એક્સપીડિયાઃ આઉટડોર્સ-લેઇઝર ડેસ્ટિનેશન સૌથી મોખરાની પસંદગી

દરિયાકિનારેથી લઇને પર્વતો સુધી, હોલીડે ટ્રાવેલ્સ ફરવા નિકળવા માટે તૈયાર

0
640
ક્રિસ્ટમસ અને થેન્કસગિવિંગ હવે આવી રહી છે, પરંતુ ઓનલાઇન ટ્રાવેલ એજન્સી એક્સપીડિયાના એક સંશોધનમાં જણાયું છે કે આઉટડોર ડેસ્ટિનેશન જેવા કે બીચ અને પર્વતીય સ્થળો ફરવા જવા માટેના સૌથી વધુ પસંદગીના સ્થળ બન્યા છે.

રજામાં બહાર ફરવા જનારાઓનું આયોજન આખરી તબક્કામાં છે, હવે થેન્કગિવિંગ અને ક્રિસ્ટમસ આવી રહી છે ત્યારે સૂર્યપ્રકાશથી ઝળહળતા મેક્સિકો, સાઉધર્થ યુ.એસ. અને કેરેબિયન સહિતના સ્થળોના દરિયાકિનારા પહેલી પસંદગી બની રહ્યાં છે, તેમ એક્સપીડિયાના સર્વેમાં જાણવા મળ્યું છે. ઉટાહ અને કોલોરાડો સહિતના પર્વતીય સ્થળો પણ ફરવા જનારાઓ માટેની પહેલી પસંદગી બની રહ્યાં છે.

આ વર્ષે હવે જ્યારે પ્રવાસ ફરી શરૂ થયા છે ત્યારે દરરોજ રોકાવાના ભાવમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અત્યંત વ્યસ્ત હોલિડે સીઝન આવી રહી છે. હાલના આંકડા દર્શાવે છે કે થેન્કગિવિંગ અને ક્રિસ્ટમસના અઠવાડિયા સહિતના રજાઓના દિવસોને લઇને સામાન્ય રીતે કિંમતમાં ઘટાડો જોવા મળે છે, તેમ એક્સપીડિયા દ્વારા તેની વેબસાઇટની પોસ્ટમાં જણાવ્યું છે.

“ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસકો અને બોસ્ટન સહિતના સિટી ડેસ્ટીનેશન દ્વાર હોટેલ્સ પ્રાઇઝમાં સારી ઓફર મળી રહી છે, જે 2019ની સરખામણીએ 10થી 35 ટકાની બચત કરાવી શકે છે. પરંતુ જો દરિયાકિનારાની વાત કરીએ તો શિયાળાના મહિના જ જવા માટેનો સારો સમય છે, કારણ કે તે સમયે તે હુંફાળું વાતાવારણ મળી શકે જે માયામી, ઓરેન્જ કાઉન્ટી અને માયર્ટલે બીચ સહિતના સ્થળ છે અને તેઓ ઉનાળાના મહિનાની સરખામણીએ સારો ભાવ ઓફર કરી રહ્યાં છે.”

એક્સપીડિયા અનુસાર, થેન્કસગિવિંગમાં ફરવા જવાના માટે સૌથી સારા સ્થળોમાં નાશવિલે, ટેનેસી, ઓઆહુ, હવાઈ, કાર્લ્સ્ટોન, સાઉથ કેરોલિના, માર્યટલે બીચ, સોલ્ટ લેક સિટી અને ઇન્ડિયાનાપોલીસ સામેલ છે. ક્રિસ્ટમસની રજાઓમાં ફરવા જનારાઓ માટે ઓર્લાન્ડો, ફ્લોરિડા, ઓઆહુ, હવાઈ, કાન્સાસ સિટી, મિસૂરી, સોલ્ટ લેક સિટી, પાલ્મ બીચ એરિયા, ફ્લોરિડા, રેપિડ સિટી- માઉન્ટ રુશમોર અને સારાસોટા એરિયા, ફલોરિડા પહેલી પસંદ છે.

થેન્કગિવિંગની રજાઓમાં ફરવા જવા માટેના ટોચના સ્થળોમાં સેન્ટ. ક્રોસિક્સ, યુ.એસ. વર્જિન આઇલેન્ડ, સોલ્ટ લેક સિટી, ઇસ્ટેસ પાર્ક, કોલોરાડો, પાર્ક સિટી, ઉટાહ, ચટ્ટાનૂગા, ટેનેસી, બાઉલ્ડર, કોલોરાડો અને ફ્રેસ્નો, કેલિફોર્નિયા છે.

ક્રિસ્ટમસની રજાઓમાં ફરવા જનારાઓ માટે ગેઇલવિલે, ફ્લોરિડા, એલેનટાઉન, પેન્સિલવેનિયા, એસ્ટેસ પાર્ક, કોલોરાડો, નોક્સવિલે, ટેનેસી, ચટ્ટાનૂગા, સોલ્ટ લેક સિટી, ચીરોકી, નોર્થ કેરોલિના, ઓરેગોન કોસ્ટ અને ઓસીયન સિટી મેરિલેન્ડ પહેલી પસંદ બની રહ્યાં છે.

આ અંગે એક્સપિડીયાના સિનિયર પબ્લિક રિલેશન મેનેજર ફોર બ્રાન્ડ ક્રિસ્ટી હડસન કહે છે કે તમે દરિયાકિનારે ચમકતી રેતી પર આળોટીને કે સ્કી સ્લોપ પર બેસીને રજાઓ માણવાનું આયોજન કરો, તમારી પ્રવાસની તારીખો અને તમારા બચતનો સારો ઉપયોગ કરવા માટે આયોજન કરો.

એક્સપીડિયા અનુસાર, ફ્લેક્સિબિલીટી એ હોલિડે અને વિન્ટર ટ્રાવેલ માટે મહત્વપૂર્ણ બાબતછે, જોકે શક્ય હોય તો નોન-રિફન્ડેબલ એરફેર કે નિયંત્રણોવાળી બાબત ટાળવી જોઇએ. થોડી વધારે રકમ ચૂકવીને ફ્લેક્સિબિલીટીને ધ્યાનમાં રાખીને પસંદ કરવી જોઇએ.

તાજેતરમાં ફેમિલી ટ્રાવેલ એસોસિએશન અને એનવાયયુ સ્કૂલ ઓફ પ્રોફેશનલ્સ સ્ટડીઝ એમ ટિસ્ચ સેન્ટર ઓફ હોસ્પિટાલિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં જણાયું છે કે 88 ટકા પરિવારો પોતાના સંતાનો સાથે આવનારા 12 મહિનામાં ફરવા જવાનું આયોજન કરી રહ્યાં છે.