હોલિડે ઈન એક્સપ્રેસ 3000 હોટેલ્સ સુધી પહોંચ્યું

એશિયન અમેરિકન માલિક તેને ‘પાવર બ્રાન્ડ’ ગણાવે છે

0
646
હોલિડે ઇન એક્સપ્રેસ, જે આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સ માટે સૌથી અગત્યની પોર્ટફોલિક બ્રાન્ડ છે, તેણે તાજેતરાં વૈશ્વિક સ્તરે 3000 હોટેલની સંખ્યા પાર કરી છે. મિતેશ ‘મેટ’ પટેલ, જ્યોર્જિયાના કોલમ્બસ ખાતેની રામ હોટેલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ છે જેઓ ચાર એચઆઈઈ પ્રોપર્ટી ધરાવે છે અને તેઓ આ બાબતને ‘પાવર બ્રાન્ડ’ ગણાવે છે.

આઈએચજી હોટેલ્સ એન્ડ રીસોર્ટ્સની બ્રાન્ડ હોલિડે ઈન એક્સપ્રેસે નવી કીર્તિમાન હાંસલ કર્યું છે. તેણે સમગ્ર વિશ્વમાં 3000થી વધારે હોટેલ્સની સંખ્યાને પાર કરી છે, તેમ એક નિવેદનમાં જણાવ્યું હતું. આઈએચજીના સમગ્ર વિશ્વમાં આવેલા કુલ પ્રોજેક્ટના ત્રીજા ભાગની હિસ્સો આ બ્રાન્ડ ધરાવે છે અને આવનારા વર્ષોમાં 650 જેટલી પ્રોપર્ટી શરૂ થઇ શકે છે.

નિવેદન અનુસાર, હોલિડે ઇન એક્સપ્રેસ દર વર્ષે 100 નવા હોટેલ્સ શરૂ કરે છે અને હવે હવે 2100 શહેરોમાં 300,000 રૂમ પૂરા પાડે છે. જ્યોર્જિયાના કોલમ્બસ ખાતે આવેલી રામ હોટેલ્સ કે જે ચાર હોલિડે ઇન એક્સપ્રેસ પ્રોપર્ટીઝ ધરાવે છે અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ ‘મેટ’ પટેલ તેને પાવર બ્રાન્ડ તરીકે ગણાવે છે.

પટેલનું કહેવું છે આ એકઅત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી બ્રાન્ડ છે. તે માર્કેટમાં ખૂબ સારું સ્થાન ધરાવે છે અને વેપાર પણ નોંધપાત્ર ધરાવે છે. મહામારીના સમયગાળા દરમિયાન પણ તેની કામગીરી નોંધપાત્ર રહી હતી.

પટેલે કહ્યું હતું કે તેઓ બ્રાન્ડની ફોર્મ્યુલા બ્લ્યુ ડિઝાઇનના ચાહક છે.

બ્રાન્ડ દ્વારા તેની 30મી વર્ષગાંઠ  આ વર્ષે ઉજવવામાં આવી છે અને હોટેલ માલિકોને નવા માર્કેટને સર કરવા માટે આકર્ષે છે, જેમાં જાપાનનો સમાવેશ થાય છે.

‘હોલિડે ઇન એક્સપ્રેસની રચના પાવર ઓફ સિમ્પલને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવ્યો હતો. અમારા ઓનર્સને મજબૂત ઓક્યુપન્સી લેવલનો લાભ મળી રહ્યો છે.’ તેમ આઈએચજીના વાઇસ પ્રેસિડેન્ટ અને હોલિડે ઇન એક્સપ્રેસના ગ્લોબલ બ્રાન્ડ હેડ સ્ટેફની એટીઆઝ  કહે છે.

2019થી હોલિડે ઇન એક્સપ્રેસ દ્વારા એકલા ફ્લોરિડામાં જ 11 નવી હોટેલ શરૂ કરવામાં આવી છે. 2019થી અમેરિકા પ્રાન્તમાં તેણે પાંચ ટકાથી વધારેનો ગ્રોથ નોંધાવ્યો છે.

આ કિર્તીમાનની ઉજવણીને અનુલક્ષીને આઈએચજી હોટેલ એન્ડ રિસોર્ટસ 300,000 આઈએચજી રીવોર્ડ પોઇન્ટ એવા લોકોને આપશે જેઓ ‘વાય યુ લવ હોલિડે ઇન એક્સપ્રેસ’ બાબતે સૌથી શ્રેષ્ઠ સોશિયલ વીડિયો મોકલશે.

આ મહિનાના પ્રારંભે, આઈએચજી દ્વારા તેના વિગનેટ કલેક્શન માટેપણ ફ્રેન્ચાઇઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.