમાં ઘટાડા પછી લેબર ખર્ચ પ્રમાણમાં સ્થિર રહ્યો છે. ઓક્ટોબરમાં સ્થિર રહ્યાં પછી જાન્યુઆરીમાં 69 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઉપલબ્ધ રૂમ 31.76 ડોલરે રહ્યો. સંચાલન ખર્ચ અને અવિવાદી ખર્ચ છેલ્લાં જાન્યુઆરીના 28.1 ટકાથી નીચે રહ્યો, જે અન્ય મહિનાઓના વલણને અનુસરતું હતું. અમેરિકાની હોટલોનો નફો નકારાત્મક રીતે 3.3 ટકા રહ્યો, જે ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ 32.8 ટકા ઓછો હતો.

જ્યારે 2020ની સાલ ખૂબ ખરાબ રહ્યો અને ઐતિહાસિકરીતે ખટાશવાળી નોંધ સાથે સમાપ્ત થયો, હોટસ્ટેટ્સ અનુસાર નવું વર્ષ પણ વૈશ્વિક સ્તરે અપેક્ષાઓમાં ઉણું ઉતર્યું છે.

“પાનું ફેરવવાથી હંમેશાં સારા પરિણામની ખાતરી નથી મળતી, સત્તાવાર રીતે સૌથી ખરાબ દેખાવ વર્ષ દરમિયાન રહ્યો અને હવે 2021 માટે હોટલ ઇન્ડસ્ટ્રી તૈયાર છે, જોકે તેનો અર્થ એ પણ નથી તે નવું વર્ષ આપમેળે સારું બની જશે અને પરિસ્થિતિઓ સુધરી જશે. કઠોર વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક મહામારી ઘટવાનું નામ નથી લેતી, તેમ સંસ્થાએ જણાવ્યું હતું. તેમ છતાં આશાવાદ માટેનું કારણ છે. સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરવાનું અટક્યું છે. કેટલાક પ્રાન્તોમાં તે બાબતે સકારાત્મક દેખાવ જોવા મળે છે.”